ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / ''આ ઘટના 5 મહિના જૂની છે કે જ્યારે મારું એકાઉન્ટ હેક...'', અભિનેત્રીના આક્ષેપ પર કરણ જોષીનો મોટો ધડાકો
Last Updated: 03:07 PM, 19 May 2026
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક દિવસોથી અભિનેતા કરણ જોષી અને અભિનેત્રી નેહલ વડોલિયાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અભિનેતા કરણ જોષીએ પોતાનું સ્પષ્ટીકરણ જાહેર કર્યું હતું. કરણ જોષીએ જણાવ્યું હતું કે આ ઘટના લગભગ પાંચ મહિના જૂની હતી અને જાન્યુઆરી મહિનામાં તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું. તેણે કહ્યું હતું કે તે સમયે તેના મિત્રોને પણ અયોગ્ય મેસેજ મોકલાયા હતા અને ત્યારબાદ મિત્રોના માધ્યમથી જ તેને એકાઉન્ટ હેક થયાની જાણ થઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
કરણ જોષીએ પોતાના સોશિયલ મીડિયા વીડિયોમાં જણાવ્યું છે કે, નેહલ વડોલિયાએ જે વીડિયો અને સ્ક્રીનશોટ શેર કર્યા હતા, તેના અંગે તે સમયે જ સ્પષ્ટતા કરવામાં આવી ગઈ હતી. તેમ છતાં હવે આ વીડિયોને અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યો હોવાનું તેણે કહ્યું હતું. કરણે વધુમાં ઉમેર્યું હતું કે સોશિયલ મીડિયાને કાયદો સમજીને ફાયદો ઉઠાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, દરેક સ્ત્રીનું સન્માન કરવું આપણા બધાના સંસ્કારનો ભાગ છે અને તે સત્ય પર વિશ્વાસ રાખે છે.
ADVERTISEMENT
સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો હતો જ્યારે અભિનેત્રી નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેણે દાવો કર્યો હતો કે કરણ જોષી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર તેને વાંધાજનક અને અભદ્ર મેસેજ મોકલવામાં આવ્યા હતા. નેહલે કથિત ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા અને પોતાની સાથે થયેલી વાતચીત અંગે ખુલાસો કર્યો હતો. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સામે પક્ષ દ્વારા “એકાઉન્ટ હેક” થવાનું કારણ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો અને નેટીઝન્સમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઘણા લોકોએ આવા વર્તન સામે રોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે કેટલાક લોકોએ સત્ય બહાર આવવાની રાહ જોવાની વાત કરી હતી. જોકે થોડા સમય બાદ નેહલે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં વીડિયો અને સ્ક્રીનશોટ અનેક પ્લેટફોર્મ પર ફેલાઈ ચૂક્યા હતા.
આ પણ વાંચો : 'લાલો'ના કરણ જોષી પર 'તારક મહેતા' ફેમ એક્ટ્રેસના ગંભીર આરોપ, હચમચાવતી Insta ચેટ વાયરલ
ADVERTISEMENT
નેહલ વડોલિયા ટીવી અને OTT દુનિયાનું જાણીતું નામ માનવામાં આવે છે. તેણે લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નાની પરંતુ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તે અનેક વેબ સિરીઝ અને બોલ્ડ પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી ચૂકી છે. બીજી તરફ કરણ જોષી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉભરતો અભિનેતા માનવામાં આવે છે અને તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ને કારણે ખાસ ચર્ચામાં રહ્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT