ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી મળી આવ્યું માથા વગરનું નગ્ન ધડ, આરોપીની ચોંકાવનારી કબૂલાત

અરેરાટી / ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી મળી આવ્યું માથા વગરનું નગ્ન ધડ, આરોપીની ચોંકાવનારી કબૂલાત

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 12:36 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કતારગામ ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળી આવ્યું હતું. હત્યાના કેસમાં પોલીસે આરોપી સચિત્રકુમાર નરેન્દ્ર બાલની ધરપકડ કરી છે. અલકાપુરી રેલવે ટ્રેક પાસેથી કપાયેલું માથું કબજે કરાયું.

ADVERTISEMENT

સુરત: શહેરમાં દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગોટાલાવાડી ચાર રસ્તા નજીક આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા યુવકનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ દરમિયાન મૃતકનું કપાયેલું માથું અલકાપુરી રેલવે ટ્રેક નજીકથી મળી આવ્યું હતું. પોલીસે આ મામલે સચિત્રકુમાર નરેન્દ્ર બાલ નામના આરોપીની ધરપકડ કરી છે.

કબ્રસ્તાનમાંથી મળ્યું માથા વગરનું ધડ

3 નવેમ્બરની રાત્રે કતારગામ પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે ગોટાલાવાડી ચાર રસ્તા નજીક આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન મૃતદેહનું માથું ગાયબ હોવાનું અને શરીર પર એક પણ કપડું ન હોવાનું સામે આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા અથવા પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેનું માથું ધડથી અલગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ધડથી 3 કિલોમીટર દૂરથી મળ્યું કપાયેલું માથું

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં મૃતકનું કપાયેલું માથું કતારગામના અલકાપુરી બ્રિજ નીચે રેલવે ટ્રેક નજીકથી મળી આવ્યું હતું. ધડ અને માથું અલગ-અલગ સ્થળેથી મળી આવતાં હત્યાની ક્રૂરતા સામે આવી હતી. પ્રાથમિક આશંકા મુજબ હત્યારાએ બ્રિજ પરથી માથું રેલવે ટ્રેક તરફ ફેંકી દીધું હતું.

પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાની આશંકા

પોલીસ તપાસમાં પૈસાની લેતીદેતીના મામલે આ હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મૃતકની ઉંમર આશરે 30થી 35 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસને શંકા છે કે હત્યા ઘટનાના આશરે બે દિવસ પહેલાં કરવામાં આવી હોઈ શકે છે. જોકે, આ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે.

આરોપી સચિત્રકુમાર નરેન્દ્ર બાલ ઝડપાયો

આ ચકચારી હત્યાના ગુનામાં પોલીસે સચિત્રકુમાર નરેન્દ્ર બાલ (રહે. કતારગામ, મૂળ ઓડિશા)ને ઝડપી પાડ્યો છે. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ મૃતકનું માથું કતારગામના અલકાપુરી બ્રિજ નીચે રેલવે ટ્રેક નજીક ફેંકી દીધું હોવાની કબૂલાત કરી હતી.

આરોપીની કબૂલાતના આધારે પોલીસ તેને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામાની કાર્યવાહી બાદ મૃતકનું કપાયેલું માથું કબજે કર્યું હતું. ત્યારબાદ માથાને ડીએનએ અને અન્ય કાનૂની કાર્યવાહી માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.

FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા FSL અને ડોગ સ્ક્વોડની ટીમની મદદ લેવામાં આવી હતી. કબ્રસ્તાન તેમજ આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ મેળવવા માટે છેલ્લા બે-ત્રણ દિવસમાં ગુમ થયેલા લોકોની વિગતો પણ એકત્રિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગિફ્ટની લાલચમાં લાંચિયા બાબુઓ બચીને રહે! દિવાળી ટાણે ACB એલર્ટ મોડમાં

હાલમાં મૃતકની ઓળખ, હત્યાનું ચોક્કસ કારણ, હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ અને ડીએનએ રિપોર્ટ બાદ તપાસમાં વધુ મહત્ત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Katargam Murder Headless Body Found Surat Crime News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ