ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પની ખુરશી નહીં જાય, પરંતુ વધી શકે છે મુશ્કેલીઓ!

વિશ્વ / અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પની ખુરશી નહીં જાય, પરંતુ વધી શકે છે મુશ્કેલીઓ!

Published By: Nidhi Panchal

Last Updated: 08:17 AM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે માત્ર રાજકીય પરીક્ષા નહીં, પરંતુ આગામી બે વર્ષના શાસનનું ભવિષ્ય નક્કી કરનારી સાબિત થઈ શકે છે. જો રિપબ્લિકન પાર્ટી હારી જાય તો ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદ નહીં જાય, પરંતુ મહાભિયોગ, સરકારી તપાસ અને સંસદમાં વિરોધનો સામનો કરવો પડી શકે છે.

ADVERTISEMENT

અમેરિકાના રાજકારણમાં મધ્યસત્ર ચૂંટણીઓનું વિશેષ મહત્ત્વ હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના બરાબર બે વર્ષ બાદ યોજાતી આ ચૂંટણીઓ રાષ્ટ્રપતિની લોકપ્રિયતા અને તેમની સરકારના કામકાજનું મૂલ્યાંકન પણ કરે છે. આ વખતે મધ્યસત્ર ચૂંટણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટી કસોટી બની શકે છે. જો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી ચૂંટણીમાં હારી જાય અને ડેમોક્રેટ્સને સંસદમાં બહુમતી મળે તો ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદ છીનવાઈ જશે નહીં, પરંતુ તેમના માટે આગામી બે વર્ષ મુશ્કેલ બની શકે છે.

trump-normal

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને સેનેટની લગભગ એક તૃતીયાંશ બેઠકો માટે મતદાન થાય છે. આ ચૂંટણીનાં પરિણામો નક્કી કરે છે કે કોંગ્રેસના બંને ગૃહોમાં કયા પક્ષનું વર્ચસ્વ રહેશે. જો ડેમોક્રેટ્સ બહુમતી મેળવવામાં સફળ થાય તો ટ્રમ્પ સરકારના નિર્ણયો સામે સંસદમાં વિરોધ વધુ મજબૂત બની શકે છે.

સંસદમાં ટ્રમ્પની મુશ્કેલીઓ વધશે, ડેમોક્રેટ્સને મળશે તપાસની સત્તા

જો ડેમોક્રેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવે છે તો તેમને સંસદની અનેક મહત્ત્વપૂર્ણ સમિતિઓ પર નિયંત્રણ મળી શકે છે. આ સમિતિઓ દ્વારા ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયો પર સવાલ ઉઠાવી શકાશે. સરકારી અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવા, દસ્તાવેજોની માંગણી કરવા અને જરૂર પડે તો સમન્સ જારી કરવાની સત્તા પણ સમિતિઓ પાસે રહેશે. આ સ્થિતિમાં ટ્રમ્પ માટે પોતાની નીતિઓ અને નિર્ણયોનો અમલ કરવો મુશ્કેલ બની શકે છે.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે પોતાના અધિકારો જાળવી રાખશે

જોકે, ચૂંટણીમાં હાર્યા બાદ પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે પોતાના અધિકારો જાળવી રાખશે. તેઓ અનેક બાબતોમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર એટલે કે કાર્યકારી આદેશો જારી કરી શકશે. તેમ છતાં, સંસદમાં ડેમોક્રેટ્સનું વર્ચસ્વ વધવાથી સરકારના કામકાજમાં અવરોધો ઊભા થઈ શકે છે. ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહીનો ખતરો. મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીત થાય તો ટ્રમ્પ સામે મહાભિયોગની ચર્ચા ફરી તેજ બની શકે છે. અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પાસે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની સત્તા છે. આ કાર્યવાહી માટે સામાન્ય બહુમતી એટલે કે સરળ બહુમતીની જરૂર પડે છે.

રાષ્ટ્રપતિને તરત જ પદ પરથી હટાવી દેવામાં આવશે

જોકે, મહાભિયોગની કાર્યવાહી શરૂ થવાનો અર્થ એ નથી કે રાષ્ટ્રપતિને તરત જ પદ પરથી હટાવી દેવામાં આવશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મહાભિયોગનો પ્રસ્તાવ પસાર થયા બાદ સેનેટમાં ટ્રાયલ યોજાય છે. રાષ્ટ્રપતિને દોષિત ઠેરવીને પદ પરથી દૂર કરવા માટે સેનેટમાં બે તૃતીયાંશ સભ્યોના સમર્થનની જરૂર પડે છે. એટલે કે ડેમોક્રેટ્સની જીત ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાનો રસ્તો ખોલી શકે છે, પરંતુ તેમને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવાની ખાતરી આપતી નથી.

ઈરાન સાથેના યુદ્ધને લઈને પણ વધી શકે છે મુશ્કેલીઓ

ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ પણ ટ્રમ્પ માટે મોટો પડકાર બની શકે છે. જો ડેમોક્રેટ્સને સંસદમાં બહુમતી મળે તો તેઓ યુદ્ધ સંબંધિત નિર્ણયો અને તેના પર થઈ રહેલા ખર્ચ અંગે ટ્રમ્પ સરકારને સવાલ કરી શકે છે. આ ઉપરાંત સંરક્ષણ બજેટ અને લશ્કરી ખર્ચને લઈને સંસદીય સુનાવણીની માંગ પણ થઈ શકે છે.

વધારાનું ભંડોળ ફાળવવાના મુદ્દે પણ કોંગ્રેસમાં મતભેદ વધી શકે

યુદ્ધ માટે વધારાનું ભંડોળ ફાળવવાના મુદ્દે પણ કોંગ્રેસમાં મતભેદ વધી શકે છે. ડેમોક્રેટ્સ બહુમતીમાં હશે તો યુદ્ધ માટે વધારાના ભંડોળને મંજૂરી આપવાની પ્રક્રિયા મુશ્કેલ બનાવી શકે છે. જોકે, તેનો અર્થ એવો નથી કે ડેમોક્રેટ્સ ચૂંટણી જીતે તો યુદ્ધનું ભંડોળ આપમેળે બંધ થઈ જશે. રાષ્ટ્રપતિ પાસે વિદેશ નીતિ અને લશ્કરી કાર્યવાહી સંબંધિત અનેક સત્તાઓ યથાવત રહેશે.

શું એલોન મસ્કની કંપનીઓ પણ તપાસના દાયરામાં આવશે?

આ મધ્યસત્ર ચૂંટણીની અસર માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પૂરતી સીમિત નહીં રહે. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક અને તેમની કંપનીઓ માટે પણ આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેમોક્રેટ્સ ટ્રમ્પ સાથે જોડાયેલા વ્યવસાયો અને સરકારી કરારો પર નજર રાખી રહ્યા છે. આ તપાસમાં એલોન મસ્કની કંપનીઓનો મુદ્દો પણ સામે આવી શકે છે. ખાસ કરીને મસ્કની કંપનીઓ ટેસ્લા અને સ્પેસએક્સ સાથે જોડાયેલા સરકારી વ્યવહારો, સરકારી કરારો અને નિયમનકારી બાબતોની તપાસ કરવાની માંગ થઈ શકે છે. આ ઉપરાંત ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ સરકારી ખર્ચ ઘટાડવા માટે બનાવવામાં આવેલી સંસ્થા DOGEમાં એલોન મસ્કની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવી શકે છે.

કોઈ તપાસમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવી

જોકે, અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે એલોન મસ્કની કંપનીઓને અત્યાર સુધી કોઈ તપાસમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવી નથી અને ન તો તપાસ માટેની અંતિમ યાદી તૈયાર કરવામાં આવી છે. આ મુદ્દે ડેમોક્રેટ્સ દ્વારા તપાસની માંગ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી હાર્યા બાદ પણ ટ્રમ્પની વિદેશ નીતિ પર રહેશે પકડ. મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી હારી જાય તો પણ ટ્રમ્પની તમામ સત્તાઓ સમાપ્ત થઈ જશે નહીં. તેઓ ટેરિફ, વેપાર અને વિદેશ નીતિ સંબંધિત અનેક નિર્ણયો લઈ શકશે. જોકે, સ્થાનિક નીતિઓ અને બજેટ સંબંધિત મોટા નિર્ણયો લેવામાં તેમને ડેમોક્રેટ્સના વિરોધનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : મૂડ ઓફ અમેરિકા: મિડ-ટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વર્ચસ્વની આજે ખરી અગ્નિપરીક્ષા

બીજી તરફ, જો સેનેટમાં પણ ડેમોક્રેટ્સ બહુમતી મેળવે તો ટ્રમ્પ માટે નવા સરકારી અધિકારીઓ અને ન્યાયાધીશોની નિમણૂક કરવી મુશ્કેલ બની શકે છે. સેનેટમાં ડેમોક્રેટ્સ આવી નિમણૂકોને મંજૂરી આપવામાં અવરોધ ઊભો કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Midterm Elections Elon Musk Companies Donald Trump

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ