ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / 'તારક મહેતા' ફેમ એક્ટ્રેસ નેહલ વડોલિયા-'લાલો' ફેમ કરણ જોષીનો વિવાદ વકર્યો, 'એકાઉન્ટ હેક'ના દાવા પર નેહલની સ્પસ્ટતાં
Last Updated: 06:53 PM, 21 May 2026
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક દિવસોથી અભિનેતા કરણ જોષી અને અભિનેત્રી નેહલ વડોલિયાને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. બંને કલાકારો વચ્ચેના વિવાદે હવે નવો વળાંક લીધો છે અને સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કરણ જોષીના “ઇન્સ્ટાગ્રામ હેક” દાવા બાદ હવે નેહલ વડોલિયાનો નવો વીડિયો સામે આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં નેહલે અનેક સવાલો ઉભા કરતા નવા ખુલાસા કર્યા છે. સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે અભિનેત્રી નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે અભિનેતા કરણ જોષીએ તેને ઇન્સ્ટાગ્રામ પર વાંધાજનક અને અભદ્ર મેસેજ મોકલ્યા હતા. નેહલે કથિત ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા અને પોતાની સાથે થયેલી વાતચીત અંગે ખુલાસો કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ નેહલને સમર્થન આપ્યું હતું, જ્યારે કેટલાક લોકોએ સમગ્ર મામલે સત્ય બહાર આવવાની રાહ જોવાની વાત કરી હતી.
ADVERTISEMENT
વિવાદ વધતા અભિનેતા કરણ જોષીએ પોતાનું સ્પષ્ટીકરણ આપતું એક વીડિયો જાહેર કર્યો હતો. કરણે જણાવ્યું હતું કે આ ઘટના લગભગ પાંચ મહિના જૂની છે અને જાન્યુઆરી મહિનામાં તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું. તેણે દાવો કર્યો હતો કે તેના મિત્રોને પણ અયોગ્ય મેસેજ મોકલવામાં આવ્યા હતા અને મિત્રોના માધ્યમથી જ તેને એકાઉન્ટ હેક થયાની જાણ થઈ હતી. કરણે કહ્યું હતું કે નેહલ વડોલિયાએ જે વીડિયો અને સ્ક્રીનશોટ શેર કર્યા હતા, તેની સ્પષ્ટતા તે સમયે જ કરવામાં આવી ગઈ હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાને કાયદો સમજીને લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સાથે જ દરેક સ્ત્રીનું સન્માન કરવું પોતાના સંસ્કારનો ભાગ હોવાનું પણ તેણે કહ્યું હતું.
ADVERTISEMENT
હવે આ મામલે નેહલ વડોલિયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે કરણ જોષીના દાવા પર સવાલો ઉભા કર્યા છે. નેહલે વીડિયોમાં કહ્યું છે કે જો એકાઉન્ટ હેક થયું હતું તો તેનો પુરાવો ક્યાં છે? તેણે આક્ષેપ કર્યો હતો કે કરણનું એકાઉન્ટ થોડા જ સમયમાં પાછું મળી ગયું હતું. નેહલે વધુમાં કહ્યું કે જો કરણના મિત્રોને મેસેજ ગયા હતા તો તેના સ્ક્રીનશોટ પણ જાહેર કરવા જોઈએ. વીડિયોમાં નેહલે 18 જાન્યુઆરીના મેસેજના કથિત પુરાવા પણ બતાવ્યા હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નેહલે એવો પણ દાવો કર્યો કે તેમની વચ્ચે ક્યારેય “ડિસઅપિયર મોડ”માં વાતચીત થઈ જ નહોતી. તેણે કહ્યું કે કરણે ઘણા વર્ષો પહેલા પણ મેસેજ કર્યા હતા અને 14 જાન્યુઆરીએ પહેલીવાર તેને મેસેજ કર્યો હતો. નેહલે જણાવ્યું કે તેણે આ મામલે એક કોમન ફ્રેન્ડ સાથે ચર્ચા કરી હતી અને બાદમાં 26 જાન્યુઆરીએ ગ્રુપ કોલ પણ થયો હતો. નેહલના જણાવ્યા મુજબ તેણે પહેલો વીડિયો પોસ્ટ કરતા પહેલા પણ સામે પક્ષને જવાબ આપવા સમય આપ્યો હતો. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે વીડિયો ડિલીટ કરવા કહ્યું હતું અને એક વખત તેણે વીડિયો ડિલીટ પણ કર્યો હતો. આ સમગ્ર મામલો હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર લોકો બંને પક્ષની વાત સાંભળીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે હજુ સુધી સમગ્ર મામલે કોઈ સત્તાવાર કાનૂની કાર્યવાહી અંગે માહિતી સામે આવી નથી.
નેહલ વડોલિયા ટીવી અને OTT જગતમાં જાણીતું નામ છે. તેણે લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ નાની પરંતુ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. સાથે જ અનેક વેબ સિરીઝ અને બોલ્ડ પ્રોજેક્ટ્સમાં પણ તે જોવા મળી ચૂકી છે. બીજી તરફ કરણ જોષી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઉભરતો અભિનેતા માનવામાં આવે છે અને તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’થી ખાસ ચર્ચામાં રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ