ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / સોફ્ટવેર કંપની SUSEમાં મોટી છટણી, 10% કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની તૈયારી; AIને ગણાવાયું મુખ્ય કારણ!
Last Updated: 11:42 AM, 3 November 2026
ADVERTISEMENT
આ છટણી પાછળ AI અને ઓટોમેશનને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. કંપનીમાં આશરે 1,900 કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી લગભગ 190 લોકોની નોકરી પર સંકટ આવી શકે છે. કંપનીના CEOએ કર્મચારીઓને મોકલેલા મેમોમાં આ નિર્ણય અંગે માહિતી આપી છે. હવે કંપની પોતાની ટીમ, કામ કરવાની રીત અને ભવિષ્યની યોજનામાં ફેરફાર કરવા જઈ રહી છે.
ADVERTISEMENT
ઓપન સોર્સ સોફ્ટવેર બનાવતી કંપની SUSEમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની તૈયારી ચાલી રહી છે. કંપની પોતાના કુલ કર્મચારીઓમાંથી 10 ટકા લોકોને બહારનો રસ્તો બતાવી શકે છે. SUSEમાં આશરે 1,900 કર્મચારીઓ છે. આ ગણતરી પ્રમાણે લગભગ 190 કર્મચારીઓની નોકરી જઈ શકે છે.કંપનીના CEO ડર્ક પીટર વાન લ્યુવેનના જણાવ્યા પ્રમાણે, AI અને ઓટોમેશનના વધતા ઉપયોગને કારણે કંપનીમાં આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં છટણી અંગે માહિતી આપવામાં આવી છે. આ નિર્ણયથી સોફ્ટવેર ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની નોકરી અંગે ચિંતા વધી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કંપનીના CEOએ જણાવ્યું કે SUSEએ પોતાની સ્ટ્રેટેજી, કર્મચારીઓની સ્કિલ્સ અને ટીમ સ્ટ્રક્ચરની સમીક્ષા કરી છે. AIની ક્ષમતા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં કંપનીએ પોતાની કામ કરવાની રીત અને જવાબદારીઓ ફરીથી નક્કી કરવાની જરૂર છે.CEOએ મેમોમાં જણાવ્યું કે કંપની હવે હાલની ટીમની રચના અને ખર્ચના માળખા સાથે આગળ વધી શકે તેમ નથી. બદલાતા ટેક્નોલોજીના સમયમાં કંપનીને પોતાની કામગીરીમાં ફેરફાર કરવાની જરૂર પડી રહી છે. આ સમીક્ષા બાદ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
કંપનીના જણાવ્યા પ્રમાણે, આધુનિક AI અને ઓટોમેશન ટૂલ્સ ટીમોને પહેલાં કરતાં ઝડપથી કામ કરવામાં મદદ કરી રહ્યાં છે. આ ટૂલ્સના ઉપયોગથી કર્મચારીઓની કામગીરી વધુ ઝડપી અને સરળ બની રહી છે.કંપનીનું માનવું છે કે ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે કેટલીક જૂની જવાબદારીઓ અને કામ કરવાની પદ્ધતિઓની જરૂરિયાત ઘટી રહી છે. CEOએ મેમોમાં જણાવ્યું કે કેટલીક હાલની ભૂમિકાઓ હવે કંપની માટે જરૂરી રહી નથી. આ જ કારણથી ટીમના માળખામાં ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મેક્સિકોની શાળાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ, સરકારના નિર્ણયથી વાલીઓએ વ્યક્ત કરી ચિંતા!
ADVERTISEMENT
છટણીમાં કોની નોકરી જશે તેની માહિતી 4 નવેમ્બરે કર્મચારીઓને આપવામાં આવશે. ત્યારબાદ આગામી સપ્તાહથી કર્મચારીઓ સાથે વન-ટુ-વન મીટિંગ શરૂ કરવામાં આવશે. આ મીટિંગમાં કર્મચારીઓને તેમની નોકરી અને આગળની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવશે.કંપની 16 નવેમ્બરે વર્ષ 2027 માટેની પોતાની સ્ટ્રેટેજી રજૂ કરવાની છે. આ નવી યોજનામાં AI અને ઓટોમેશનની ભૂમિકા મહત્વની રહેવાની શક્યતા છે. કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો પણ કંપનીના આગામી આયોજનનો ભાગ હોવાનું માનવામાં આવે છે.
AI અને ઓટોમેશનના વધતા ઉપયોગથી ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરીઓ અંગે ચિંતા વધી રહી છે. કંપનીઓ હવે ઓછા સમયમાં વધુ કામ કરવા માટે AI ટૂલ્સનો ઉપયોગ વધારી રહી છે. આ બદલાવને કારણે કેટલીક જગ્યાએ કર્મચારીઓની જરૂરિયાત ઘટી રહી છે.ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ઓરેકલ જેવી મોટી ટેક કંપનીઓમાં પણ કર્મચારીઓની છટણીના સમાચાર સામે આવ્યા છે. SUSEનો નિર્ણય પણ આ જ બદલાતા ટેકનોલોજીકલ માહોલ સાથે જોડાયેલો છે. જોકે, AIના કારણે કઈ પ્રકારની નોકરીઓ પર વધુ અસર પડશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ