ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / UPમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં 12 MLC બેઠકો માટે યોજાશે ચૂંટણી, ભાજપ અને સપા વચ્ચે ખેલાશે રાજકીય સંગ્રામ

નેશનલ / UPમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં 12 MLC બેઠકો માટે યોજાશે ચૂંટણી, ભાજપ અને સપા વચ્ચે ખેલાશે રાજકીય સંગ્રામ

Published By: Pravin Joshi

Last Updated: 06:07 PM, 28 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે 12 MLC બેઠકોની ચૂંટણીમાં બદલાયેલા સંખ્યાબળને કારણે એનડીએને બેઠકોનું નુકસાન અને સપાને ફાયદો થવાનો અંદાજ છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાજકીય સરગમ તેજ બની છે. રાજ્યમાં ૨૦૨૭ની મહાસંગ્રામ પૂર્વે વિધાન પરિષદ (MLC)ની 12 બેઠકો માટે નવેમ્બર-ડિસેમ્બર 2026માં ચૂંટણી યોજાય તેવી પૂર્ણ શક્યતા છે. આ 12 બેઠકો પર ચૂંટાયેલા સભ્યોની મુદત 30 જાન્યુઆરી 2027ના રોજ પૂર્ણ થઈ રહી છે. નિયમ મુજબ વિધાનસભાના ધારાસભ્યો મતદાન કરીને વિધાન પરિષદના સભ્યોની પસંદગી કરશે. વર્તમાન સમયમાં આ 12 પૈકી 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અને 1 બેઠક પર સમાજવાદી પાર્ટીનો કબ્જો છે.

AKHILESH-1

તત્કાલીન વિધાનસભાના સંખ્યાબળના આધારે જાન્યુઆરી 2021માં યોજાયેલી ચૂંટણી વખતે ભાજપ પાસે 304 ધારાસભ્યોનું સંખ્યાબળ હતું, જ્યારે સમાજવાદી પાર્ટી પાસે માત્ર 47 ધારાસભ્યો હતા. તે સમયે ભાજપે 10 બેઠકો પર જીત મેળવી હતી અને સમાજવાદી પાર્ટીને 2 બેઠકો મળી હતી. ભાજપ તરફથી તત્કાલીન ઉપમુખ્યમંત્રી ડૉ. દિનેશ શર્મા, તત્કાલીન પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ, પૂર્વ આઈએએસ અરવિંદ શર્મા, લક્ષ્મણ આચાર્ય, બુંદેલખંડ વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ કુંવર માનવેન્દ્ર સિંહ, પ્રદેશ મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લા, અશ્વિની ત્યાગી, સલિલ વિશ્નોઈ, ધર્મવીર પ્રજાપતિ અને સુરેન્દ્ર ચૌધરી વિધાન પરિષદના સભ્ય બન્યા હતા.

CM-YOGI-A

બીજી તરફ, સમાજવાદી પાર્ટીમાંથી વિધાન પરિષદ પક્ષના નેતા અહમદ હસન અને રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરી વિજેતા બન્યા હતા. બાદમાં અહમદ હસનનું અવસાન થતાં તે બેઠક પર ભાજપના ધર્મેન્દ્ર સેંથવાર ચૂંટાયા હતા. આ ઉપરાંત, લક્ષ્મણ આચાર્યની સિક્કિમના રાજ્યપાલ તરીકે નિમણૂક થતાં તેમની જગ્યાએ પદ્મસેન ચૌધરી અને દિનેશ શર્મા રાજ્યસભામાં જતાં તેમની બેઠક પર દારા સિંહ ચૌહાણ વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. આમ, ભાજપનું સંખ્યાબળ વધીને 11 થયું હતું.

જોકે, વર્તમાન વિધાનસભાની સ્થિતિમાં મોટો ફેરફાર થયો છે. હાલ ભાજપ પાસે 256 ધારાસભ્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટી પાસે 101 ધારાસભ્યો છે. શાસક એનડીએના સહયોગી પક્ષો અને અન્ય સમર્થક ધારાસભ્યો મળીને એનડીએનું પ્રભાવી સંખ્યાબળ આશરે 294 માનવામાં આવે છે. આ બદલાયેલા ગણિતના કારણે આગામી ચૂંટણીમાં એનડીએને 8 થી 9 બેઠકો અને સમાજવાદી પાર્ટીને 3 થી 4 બેઠકો મળવાનો અંદાજ છે. પરિણામે એનડીએને 2 થી 3 બેઠકોનું નુકસાન અને સમાજવાદી પાર્ટીને 2 થી 3 બેઠકોનો ફાયદો થઈ શકે છે.

વધુ વાંચો : વાવાઝોડું અર્નબ ટકરાયું, 135 કિમી ઝડપે ફૂંકાયો પવન, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, 50 ટ્રેનો-21 ફ્લાઇટ્સ રદ

ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરી 2027ના રોજ જે 12 બેઠકોની મુદત પૂરી થાય છે તેમાં ભાજપના સ્વતંત્ર દેવ સિંહ, અરવિંદ કુમાર શર્મા, કુંવર માનવેન્દ્ર સિંહ, ગોવિંદ નારાયણ શુક્લા, સલિલ વિશ્નોઈ, અશ્વિની ત્યાગી, ધર્મવીર પ્રજાપતિ, સુરેન્દ્ર ચૌધરી, ધર્મેન્દ્ર સેંથવાર, પદ્મસેન ચૌધરી અને દારા સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે, જ્યારે સમાજવાદી પાર્ટીમાંથી રાજેન્દ્ર ચૌધરીની મુદત પૂર્ણ થશે. સમાજવાદી પાર્ટી માટે વિધાન પરિષદમાં પોતાનું સભ્યબળ વધારવાની આ શ્રેષ્ઠ તક માનવામાં આવી રહી છે. 6 વર્ષની મુદત ધરાવતી આ બેઠકો માટે આખરી સંગ્રામ વિધાનસભા ચૂંટણી પહેલાં જ ખેલાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MLCElection UPNews UPPolitics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ