ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ચક્રવતી વાવાઝોડા 'અર્નબ'નો કહેર, 29 ઓક્ટોબરે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:06 PM, 28 October 2026
1/7
ચક્રવતી વાવાઝોડા 'અર્નબ'ના પ્રકોપના કારણે દેશના અનેક રાજ્યોમાં આગામી 29 ઓક્ટોબરે ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તટીય આંધ્રપ્રદેશ, યનમ, ઓડિશા અને છત્તીસગઢમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
2/7
વાવાઝોડા 'અર્નબ'ની અસરને કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન પવનની ગતિ વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. આ ભયાનક વાવાઝોડું સવારે આંધ્રપ્રદેશ અને યનમૂના દરિયાકાંઠાને પાર કરી ચૂક્યું છે, પરંતુ તેની વ્યાપક અસર હેઠળ આવતીકાલે પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, ખાસ કરીને તટીય આંધ્રપ્રદેશ, યનમ, ઓડિશા અને છત્તીસગઢમાં મૂશળધાર વરસાદ યથાવત રહેશે.
ADVERTISEMENT
3/7
હવામાનની વાત કરીએ તો રાયલસીમા, તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, લક્ષદ્વીપ અને તટીય કર્ણાટકમાં અતિભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે. આ ઉપરાંત તટીય આંધ્રપ્રદેશ અને યનમમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે રાયલસીમામાં પણ તોફાની પવનો ફૂંકાશે. આ તમામ ક્ષેત્રોમાં સપાટી પર ભારે પવનો ફૂંકાવાની ધારણા છે.
4/7
પૂર્વ ભારતમાં પણ 29 ઓક્ટોબરે ધોધમાર વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. અંદમાન અને નિકોબાર આઈલેન્ડ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કીમ, ગાંગેય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઓડિશામાં વ્યાપક વરસાદ વરસી શકે છે. આ ક્ષેત્રો સિવાય અંદમાન અને નિકોબાર, ગાંગેય મેદાની વિસ્તારો તેમજ બિહારમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વાવાઝોડું, વીજળીના ચમકારા અને તેજ પવન ફૂંકાવવાની આશંકા છે.
ADVERTISEMENT
5/7
6/7
આ વાવાઝોડાની અસર માત્ર પૂર્વ ભારત સુધી સીમિત નથી, પરંતુ પૂર્વીય મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ વ્યાપક વરસાદ પડી શકે છે. વિદર્ભ અને છત્તીસગઢમાં સારો એવો વરસાદ નોંધાશે, જ્યારે પશ્ચિમી તેમજ પૂર્વીય મધ્ય પ્રદેશમાં પણ વરસાદની પ્રબળ સંભાવના છે. પૂર્વીય મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી પડવા સાથે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ખાસ કરીને 29 ઓક્ટોબરે પૂર્વીય મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં અતિભારે વરસાદ થવાની આશંકા છે.
ADVERTISEMENT
7/7
આ ચક્રવતી વાવાઝોડાની અસર ઉત્તર ભારતમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આગામી કાલે પૂર્વીય ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં વ્યાપક વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કેટલાક સ્થાનો પર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વીય રાજસ્થાન, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું ફૂંકાવાની, વીજળી કડાકાભેર પડવાની અને તેજ પવનો વહવાની પૂરી શક્યતા છે. સાથોસાથ, આવતીકાલે પશ્ચિમી રાજસ્થાનમાં પણ તેજ હવાઓ ફૂંકાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ