ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિલ્હીમાં SIR પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ, જૂની યાદીમાં નામ હતા તો ફોર્મ 6 કેમ મંગાવ્યું?

નેશનલ / દિલ્હીમાં SIR પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ, જૂની યાદીમાં નામ હતા તો ફોર્મ 6 કેમ મંગાવ્યું?

Published By: Pravin Joshi

Last Updated: 06:26 PM, 28 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા વચ્ચે સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ સામે મોટો સવાલ ઉઠાવ્યો છે.

ADVERTISEMENT

દિલ્હીમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા વચ્ચે સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ સામે મોટો સવાલ ઉઠાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે પૂછ્યું છે કે જ્યારે મતદારો અગાઉથી જ 2026ની મતદાર યાદીમાં સામેલ હતા, ત્યારે તેમના નામ હટાવીને તેમને નવું ફોર્મ 6 ભરવા માટે કેમ કહેવામાં આવ્યું? આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને દિલ્હીમાં એસઆઈઆર માટેની સમયમર્યાદા લંબાવવા અને નામાંકન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે પણ નિર્દેશ આપ્યો છે.

SIR-Form-Online

બુધવારે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની એસઆઈઆર પ્રક્રિયા અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે જે નાગરિકો પહેલેથી જ 2026ની સત્તાવાર મતદાર યાદીમાં નોંધાયેલા હતા, તેમને યાદીમાંથી દૂર કર્યા પછી ફોર્મ 6 ભરવાની ફરજ કેમ પાડવામાં આવી રહી છે?

election-commission

સુનાવણી દરમિયાન અદાલતે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે મતદાર યાદીની એસઆઈઆર પ્રક્રિયા માટેનું ફોર્મ 6 એ બદલી ન શકાય તેવું છે. આ સંજોગોમાં ફોર્મ 6, 7 અને 8 સહિતના કોઈપણ ફોર્મના માળખામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. જોકે, સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ એ વાત પર વિચાર કરવા માટે રાજી થયું છે કે જે મતદારો અન્ય સ્થળોએ સ્થાનાંતરિત થઈ ગયા છે, તેમને એન્યુમરેશન ફોર્મ અથવા ફોર્મ 8 ભરવાની છૂટ કેમ ન આપી શકાય.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં એસઆઈઆર અભિયાન અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કુલ 47.5 લાખ નામ રદ કરવામાં આવ્યા હતા. પ્રક્રિયા હવે તેના અંતિમ તરણ તરફ આગળ વધી રહી છે, ત્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલા વિશેષ શિબિરો દરમિયાન ફોર્મ ૬ માટે માત્ર 27,510 અરજીઓ જ પ્રાપ્ત થઈ છે.

Suprem-court-vtv

સત્તાવાર આંકડાઓ અનુસાર, આ સમગ્ર પ્રક્રિયાની શરૂઆતમાં દિલ્હીમાં કુલ 1.45 કરોડ મતદારો નોંધાયેલા હતા. તેમાંથી 47.5 લાખ નામોને ગેરહાજર, અન્યત્ર સ્થળાંતરિત, મૃત અથવા ડુપ્લિકેટ શ્રેણી હેઠળ ગણીને યાદીમાંથી બાદ કરવામાં આવ્યા હતા. આ બાદબાકી પછી કુલ 98.53 લાખ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો : વાવાઝોડું અર્નબ ટકરાયું, 135 કિમી ઝડપે ફૂંકાયો પવન, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, 50 ટ્રેનો-21 ફ્લાઇટ્સ રદ

ગત 31 ઓગસ્ટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ, ચૂંટણી પંચને 26 ઓક્ટોબર સુધીમાં ફોર્મ 6 અંતર્ગત કુલ 2.67 લાખ અરજીઓ મળી ચૂકી છે. આમાંથી 27,510 અરજીઓ ખાસ આયોજિત શિબિરો દ્વારા મેળવવામાં આવી હતી. આ તમામ અરજીઓ એવા મતદારો દ્વારા કરવામાં આવી છે જેઓ આગામી 4 ડિસેમ્બરે પ્રકાશીત થનારી આખરી મતદાર યાદીમાં પોતાનું નામ સન્માનપૂર્વક જોડાવવા માંગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DelhiSIR ElectionCommission SupremeCourt

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ