ન્યૂઝ અપડેટ્સ
8 ફોટો ગેલેરી
Last Updated: 11:09 PM, 28 October 2026
1/8
બંગાળની ખાડીથી ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' દરિયાકાંઠા સાથે ટકરાયા બાદથી ભારે તારાજી મચાવી રહ્યું છે. આ કુદરતી આફતના કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને તોફાની પવનોની ઝપેટમાં આવી જવાથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે. આ દરમિયાન તોફાની મોજાઓ અને ભારે પ્રવાહમાં વહીને એક માલવાહક જહાજ અંતરવેદી પાસે દરિયાકિનારે ફસાઈ ગયું છે.
2/8
પ્રાપ્ત વિગતો અનુસાર, આ માલવાહક જહાજ વિશાખાપટ્ટનમથી સલ્ફર ભરીને રવાના થયું હતું, પરંતુ રસ્તામાં જ તે ચક્રવાતની ચપેટમાં આવી ગયું હતું. શરૂઆતની જાણકારી મુજબ, આ જહાજનું એન્જિન બગડી જવાના કારણે તે પોતાના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું હતું. ત્યારબાદ દરિયામાં અનિયંત્રિત થઈને વહેતા વહેતા તે આંધ્રપ્રદેશના તટ નજીક છીછરા પાણીમાં ફસાઈ ગયું.
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
હવામાન વિભાગે ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે તેમજ ઓડિશાના વિશાળ વિસ્તારો માટે બુધવારે સવારે 11:30 વાગ્યાથી ગુરુવારે સવારે 5:30 વાગ્યા સુધી દરિયામાં ઊંચા તોફાની મોજા ઉછળવાની ચેતવણી પણ આપી હતી. આ સમયગાળા દરમિયાન તોફાની પવનોની ગતિ પ્રતિ કલાક 120 કિલોમીટર સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
6/8
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે વાવાઝોડાના કારણે રાજ્યમાં થયેલા વ્યાપક નુકસાનની વિગતો આપતા કેન્દ્ર સરકાર પાસે મદદની વિશેષ અપીલ કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મેં તેમને ચક્રવાતથી થયેલા ભારે નુકસાન વિશે માહિતગાર કર્યા છે, ખાસ કરીને ખેતી અને બાગાયતી પાકો, વીજળીના માળખા, રસ્તાઓ તથા અન્ય જાહેર સંપત્તિઓને થયેલા નુકસાન વિશે જણાવ્યું છે. મેં તેમને ચક્રવાતથી પ્રભાવિત જિલ્લાઓમાં પડી રહેલા મૂશળધાર વરસાદ, ત્યાંની પ્રવર્તમાન સ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહેલા રાહત તેમજ પુનર્વસન કાર્યો વિશે પણ અવગત કરાવ્યા છે.
ADVERTISEMENT
7/8
મુખ્યમંત્રીએ અમિત શાહને જણાવ્યું હતું કે પ્રારંભિક આકલન મુજબ ચક્રવાતને કારણે સમગ્ર રાજ્યમાં 70,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતીના પાક પાણીમાં ડૂબી ગયા છે. તેમણે ઉમેર્યું કે 10,500 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા બાગાયતી પાકોને પણ ભારે ક્ષતિ પહોંચી છે. આ ઉપરાંત અસંખ્ય મકાનો, રસ્તાઓ અને વીજળીના ખામ્ભાઓને પણ મોટું નુકસાન થયું છે.
8/8
હવામાન વિભાગ દ્વારા બુધવારથી 3 નવેમ્બર સુધી આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુરુવાર, 29 ઓક્ટોબરે તટીય આંધ્રપ્રદેશ અને યનમમાં કેટલાક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો તેમજ રાયલસીમામાં ગાજવીજ સાથે વીજળી પડવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ