ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઓખા નજીક માછીમારી કરતી બોટમાં એન્જિન બ્લાસ્ટ બાદ આગ, બોટ દરિયામાં ગરકાવ, પાંચેય ખલાસીનો બચાવ!
Last Updated: 05:07 PM, 31 October 2026
ADVERTISEMENT
ઓખા: ઓખાથી અંદાજે 25 નોટિકલ માઈલ દૂર મધદરિયે માછીમારી કરી રહેલી ‘ફેઝાને કામુલસા’ નામની બોટમાં ગઈકાલે સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બોટમાં સવાર પાંચ ખલાસીઓનો સદનસીબે આબાદ બચાવ થયો હતો, જોકે આગની લપેટમાં આવેલી આખી બોટ દરિયામાં ડૂબી ગઈ હતી.
ADVERTISEMENT
દ્વારકામાં મધદરિયે બોટમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ! #Okha #Dwarka #FishingBoat #BoatFire #VTVDigital https://t.co/79Eh5uHOQN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 31, 2026
પ્રાથમિક માહિતી અનુસાર, માછીમારી દરમિયાન બોટના એન્જિનમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર બોટને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગને કારણે બોટને ભારે નુકસાન થયું હતું અને અંતે બોટ મધદરિયે જ ડૂબી ગઈ હતી.
ADVERTISEMENT
ઓખા નજીક એન્જિનમાં બ્લાસ્ટ બાદ માછીમારી કરતી બોટ દરિયામાં ડૂબી દ્વારકામાં ઓખા નજીક મધદરિયે માછીમારી કરતી બોટ ‘ફેઝાને કામુલસા’ના એન્જિનમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. ઓખાથી અંદાજે 25 નોટિકલ માઈલ દૂર બનેલી આ ઘટનામાં આગની લપેટમાં આવેલી બોટે જળસમાધિ લીધી હતી. આ બોટ સલાયાના રહેવાસી હાસમ આદમ ચમડીયાની હોવાનું સામે આવ્યું છે. જોકે, ઘટના સમયે બોટ પર સવાર તમામ 5 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. #Okha #Dwarka #FishingBoat #BoatFire #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 31, 2026
આ ઘટનામાં બોટમાં સવાર પાંચેય ખલાસીઓનો બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, માછીમારી બોટ સંપૂર્ણપણે દરિયામાં ગરકાવ થઈ જતાં માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આ બોટના માલિક સલાયાના રહેવાસી હાસમ આદમ ચમડીયા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કમોસમી વરસાદ માટે તૈયાર રહેજો, નોંધી લેજો અંબાલાલ પટેલની આ નવી તારીખો
મધદરિયે બનેલી આ આગની ઘટનાને પગલે માછીમાર સમાજમાં ચિંતાની સાથે શોકની લાગણી પ્રસરી છે. સદનસીબે પાંચેય ખલાસીઓ સુરક્ષિત બચી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.