ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાની જાંબાજી, દરિયાઈ લૂંટારુઓના કબજામાંથી 20 ક્રૂ સભ્યો સાથેનું જહાજ સુરક્ષિત છોડાવ્યું!
Last Updated: 08:13 AM, 3 November 2026
ADVERTISEMENT
ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં સાહસિક કામગીરી કરીને દરિયાઈ લૂંટારુઓના કબજામાંથી માછીમારીના જહાજને મુક્ત કરાવ્યું છે. મુંબઈથી 3 હજાર કિલોમીટરથી વધુ દૂર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જહાજ પર સવાર 20 ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવાયા છે. આ અભિયાનમાં ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી હતી. રેસ્ક્યૂ ઓપરેશન 48 કલાક સુધી ચાલ્યું હતું.
ADVERTISEMENT
ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં દરિયાઈ લૂંટારુઓના કબજામાં ફસાયેલા માછીમારીના જહાજ 'અઝિની'ને સુરક્ષિત છોડાવી લીધું છે. આ જહાજ પર સવાર તમામ 20 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. મુંબઈથી 3 હજાર કિલોમીટરથી વધુ દૂર આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જહાજને લૂંટારુઓના કબજામાંથી મુક્ત કરાવવા માટે નૌસેનાએ 48 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું.
ADVERTISEMENT
રક્ષામંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ સફળ અભિયાનની માહિતી આપી હતી. તેમણે ભારતીય નૌસેનાને આ કામગીરી માટે અભિનંદન આપ્યા હતા. આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાની મદદથી ભારે હથિયારોથી સજ્જ દરિયાઈ લૂંટારુઓના કબજામાંથી જહાજ અને તેના ક્રૂ સભ્યોને સુરક્ષિત છોડાવવામાં આવ્યા હતા.રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારતીય સૈનિકોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દરિયામાં મુશ્કેલીમાં ફસાયેલા લોકોના જીવ બચાવવા અને તેમની સુરક્ષા કરવા માટે ભારત સક્ષમ છે. તેમણે સમગ્ર હિંદ મહાસાગરમાં સુરક્ષા અને શાંતિ જાળવી રાખવાની ભારતની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
My congratulations to #Indian Navy for successfully executing a meticulously coordinated 48-hour operation to rescue all 20 crew members of the pirated fishing vessel, Azini, more than 3000 km from Mumbai in the Arabian Sea, on 02 Nov 26. The swift localisation, interception and safe release of the crew and vessel from significantly-armed pirates, with timely support from the Indian Air Force, speak well of the Indian Navy’s high operational readiness and ability to respond decisively to maritime threats across the region. Our brave personnel have once again demonstrated India’s ability, intent and resolve to safeguard lives, uphold maritime security and ensure stability across the Indian Ocean Region. India continues to stand resolute in ensuring SAFE SEAS and a free, open and secure Indian Ocean Region. #IndianNavy #IndianAirForce #SafeSeas
— Rajnath Singh (@rajnathsingh) November 2, 2026
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, સોમાલિયાના દરિયાઈ લૂંટારુઓએ સોમાલિયાના ઉત્તર-પૂર્વીય કિનારા નજીક 'અઝિની' નામના જહાજનું અપહરણ કર્યું હતું. ગુરુવારે સોમાલિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં બંદર બાયલા અને હાફુન શહેરો વચ્ચે આ જહાજને કબજામાં લેવામાં આવ્યું હતું.જહાજને લૂંટારુઓના કબજામાંથી છોડાવવા માટે ભારતીય નૌસેનાએ સતત 48 કલાક સુધી કામગીરી કરી હતી. આ દરમિયાન જહાજ પર સવાર તમામ 20 ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 12 દરિયાઈ લૂંટારુઓએ જહાજ પર કબજો કર્યો હતો. શરૂઆતની માહિતી પ્રમાણે, જહાજનું અપહરણ થયું ત્યારે તેના પર ઈરાની ક્રૂ સભ્યો સવાર હતા. આ ઘટનાએ અરબી સમુદ્ર અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાને લઈને ફરી ચિંતા વધારી છે.અદનનો અખાત અને પશ્ચિમ હિંદ મહાસાગરમાં સોમાલિયાના દરિયાઈ લૂંટારુઓની પ્રવૃત્તિ ફરી વધી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમણે અનેક વેપારી જહાજોને નિશાન બનાવ્યાં છે. આવા હુમલાઓને કારણે દરિયાઈ વેપાર અને જહાજોની સુરક્ષા સામે પડકાર ઊભો થયો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મધ્યસત્ર ચૂંટણીઓ વચ્ચે ઇરાનના કેશમ ટાપુ પર અમેરિકાએ મોટા હુમલો કર્યાનો દાવો
એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન દરિયાઈ લૂંટારુઓએ કુલ 6 વેપારી જહાજોનું અપહરણ કર્યું હતું. આમાંથી કેટલાક જહાજોને સોમાલિયાના કિનારાથી ઘણાં દૂર કબજામાં લેવામાં આવ્યા હતા.આ જહાજોમાં 'સિબુ 1' નામનું ઓઇલ ટેન્કર પણ સામેલ હતું. આ ટેન્કરનું યમનના અલ-મુકલ્લા શહેરથી લગભગ 252 કિલોમીટર પૂર્વમાં અપહરણ કરવામાં આવ્યું હતું. સતત વધી રહેલી આવી ઘટનાઓ વચ્ચે ભારતીય નૌસેનાનું આ રેસ્ક્યૂ ઓપરેશન દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ મહત્વનું માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ