ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આગામી 7 દિવસ હવામાનમાં નહીં આવે મોટો ફેરફાર, જાણો અમદાવાદ સહિતના શહેરોમાં કેટલું રહેશે તાપમાન
6 ફોટો ગેલેરી
Last Updated: 06:49 AM, 4 November 2026
1/6
નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, છતાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. સામાન્ય રીતે આ સમયગાળામાં ઠંડીની શરૂઆત થવાની અપેક્ષા હોય છે, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ તાપમાનનો પારો સામાન્ય કરતા ઊંચો નોંધાઈ રહ્યો છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ, રાત્રિના તાપમાનમાં પણ ઠંડીનું પ્રમાણ ખાસ વધ્યું નથી. હવામાનની આ સ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળશે કે નહીં તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.
2/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલું જ નહીં, આગામી 7 દિવસ દરમિયાન પણ રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ઉલટફેર જોવા મળે તેવી સંભાવના નથી. એટલે કે, આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં હાલની ગરમ હવામાનની સ્થિતિ યથાવત રહી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
3/6
ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે આગામી દિવસોમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. હવામાન વિભાગના નેશનલ સેન્ટર ફોર વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ અનુસાર, 13 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠું થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન પણ ગુજરાતમાં ક્યાંય માવઠું નોંધાયું નથી. આમ, આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી છે. ગઈકાલે રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 17.8 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે નલિયામાં અન્ય વિસ્તારોની સરખામણીએ ઠંડકનો અનુભવ થયો હતો. જોકે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો રહ્યો હતો.
4/6
અમદાવાદમાં આજે સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થશે, જ્યારે વહેલી સવારે અને રાત્રિના સમયે વાતાવરણ પ્રમાણમાં ઠંડું રહી શકે છે. રાજકોટમાં આજે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ રાજકોટમાં મહત્તમ તાપમાન વધુ રહેવાની આગાહી છે.
ADVERTISEMENT
5/6
સુરત શહેરમાં આજે આકાશ ચોખ્ખું રહેશે. અહીં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ખાસ કરીને રાત્રિના સમયે પણ લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની આગાહી હોવાથી ગરમ વાતાવરણનો અનુભવ થઈ શકે છે. વડોદરામાં આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે. દિવસ દરમિયાન ગરમી રહેશે, જ્યારે રાત્રિના સમયે તાપમાનમાં થોડો ઘટાડો થતાં વાતાવરણ પ્રમાણમાં અનુકૂળ રહી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ