ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:38 AM, 24 October 2026
ADVERTISEMENT
દેશભરના લાખો EPS પેન્શનરોની એક મુખ્ય માંગ આવતા મહિને પૂરી થઈ શકે છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) લઘુત્તમ માસિક પેન્શનને 1,000 રુપિયા થી વધારીને 7,500 રુપિયા કરી શકે છે. 'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના એક અહેવાલ મુજબ, EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની 240મી બેઠક 19 નવેમ્બરે ગુજરાતના ગીરમાં યોજાવાની શક્યતા છે. આ બેઠક દરમિયાન, એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ લઘુત્તમ માસિક પેન્શન વધારવાના પ્રસ્તાવ પર વિચારણા થઈ શકે છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2014માં EPS (ઈપીએસ) હેઠળ લઘુત્તમ પેન્શન દર મહિને 1000 રુપિયા નક્કી કર્યું હતું. છેલ્લા એક દાયકામાં દેશમાં મોંઘવારી અનેકગણી વધી ગઈ છે. આ કારણસર, પેન્શનરોનાં સંગઠનો અને ટ્રેડ યુનિયનો સતત લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આજના સમયમાં 1000 રુપિયા જેવી નજીવી રકમ દવાઓ અને પાયાની જરૂરિયાતોનો ખર્ચ પૂરો કરવા માટે અપૂરતી છે. યુનિયનો માંગ કરી રહ્યા છે કે માસિક લઘુત્તમ પેન્શન વધારીને 7,500 રુપિયા કરવામાં આવે અને તેની સાથે મોંઘવારી ભથ્થું (DA) પણ આપવામાં આવે.
ન્યૂતમ વેતનમાં થઇ ચુક્યો છે વધારો
ADVERTISEMENT
લઘુત્તમ પેન્શનમાં વધારો થવાની શક્યતા એ હકીકતથી વધુ પ્રબળ બને છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં EPFO હેઠળ આવતા કર્મચારીઓ માટે ફરજિયાત વેતન મર્યાદા 15,000 રુપિયાથી વધારીને 25,000 રુપિયા પ્રતિ માસ કરી દીધી છે. વધુમાં, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં સંકેત આપ્યો છે કે સરકાર સંબંધિત નિયમોની સમીક્ષા કરી રહી છે અને પેન્શનમાં વધારાની માંગ પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવી રહી છે.
આ પણ વાંચોઃ સોનું 1900 રૂપિયા સસ્તું થયું, તો ચાંદી કેટલી સસ્તી થઇ? જાણો આજના રેટ
ADVERTISEMENT
19 નવેમ્બરે થશે બેઠક
19 નવેમ્બરે યોજાનારી બેઠક વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે ઘણાં વર્ષોમાં પ્રથમ વખત બોર્ડ દિલ્હીના ઈસ્ટ કિદવાઈ નગર સ્થિત EPFO મુખ્યાલયની બહાર જઈને અન્ય રાજ્યમાં બેઠક યોજવા જઈ રહ્યું છે. હવે સૌની નજર 19 નવેમ્બરની આ મહત્વપૂર્ણ બેઠક પર ટકેલી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો