ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / શિયાળામાં પણ છૂટશે પરસેવો! પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સક્રિય થતાં ગરમ રહેશે આ વખતનો શિયાળો
Last Updated: 10:07 PM, 23 October 2026
ADVERTISEMENT
પ્રશાંત મહાસાગરમાં થઈ રહેલી મોટી હલચલને કારણે આ વર્ષે શિયાળાની ઋતુમાં પણ લોકોને ગરમી અને બફારાનો અનુભવ થઈ શકે છે. આગામી ડિસેમ્બર મહિનામાં અલ નીનો પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે, જેના પ્રભાવથી નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે ભારતમાં સામાન્ય કરતાં ઓછી ઠંડી પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે, ઉત્તર ભારતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ પશ્ચિમી વિક્ષોભ, પર્વતીય વિસ્તારોમાં થતી હિમવર્ષા અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી આવતા પવનો પર આધારિત રહેશે.
ADVERTISEMENT

આ સમયગાળા દરમિયાન દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં ક્યારેક ક્યારેક શીતલહેર ચાલુ થવાની શક્યતા છે. પશ્ચિમી પવનોના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં થોડા સમય માટે ઘટાડો નોંધાઈ શકે છે. છતાં પણ વાતાવરણના નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે લાંબા સમય સુધી આકરી ઠંડી પડવાની શક્યતા ખૂબ જ નહિવત છે.
ADVERTISEMENT

વિશ્વ હવામાન સંસ્થાના તાજેતરના મૂલ્યાંકન અનુસાર પ્રશાંત મહાસાગરમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને કારણે દક્ષિણ એશિયાના મોટા ભાગોમાં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય અથવા તો સામાન્ય કરતાં વધુ ઊંચું રહી શકે છે. પરિણામે શિયાળાની શરૂઆત પણ થોડી ગરમ અનુભવાય તેવા એંધાણ છે. વિશ્વ સંસ્થાના જણાવ્યા મુજબ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. અનેક આબોહવાકીય મોડેલો સંકેત આપી રહ્યા છે કે ડિસેમ્બરમાં આ પરિસ્થિતિ તેની ચરમસીમા પર પહોંચશે. સમુદ્રની સપાટીના તાપમાનમાં થતા ફેરફારોની સીધી અસર વૈશ્વિક હવામાન પર પડે છે. ભારતમાં પણ તેની અસર તાપમાન અને વરસાદની પેટર્ન પર સ્પષ્ટપણે જોવા મળી શકે છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાતનું માનવું છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સતત મજબૂત બની રહ્યો છે, જેની અસર આવતા વર્ષના ફેબ્રુઆરી મહિના સુધી જળવાઈ રહેવાની શક્યતા છે. જોકે, તેની અસર દેશના તમામ રાજ્યોમાં એકસરખી જોવા મળશે નહીં. હિંદ મહાસાગરની સ્થિતિ, પશ્ચિમી વિક્ષોભ અને સ્થાનિક વાતાવરણીય પરિબળો પણ ઠંડીની તીવ્રતા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

ADVERTISEMENT
અલ નીનોના કારણે ભારતમાં શિયાળો નબળો પડવાની શક્યતાનો અર્થ એવો બિલકુલ નથી કે ઠંડા પવનો ફૂંકાશે જ નહીં. જ્યારે પશ્ચિમી વિક્ષોભ સક્રિય થશે ત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા પણ થવાની શક્યતા છે. મેદાની વિસ્તારોમાં ટાઢા પવનો વાવા અને તાપમાન ગગડવાની સ્થિતિ પણ સર્જાશે, જેના કારણે કેટલાક દિવસો સુધી કડાકાની ઠંડીનો અનુભવ થઈ શકે છે. પરંતુ આ વખતે લાંબા ગાળા સુધી સતત આકરી શિયાળાની ઋતુ ટકી રહે તેવું અનુમાન નથી.
આ પણ વાંચોઃ National / કેન્દ્ર સરકારનો ખાંડના વેપારીઓને દિવાળી પહેલાં રાહતનો નિર્ણય, 31 ડિસેમ્બર સુધી મળશે છૂટ!
ADVERTISEMENT
જોકે, આ અંગે ભારતીય હવામાન વિભાગનું સત્તાવાર પૂર્વાનુમાન આવવાનું હજુ બાકી છે, જે સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી પ્રાપ્ત થયેલા તમામ વૈશ્વિક સંકેતો દર્શાવે છે કે આ વખતે દેશમાં શિયાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT