ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / જૌહર યુનિવર્સિટીની 426.46 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત, આઝમ ખાન સામે ED ની મોટી કાર્યવાહી

નેશનલ / જૌહર યુનિવર્સિટીની 426.46 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત, આઝમ ખાન સામે ED ની મોટી કાર્યવાહી

Published By: Pravin Joshi

Last Updated: 09:15 PM, 28 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીની 426.46 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે.

ADVERTISEMENT

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીની લખનૌ સ્થિત ઝોનલ ઓફિસે મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશના રામપુર ખાતે આવેલી મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની જમીન અને ઈમારતોને અસ્થાયી રૂપે જપ્ત કરી લીધી છે. જપ્ત કરાયેલી સંપત્તિની સરકારી કિંમત 426.46 કરોડ રૂપિયા આંકવામાં આવી છે, જ્યારે તેનું વર્તમાન બજાર મૂલ્ય અંદાજે 1170 કરોડ રૂપિયા દર્શાવાયું છે. આ કાર્યવાહી મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ, ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી મોહમ્મદ આઝમ ખાન અને અન્ય સહયોગીઓ સામે ચાલી રહેલી તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. આ યુનિવર્સિટીનું સંચાલન મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ ટ્રસ્ટની સ્થાપના આઝમ ખાને કરી હતી અને તેઓ તેના સંપૂર્ણ નિયંત્રણની સાથે યુનિવર્સિટીના માનદ કુલાધિપતિ પણ છે.

Azam Khan Johar University Demolition

26 એફઆઈઆરના આધારે તપાસની શરૂઆત

રામપુરના અજીમ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 26 એફઆઈઆરને આધાર બનાવીને મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તમામ કેસોમાં એવો ગંભીર આરોપ છે કે યુનિવર્સિટીના નિર્માણ માટે ખેડૂતોની ખેતીની જમીન બળજબરીપૂર્વક પચાવી પાડવામાં આવી હતી. રામપુર જિલ્લા વહીવટીતંત્રના તપાસ અહેવાલ મુજબ, સિંહનખેડા ગામમાં આવેલી શત્રુ સંપત્તિની આશરે 34 એકર જમીન પર પણ યુનિવર્સિટી માટે ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો હતો. પટ્ટો રદ થયા છતાં કબ્જો જાળવી રાખવામાં આવ્યો હતો, જેને પાછળથી ગૃહ મંત્રાલય હેઠળના શત્રુ સંપત્તિ સંરક્ષકે જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી પરત મેળવ્યો હતો.

ED

સરકારી ભંડોળ અને બાંધકામ સામગ્રીના દુરુપયોગનો આરોપ

તપાસમાં એ વાત સપાટી પર આવી છે કે સાર્વજનિક સરકારી કાર્યો માટે ફાળવવામાં આવેલું ભંડોળ અને બાંધકામ સામગ્રી ગેરકાયદેસર રીતે યુનિવર્સિટીના ખાનગી પરિસરમાં વાપરવામાં આવી હતી. સરકારી કોન્ટ્રાક્ટ મેળવનારા ચોક્કસ કોન્ટ્રાક્ટરોએ સરકારી નાણાં અને સામગ્રીનો ઉપયોગ યુનિવર્સિટીના નિર્માણમાં કર્યો હતો. આ દરમિયાન લોક નિર્માણ વિભાગ (પીડબલ્યુડી) પાસેથી અંદાજે 186 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે કબૂલાત કરી હતી કે કોન્ટ્રાક્ટની કુલ રકમના 30 થી 40 ટકા નાણાં યુનિવર્સિટી માટે સામગ્રી ખરીદવામાં ખર્ચવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય એક પેઢીના ભાગીદારે પણ સ્વીકાર્યું હતું કે તેની કંપની આઝમ ખાનના પ્રભાવ હેઠળ કામ કરતી હતી અને તેણે ટ્રસ્ટને 40 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. આ જ મામલે આવકવેરા વિભાગના તારણોના આધારે આવકવેરા કાયદાની જોગવાઈઓ હેઠળ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવ્યું છે.

ધારાસભ્ય અને વિધાન પરિષદ ફંડમાંથી 6.60 કરોડ રૂપિયાના કામો

તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે ધારાસભ્ય અને વિધાન પરિષદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ ફંડમાંથી અંદાજે 6.60 કરોડ રૂપિયાના વિવિધ કામો યુનિવર્સિટીના ખાનગી કેમ્પસમાં કરાવવામાં આવ્યા હતા. આ તમામ કામો ઉત્તર પ્રદેશ જલ નિગમ દ્વારા કરવામાં આવ્યા હતા અને તે સમયે આઝમ ખાન પોતે જલ નિગમના અધ્યક્ષ પદે તૈનાત હતા. આ સિવાય મેરઠની બે શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ટ્રસ્ટને 6.24 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાનું સામે આવ્યું છે, જે રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યું હોવાનો આરોપ છે.

didha - 2026-10-28T211113.816

સાર્વજનિક મિલકતને ખાનગી સંપત્તિમાં ફેરવવાનો ખેલ

ઉત્તર પ્રદેશ સરકારે યુનિવર્સિટી પરિસરમાં મંડપ, પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને હોસ્પિટલ બ્લોકના નિર્માણ માટે કુલ 23.41 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. જેમાં 2015ના સરકારી આદેશ હેઠળ મંડપ નિર્માણ માટે 12.16 કરોડ રૂપિયા સ્વીકૃત કરાયા હતા. તે આદેશમાં સ્પષ્ટ શરત હતી કે આ મંડપની માલિકી સંસ્કૃતિ વિભાગ પાસે રહેશે અને રાજ્ય સરકારના ઉપયોગ માટે તે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરંતુ 2016માં જારી કરાયેલા અન્ય એક આદેશ દ્વારા આ શરતો બદલી નાખવામાં આવી અને મંડપની માલિકી જૌહર યુનિવર્સિટીને ટ્રાન્સફર કરી દેવાઈ તથા સરકાર માટે મફત ઉપયોગની શરત હટાવી દેવાઈ. આમ, સરકારી નાણાંથી બનેલી જાહેર મિલકતને યુનિવર્સિટીની ખાનગી સંપત્તિ બનાવી દેવામાં આવી. આ આદેશ જારી થયો તે સમયે આઝમ ખાન નગર વિકાસ મંત્રી હતા અને જલ નિગમ પણ તેમના જ વિભાગ હેઠળ આવતું હતું.

499.09 કરોડના ખર્ચ સામે માત્ર 72.63 કરોડ રૂપિયાનો વૈધ હિસાબ

તપાસ એજન્સી દ્વારા યુનિવર્સિટી પરિસરમાં બનેલી 59 ઈમારતોના બાંધકામ ખર્ચનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. 10 નવેમ્બર 2023ના મૂલ્યાંકન અહેવાલ મુજબ, ઈમારતોના બાંધકામનો ખર્ચ 494.46 કરોડ રૂપિયા અને જમીનની કિંમત 4.63 કરોડ રૂપિયા મળીને કુલ ખર્ચ 499.09 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો. જોકે, ટ્રસ્ટે આવકવેરા રિટર્નમાં માત્ર 78.32 કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ દર્શાવ્યો હતો, જેમાં 12.29 કરોડ રૂપિયાનો ખર્ચ તપાસમાં બોગસ જણાયો હતો. આમ, બાંધકામ અને જમીન સંપાદન પર વાસ્તવિક ખર્ચ માત્ર 66.03 કરોડ રૂપિયા સામે આવ્યો હતો. તમામ વૈધ સ્ત્રોતો ઉમેર્યા પછી પણ માત્ર 72.63 કરોડ રૂપિયાના ખર્ચનો જ હિસાબ મળી શક્યો હતો. બાકીના 426.46 કરોડ રૂપિયાના સ્ત્રોત અંગે ટ્રસ્ટના પદાધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આ નાણાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મેળવ્યા હોવાની શંકાના આધારે 426.46 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

વધુ વાંચો : વાવાઝોડું અર્નબ ટકરાયું, 135 કિમી ઝડપે ફૂંકાયો પવન, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, 50 ટ્રેનો-21 ફ્લાઇટ્સ રદ

અન્ય ગુનાઓ અને તાજેતરની એફઆઈઆર પણ તપાસ હેઠળ

રામપુર પોલીસ મથકે આઝમ ખાન અને અન્ય લોકો સામે નોંધાયેલી અન્ય 28 એફઆઈઆરને પણ આ તપાસમાં સામેલ કરવામાં આવી છે. વર્ષ 2016 દરમિયાન રામપુરમાં વક્ફ સંપત્તિઓ પર રહેતા અનેક પરિવારના મકાનો બુલડોઝરથી તોડી પાડવાનો આરોપ છે, જેમાં પીડિત પરિવારો સાથે મારપીટ, લૂંટફાટ અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત રામપુર નગરપાલિકા માટે ખરીદાયેલી સફાઈ મશીન પણ યુનિવર્સિટી કેમ્પસમાં મોકલી દેવાઈ હોવાનો આરોપ છે. સરકારી ભંડોળના દુરુપયોગ અંગે ઈડીએ આપેલી માહિતીના આધારે 13 ઓક્ટોબર 2026ના રોજ અજીમ નગર પોલીસ મથકે નવી એફઆઈઆર (નંબર 0224/2026) પણ દાખલ કરવામાં આવી છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અગાઉ 19 ઓગસ્ટ 2026ના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં દરોડા પાડીને વિજાણુ સાધનો અને મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે હાલ આગળની તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EDAction JauharUniversity AzamKhan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ