ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / દિલ્હીમાં 1 નવેમ્બરે કોંગ્રેસની 'વોટ બચાવો-દેશ બચાવો' રેલી, 10 લાખ લોકોને ભેગા કરવાની તૈયારી
Last Updated: 12:21 AM, 24 October 2026
ADVERTISEMENT
દિલ્હીના રામલીલા મેદાન ખાતે આગામી 1 નવેમ્બરના રોજ યોજાનારી કોંગ્રેસની 'વોટ બચાવો-દેશ બચાવો' રેલીને પક્ષ દ્વારા એક ભવ્ય શક્તિ પ્રદર્શન તરીકે રજૂ કરવાની વ્યુહરચના તૈયાર કરવામાં આવી રહી છે. ખાસ કરીને રેલી પૂર્ણ થયા બાદ એક વિશાળ માર્ચ કાઢવાની પણ રણનીતિ ઘડવામાં આવી રહી છે. કોંગ્રેસની આ આગામી રેલીને લઈને સામે આવેલી વિગતો મુજબ, પાર્ટી માત્ર સભા યોજીને અટકી જવા માંગતી નથી, પરંતુ ત્યારબાદ કૂચ કરીને મોટો વિરોધ પ્રદર્શિત કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
ADVERTISEMENT
Today, along with Smt. @priyankagandhi ji, met with AICC In-Charge Sh. Rajendra Pal Gautam ji, UP PCC President Smt. Aradhana Misra-Mona ji, and senior leaders from UP Congress to discuss our mobilisation efforts for the Nov 1st INDIA Bloc Mega Rally against Vote Chori. We also held a meeting with the AICC In-charge Sh. Sanjay Dutt ji, PCC President Sh. Rao Narender Singh ji and senior leaders from Haryana for the same. This rally at Ramleela Maidan will be the culmination of a massive Delhi Chalo March which will reach the national capital on 1st November, where we expect at least 1 million citizens to march for our cause. Our programs against the criminal Vote Chori orchestrated by Gyanesh & Co. - at Modi-Shah's behest - will be historic. People from all across the country will be attending in massive numbers, and it will send a strong message to every corner of India that we are united in protecting our democracy and driving these Vote Chors out of power.
— K C Venugopal (@kcvenugopalmp) October 23, 2026
રેલીની તૈયારીઓના ભાગરૂપે હરિયાણા અને ઉત્તર પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે યોજાયેલી બેઠકોમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે સ્પષ્ટ કર્યું હતું કે આપણે માત્ર રેલી પૂરતું સીમિત નથી રહેવાનું, પરંતુ માર્ચ પણ કાઢવાની છે. કોંગ્રેસે આ રેલીને એક મોટા શક્તિ પ્રદર્શનના રૂપમાં પેશ કરવાની યોજના બનાવી છે. પાર્ટીનું મુખ્ય લક્ષ્ય આ ભવ્ય રેલીમાં અંદાજે 10 લાખ લોકોની જંગી જનમેદની એકત્રિત કરવાનું છે.
ADVERTISEMENT
આ રેલીનો મુખ્ય મુદ્દો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને એસઆઈઆર પ્રક્રિયા પર રોક લગાવવાનો છે. કોંગ્રેસનો ગંભીર આરોપ છે કે વર્તમાન ચૂંટણી પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે, જેને લઈને વિપક્ષ રસ્તાઓથી લઈને સંસદ સુધી પોતાનો અવાજ બુલંદ કરી રહ્યો છે. આ રેલીમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ મુખ્ય અને શીર્ષ નેતાઓ ઉપસ્થિત રહે તેવી પ્રબળ સંભાવના છે. કોંગ્રેસ આ આયોજનને વિપક્ષી એકતાના એક મોટા મંચ તરીકે જોઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ National / કેન્દ્ર સરકારનો ખાંડના વેપારીઓને દિવાળી પહેલાં રાહતનો નિર્ણય, 31 ડિસેમ્બર સુધી મળશે છૂટ!
આગામી 1 નવેમ્બરની આ વિશાળ રેલી અને પ્રસ્તાવિત માર્ચ આગામી રાજકીય ઘટનાક્રમોની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આના માધ્યમથી વિપક્ષ ચૂંટણી પ્રક્રિયા અને લોકતાંત્રિક સંસ્થાઓ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT