ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સંભાળજો..! આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું, અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

photo-story

7 ફોટો ગેલેરી

નેશનલ / સંભાળજો..! આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું, અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

Last Updated: 09:53 PM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે ચક્રવાતી વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે, જેને લઈને હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

1/7

photoStories-logo

1. સંભાળજો..! આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું, અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા લો-પ્રેશરને કારણે આગામી દિવસોમાં ચક્રવાતી વાવાઝોડું ત્રાટકવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ચક્રવાતી વાવાઝોડું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને તેની સાથે સંલગ્ન અગ્નિ-પૂર્વ ભાગમાં એક લો-પ્રેશર એરિયા એટલે કે હવાનું હળવું દક્ષિણ દબાણ સર્જાયું છે. આ સિસ્ટમ આગામી 24 ઓક્ટોબર સુધીમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. ત્યારબાદ તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને 25 તારીખ સુધીમાં વધુ તીવ્ર બનીને ડિપ્રેશનનું રૂપ ધારણ કરશે. આ સિલસિલો આગળ વધતા 26 ઓક્ટોબરની સવાર સુધીમાં તે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર એક ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે

આ સિસ્ટમના પ્રભાવને કારણે તે બે દિવસ સુધી વધુ શક્તિશાળી બનશે અને ઉત્તર આંધ્રપ્રદેશ તેમજ તેને લાગુ પડતા દક્ષિણ ઓડિસાના દરિયાકાંઠા તરફ આગળ વધશે. જેના પરિણામે 27 અને 28 ઓક્ટોબર દરમિયાન ઓડિસા અને તટીય આંધ્રપ્રદેશમાં અત્યંત ભારે એટલે કે મૂશળધાર વરસાદ ખાબકશે. આ ઉપરાંત 29 ઓક્ટોબરે પણ ઓડિસાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ભારે વરસાદનું એલર્ટ

બીજી બાજુ, અગ્નિ-પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા લક્ષદ્વીપ ક્ષેત્રમાં સર્જાયેલા હળવા દબાણના ક્ષેત્રને કારણે 27 ઓક્ટોબર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ તેમજ 23 થી 25 ઓક્ટોબર વચ્ચે કેરળ અને માહેમાં ખૂબ જ ભારે વરસાદ વરસશે. આજના દિવસે, એટલે કે 23 ઓક્ટોબરે દક્ષિણ તમિલનાડુમાં પણ ભારેથી અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં વરસાદની આગાહી

દક્ષિણ ભારતના હવામાનની વાત કરીએ તો આગામી દિવસોમાં અહીંના અનેક રાજ્યોમાં વરસાદનું યથાવત રહેશે. 23 થી 25 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, 23 થી 27 ઓક્ટોબર દરમિયાન કેરળ અને માહે, 23 થી 26 ઓક્ટોબર દરમિયાન લક્ષદ્વીપ, 23 થી 24 ઓક્ટોબર દરમિયાન તટીય કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તેમજ 27 થી 29 ઓક્ટોબર દરમિયાન તટીય આંધ્રપ્રદેશ અને યનમમાં વ્યાપક ભારે વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વાવાઝોડાની આગાહી

આ ઉપરાંત 26 થી 29 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, 28 થી 29 ઓક્ટોબર દરમિયાન કેરળ અને માહે, 27 થી 29 ઓક્ટોબર દરમિયાન લક્ષદ્વીપ અને તેલંગાણા, 25 થી 29 ઓક્ટોબર દરમિયાન તટીય કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટક, 23 થી 24 ઓક્ટોબર દરમિયાન ઉત્તર આંતરિક કર્ણાટક, 23 થી 26 ઓક્ટોબર દરમિયાન તટીય આંધ્રપ્રદેશ અને યનમ, તેમજ 23 થી 29 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 23 થી 24 ઓક્ટોબર દરમિયાન કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વાવાઝોડું ફૂંકાવવાની અને વીજળી પડવાની પૂરી સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. શાળાઓમાં રજા જાહેર

પુડુચેરી અને તેના ઉપનગરીય વિસ્તારોમાં રાત્રભર મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શુક્રવારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સતત વરસી રહેલા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રી એ. નમશિવયમે પુડુચેરી અને કરાઈકલ ક્ષેત્રની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં શુક્રવાર માટે રજા જાહેર કરી દીધી છે. અધિકૃત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન પુડુચેરી અને તેના ઉપનગરમાં 9.6 સેન્ટિમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે કરાઈકલ વિસ્તારમાં 4 સેન્ટિમીટર વરસાદ ખાબક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdate HeavyRain CycloneAlert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ