ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM Kisan 24th Installment: કાલે તમારા ખાતામાં ₹2,000 આવશે કે નહીં? આજે જ ચેક કરો સ્ટેટસ!
4 ફોટો ગેલેરી
Last Updated: 08:53 AM, 29 October 2026
1/4
PM-Kisan યોજનાનો 24મો હપ્તો કાલે 30 ઓક્ટોબરે આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં આ હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત દેશભરના 9.34 કરોડથી વધુ કિસાન પરિવારોને કુલ 18,680 કરોડ રૂપિયાથી વધુની રકમ મળશે. જેમાં દરેકને 2000 રૂપિયા મળવાના છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તમે આ 9.34 કરોડ લાભાર્થીઓમાં છો કે નહીં? આજે જ સ્ટેટસ ચેક કરી લો.
2/4
ADVERTISEMENT
3/4
સ્ટેટસનો અર્થ જો “Withheld” લખ્યું હોય તો હપ્તો અટકી જશે. “Under Verification” કે “Eligibility Under Review” દેખાય તો પણ હપ્તો લટકી રહેશે. આવા કિસ્સામાં જલ્દીથી જરૂરી ડોક્યુમેન્ટ સાથે વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરી લો. નહીંતર 24મો હપ્તો તો ઠીક 25મો પણ નહિ મળે. યોજના હેઠળ પાત્ર કિસાન પરિવારોને વર્ષે 6,000 રૂપિયા મળે છે, જે ત્રણ સમાન હપ્તામાં દરેકમાં 2000 રૂપિયા આપવામાં આવે છે. સામાન્ય રીતે દર ચાર મહિને એક હપ્તો આવે છે.
4/4
જો તમારી પાસે ખેતીલાયક જમીન હોય અને તમે એન્જીનીયર, ડૉક્ટર, સરકારી કર્મચારી, ઇન્કમ ટેક્સ ભરનારા કે 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવનારા ન હોવ તો તમે પાત્ર હોઈ શકો છો. જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, બેંક ખાતું, જમીનના કાગળો, મોબાઇલ નંબર, E-KYC અને રજિસ્ટ્રેશન નંબરનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ