ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / મેક્સિકોની શાળાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ, સરકારના નિર્ણયથી વાલીઓએ વ્યક્ત કરી ચિંતા!

વિશ્વ / મેક્સિકોની શાળાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ, સરકારના નિર્ણયથી વાલીઓએ વ્યક્ત કરી ચિંતા!

Published By: Bijal Vyas

Last Updated: 09:21 AM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેક્સિકન સરકારે શાળાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, જેનો ઉદ્દેશ્ય બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવાનો અને તેમને ડિજિટલ વ્યસનથી બચાવવાનો છે, જોકે કટોકટીની પરિસ્થિતિઓમાં અથવા ચોક્કસ જરૂરિયાતો માટે ફોનનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.

ADVERTISEMENT

મેક્સિકોમાં, શાળાઓમાં વર્ગ દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ મંગળવારથી અમલમાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આનાથી બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે અને મોબાઈલ ફોનની લત ઘટશે. જોકે, કેટલાક વાલીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે; તેમને ડર છે કે દેશમાં વધી રહેલી હિંસાને જોતાં, જ્યારે તેમના બાળકો શાળામાં હશે ત્યારે તેઓ તેમનો સંપર્ક કરી શકશે નહીં.

રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામની સરકારની આ પહેલને નિષ્ણાતોનું સમર્થન મળ્યું છે. તેમનું માનવું છે કે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોમાં તણાવ, ચિંતા અને એકાગ્રતાના અભાવ જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. સરકારનો ઉદ્દેશ્ય બાળકો અને કિશોરોને ડિજિટલ પ્લેટફોર્મની લત લાગવાથી બચાવવાનો છે. આ નવી નીતિ હેઠળ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આખો દિવસ મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

જોકે, શિક્ષકની દેખરેખ હેઠળ અભ્યાસના હેતુ માટે, કટોકટીની પરિસ્થિતિઓમાં, અથવા વિકલાંગતા કે સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. બાળકોને શાળાએ આવતી-જતી વખતે તેમની પાસે ફોન રાખવાની પરવાનગી આપવામાં આવશે.

શું છે અભિભાવકોની ચિંતા

આ નિર્ણયને લઈને વાલીઓની ચિંતિત છે. તેઓ જણાવે છે કે મેક્સિકોમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે, તેથી બાળકો પાસે ફોન હોવો અનિવાર્ય છે, જેથી જરૂર પડ્યે તેઓ તેમના પરિવારનો સંપર્ક કરી શકે. બીજી તરફ, કેટલાક વાલીઓએ સરકાર પર તેમની ચિંતાઓને અવગણવાનો આરોપ પણ લગાવ્યો છે.

મેક્સિકોમાં બાળકોના અધિકારો માટે કામ કરતી સંસ્થા 'REDIM' અનુસાર, આ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન 17 વર્ષ કે તેથી ઓછી ઉંમરના દર દસમાંથી એક બાળકે સંગઠિત ગુનાખોરી સાથે સંકળાયેલી કોઈ ઘટનાનો સામનો કર્યો હતો.

આ પણ વાંચોઃ અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાની જાંબાજી, દરિયાઈ લૂંટારુઓના કબજામાંથી 20 ક્રૂ સભ્યો સાથેનું જહાજ સુરક્ષિત છોડાવ્યું!

આ દરમિયાન, સરકાર ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. આ નિયમો હેઠળ, સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ હેટ સ્પીચ, અપશબ્દો, જાતીય હિંસા, સતામણી અને સાયબર બુલિંગ સંબંધિત સામગ્રીને દૂર કરવી પડશે. મેક્સિકોના શિક્ષણ મંત્રી, મારિયો ડેલગાડોએ જણાવ્યું છે કે સરકારનો ઉદ્દેશ્ય બાળકોને ડિજિટલ પ્લેટફોર્મ્સના વ્યસનથી અને આવી લતને કારણે ઉદ્ભવતી સમસ્યાઓથી બચાવવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

parents raises concern mexico bans cellphones School Students

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ