ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / USમાં શેરબજાર ધડામ, તો ભારતમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! 5 દિવસમાં સેન્સેક્સની ધમાકેદાર વાપસી
8 ફોટો ગેલેરી
Last Updated: 01:06 PM, 4 November 2026
1/8
છેલ્લા અમુક સમયથી શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ભારતીય શેરબજારે અચાનક જોરદાર વાપસી કરીને રોકાણકારોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. એક તરફ અમેરિકાના શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ભારતીય બજારમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી તેજીનો માહોલ છે.
2/8
આ પાંચ દિવસ દરમિયાન સેન્સેક્સમાં અંદાજે 4000 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને બજારમાં 5 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ છે. જેની ખાસ વાત એ છે કે ગ્લોબલ માર્કેટમાં નકારાત્મક સંકેતો હોવા છતાં ભારતીય શેરબજાર પોતાની મજબૂતી બતાવી રહ્યું છે. હવે સવાલ એ છે કે એવી કઈ બાબતો છે જેના કારણે બજારને નવો ટેકો મળી રહ્યો છે? ચાલો જાણીએ ભારતીય બજારને ટેકો આપતા મુખ્ય કારણો વિષે.
ADVERTISEMENT
3/8
4/8
ઓક્ટોબર 2026માં ભારતનું GST કલેક્શન ગયા વર્ષ કરતાં 22.9% વધીને 2.31 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ-ઓક્ટોબરમાં કુલ ગ્રોસ GST કલેક્શન 14.78 લાખ કરોડ રૂપિયા થયું છે. જે 13.2%ની વૃદ્ધિ દર્શાવે છે. આ દેશની અંદર વેપાર, ઉત્પાદન અને વપરાશની ગતિ મજબૂત હોવાનું સીધું પ્રમાણ છે.
ADVERTISEMENT
5/8
6/8
સૌથી મોટો પોઝિટિવ સિગ્નલ નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદનથી આવ્યો છે. તેમને લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સમાં કપાત પર વિચાર કરવાની વાત કહી છે. આ સંભવિત રાહતથી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે. જો આગામી બજેટમાં LTCG પર રાહત મળે તો તે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
7/8
વિદેશી રોકાણકારોની ભારે વેચાણ છતાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ રોકાણકારોએ SIP દ્વારા આવતા પૈસાથી બજારને મોટા ઝટકાથી બચાવી રાખ્યું છે. જેમાં હાલની તેજી છતાં ભારતીય બજાર પોતાના ઓલ-ટાઈમ હાઈથી આશરે 10 ટકા નીચે છે. નિફ્ટી 50નું ઓલ-ટાઈમ હાઈ 26,373.20 પોઈન્ટ છે. જે આ વર્ષે જાન્યુઆરીમાં બન્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ