ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / મધ્યસત્ર ચૂંટણીઓ વચ્ચે ઇરાનના કેશમ ટાપુ પર અમેરિકાએ મોટા હુમલો કર્યાનો દાવો

વિશ્વ / મધ્યસત્ર ચૂંટણીઓ વચ્ચે ઇરાનના કેશમ ટાપુ પર અમેરિકાએ મોટા હુમલો કર્યાનો દાવો

Published By: Priykant Shrimali

Last Updated: 07:19 AM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Iran Conflict : અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તણાવ, છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા ઈરાન વિરુદ્ધ ગુપ્ત રીતે મર્યાદિત સ્તરે હુમલા કરી રહ્યું હતું, પરંતુ હવે મોટા હુમલાની વાત સામે આવતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા

ADVERTISEMENT

US Iran Conflict : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાનના કેશમ (Qeshm) ટાપુ પર અમેરિકાએ મોટો હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા ઈરાન વિરુદ્ધ ગુપ્ત રીતે મર્યાદિત સ્તરે હુમલા કરી રહ્યું હતું, પરંતુ હવે મોટા હુમલાની વાત સામે આવતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાનના કેશમ ટાપુ પર અમેરિકાએ મોટો હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા ઈરાન પર ગુપ્ત રીતે નાના સ્તરના હુમલા કરી રહ્યું હોવાની વાત પણ અહેવાલમાં કરવામાં આવી છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે મોટું યુદ્ધ ટળી શકે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : અંતરિક્ષમાંથી મળ્યા આલ્કોહોલના વાદળ? એ પણ એવાં, જેમાં પૃથ્વી આખી સમાઈ જાય!

નેતન્યાહૂ અમેરિકા પર હુમલા માટે દબાણ કરી રહ્યા હોવાનો દાવો

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પૂર્ણ થયા બાદ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ વધુ એક મોટો હુમલો કરવા દબાણ કરી રહ્યા હતા. મધ્યસત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવાથી દૂર રહેતા હોવાની ચર્ચા હતી, જ્યારે ઇઝરાયલ તરફથી સૈન્ય કાર્યવાહી માટે દબાણ કરવામાં આવતું હોવાનો દાવો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Iran Conflict Qeshm Island Attack Trump Netanyahu

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ