ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:37 PM, 23 October 2026
ADVERTISEMENT
બિહારના સિવાન જિલ્લાના આલમપુર ગામમાં શુક્રવારે ફટાકડામા આગ લાગતા એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ એટલા શક્તિશાળી હતા કે ઘરનો આગળનો ભાગ તુટી રસ્તા પર પડ્યો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. લગભગ બે કલાક સુધી વચ્ચે-વચ્ચે ધડાકા ચાલુ રહ્યા. મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
બિહારના સિવાન જિલ્લામાં શુક્રવારે ફટાકડામાં આગ લાગતા એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જામો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આલમપુર ગામમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો. શરૂઆતના અહેવાલો અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જોકે મૃતકોની સંખ્યા અને ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી.
જાણકારી અનુસાર આલમપુરના રહેવાસી મો. અમીરુદ્દીન મિયાંના ઘરમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા, જે ફટાકડાના વેપારી હોવાનું કહેવાય છે. ઘટના સમયે ઘણા લોકો ઘરની અંદર હાજર હોવાનું જાણવા મળ્યું છે. ફટાકડામાં આગ લાગી અને જ્વાળાઓએ ઝડપથી અન્ય ફટાકડાઓને પણ લપેટમાં લઈ લીધા.
ADVERTISEMENT
આગ લાગ્યા બાદ ઘરમાં એક પછી એક જોરદાર વિસ્ફોટો થયા. વિસ્ફોટોની તીવ્રતા એટલી બધી હતી કે ઘરના આગળના ભાગનો કાટમાળ તૂટી પડ્યો અને સીધો રસ્તા પર પડ્યો. આ ભયાનક ઘટનાએ આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાવ્યો. વિસ્ફોટોના અવાજથી સ્થાનિક લોકો ગભરાઈ ગયા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ National / કેન્દ્ર સરકારનો ખાંડના વેપારીઓને દિવાળી પહેલાં રાહતનો નિર્ણય, 31 ડિસેમ્બર સુધી મળશે છૂટ!
એસપીએ આ મામલે આ વાત કહી
ADVERTISEMENT
સીવાનના એસપી ભરત સોનીએ મીડિયાને જણાવ્યું હતું કે જામો પોલીસ સ્ટેશન વિસ્તારના આંદ્રુ પંચાયતના આલમપુર ગામમાં સાંજે 5:20 વાગ્યે વિસ્ફોટ થયો હોવાની સુચના મળી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગ્રામજનો અને ગામના વડા પાસેથી મળેલી માહિતી અનુસાર, પરિવારના સાત સભ્યો ઘરની અંદર હતા. જોકે બાકીના ત્રણ લોકોની સ્થિતિ સ્પષ્ટ નથી. સમયાંતરે થઈ રહેલા વિસ્ફોટોને કારણે તેમની સ્થિતિની પુષ્ટિ થઈ નથી. તબીબી ટીમની તપાસ પછી જ મૃત્યુઆંકની સંખ્યા સ્પષ્ટ થઇ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT