ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળીની ખરીદી વચ્ચે અમદાવાદના બજારોમાં દબાણનો કહેર! ફૂટપાથ અને પાર્કિંગમાં મીઠાઈ-ફરસાણનાં કાઉન્ટર્સ

ગુજરાત / દિવાળીની ખરીદી વચ્ચે અમદાવાદના બજારોમાં દબાણનો કહેર! ફૂટપાથ અને પાર્કિંગમાં મીઠાઈ-ફરસાણનાં કાઉન્ટર્સ

Published By: Nidhi Panchal

Last Updated: 02:02 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદનાં બજારોમાં ખરીદીની ભીડ સાથે દબાણની સમસ્યા પણ વધી રહી છે. મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ ફૂટપાથ તથા પાર્કિંગની જગ્યામાં કાઉન્ટર્સ અને મંડપ ઊભા કરતાં નાગરિકો ટ્રાફિક જામ અને અવ્યવસ્થાનો સામનો કરી રહ્યા છે.

ADVERTISEMENT

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં ખરીદીની ભીડ વધી રહી છે. તેની સાથે શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં દબાણની સમસ્યા પણ ગંભીર બની છે. ખાસ કરીને મીઠાઈ અને ફરસાણની દુકાનો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે દુકાનની બહાર ફૂટપાથ અને પાર્કિંગની જગ્યામાં વધારાનાં કાઉન્ટર્સ તથા મંડપ ઊભા કરવામાં આવ્યા છે. સ્ટેડિયમ, બોડકદેવ, નહેરુનગર, પાંજરાપોળથી લઈને સરદારનગર અને મણિનગર જેવા વિસ્તારોમાં આ પ્રકારનાં દબાણો જોવા મળી રહ્યાં છે, પરિણામે તહેવારોની ખરીદી માટે નીકળતા નાગરિકો ટ્રાફિક જામ અને અવ્યવસ્થાનો સામનો કરી રહ્યા છે.

Traffic-Diwali

દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને ફરસાણની માગ વધતી હોવાથી અનેક દુકાનદારોએ પોતાના વેપાર માટે દુકાનની બહાર વધારાની જગ્યા રોકી લીધી છે. કેટલીક જગ્યાએ મંડપ બાંધીને મીઠાઈનાં બોક્સ અને ફરસાણનાં કાઉન્ટર્સ ગોઠવવામાં આવ્યાં છે તો કેટલીક દુકાનો દ્વારા પાર્કિંગ માટેની જગ્યાનો પણ વેપારી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આથી દુકાનની બહાર ઉપલબ્ધ ખુલ્લી જગ્યા ધીમે ધીમે વેચાણના સ્થળમાં ફેરવાઈ ગઈ છે.

કાઉન્ટર્સ ઊભાં થતાં ગ્રાહકો પોતાનાં વાહનો પાર્ક કરવા માટે જગ્યા શોધતા રસ્તા પર ઊતરી

દુકાનોની બહાર પાર્કિંગ માટે રાખવામાં આવેલી જગ્યામાં મંડપ અને કાઉન્ટર્સ ઊભાં થતાં ગ્રાહકો પોતાનાં વાહનો પાર્ક કરવા માટે જગ્યા શોધતા રસ્તા પર ઊતરી રહ્યા છે. વ્યસ્ત માર્ગો પર વાહનોની અવરજવર વચ્ચે આડેધડ પાર્કિંગ થતાં ટ્રાફિકની સમસ્યા વધુ કાઉન્ટર્સ ઊભાં થતાં ગ્રાહકો પોતાનાં વાહનો પાર્ક કરવા માટે જગ્યા શોધતા રસ્તા પર ઊતરી વકરે છે. ખાસ કરીને સાંજના સમયે ખરીદી માટે લોકોની ભીડ વધતાં અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો સર્જાય છે.

ફરસાણનાં કાઉન્ટર્સ ગોઠવાતાં રાહદારીઓ માટે ચાલવાની જગ્યા પણ રહી

બીજી તરફ ફૂટપાથ પર મીઠાઈ અને ફરસાણનાં કાઉન્ટર્સ ગોઠવાતાં રાહદારીઓ માટે ચાલવાની જગ્યા પણ રહી નથી. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ફૂટપાથ છોડીને રસ્તા પરથી પસાર થવું પડે છે, જેના કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. તહેવારની ખરીદી કરવા નીકળેલા નાગરિકોને દુકાનો સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

તહેવારોમાં ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન ક્યાં?

દિવાળીના દિવસોમાં શહેરનાં બજારો અને વ્યાપારી વિસ્તારોમાં ખરીદી માટે લોકોની અવરજવર હજુ વધવાની છે. આવી સ્થિતિમાં ફૂટપાથ અને પાર્કિંગની જગ્યાઓ પરનાં દબાણો યથાવત્ રહેશે તો ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. એક તરફ ટ્રાફિક પોલીસ વાહન વ્યવસ્થા જાળવવા પ્રયાસ કરી રહી છે, બીજી તરફ જાહેર રસ્તા અને ફૂટપાથ પર ઊભાં થતાં વધારાનાં કાઉન્ટર્સ મુશ્કેલી વધારી રહ્યાં છે.

જગ્યાઓ પર ઊભાં કરાયેલા ગેરકાયદે મંડપ તથા કાઉન્ટર્સ દૂર

સ્થાનિક નાગરિકોની માગ છે કે એએમસીનો એસ્ટેટ વિભાગ તહેવારની મોસમ દરમિયાન ખાસ ડ્રાઈવ હાથ ધરીને ફૂટપાથ અને પાર્કિંગની જગ્યાઓ પર ઊભાં કરાયેલા ગેરકાયદે મંડપ તથા કાઉન્ટર્સ દૂર કરે. વેપારીઓએ પણ જાહેર માર્ગો અને રાહદારીઓની અવરજવરમાં અવરોધ ન થાય તે રીતે વેપાર કરવાની જવાબદારી નિભાવવી જરૂરી છે. તહેવારના નામે જાહેર જગ્યાઓ પર ખાનગી વેપારનો કબજો વધે અને નાગરિકોએ તેના ભોગ બનવું પડે તેવી સ્થિતિ અટકાવવા હવે તંત્રની કાર્યવાહી જરૂરી બની છે.

મોટી દુકાનો સામે કાર્યવાહી કેમ નહીં?

આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને દબાણ હટાવ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સામાન્ય દિવસોમાં લારી-ગલ્લા અને નાના વેપારીઓ સામે દબાણ હટાવવાની કાર્યવાહી કરતું તંત્ર તહેવારો દરમિયાન મોટા વેપારી એકમો દ્વારા ઊભા કરાયેલા મંડપ અને વધારાનાં કાઉન્ટર્સ સામે કેટલી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. શહેરના અનેક વ્યસ્ત વિસ્તારોમાં દુકાનોની બહાર જાહેર વપરાશની જગ્યાઓનો વેપારી હેતુ માટે ઉપયોગ થતો હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી થતી ન હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. આ દબાણો દૂર કરવાની જવાબદારી ધરાવતા એસ્ટેટ વિભાગની નિષ્ક્રિયતાના કારણે વેપારીઓને જાણે છૂટોદોર મળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જોકે આ દબાણો સામે કોઈ મંજૂરી આપવામાં આવી છે કે કેમ અને સંબંધિત વિભાગે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે તે અંગે તંત્રનો ખુલાસો જરૂરી છે.

વાહન પાર્ક કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શક્ય હોય એટલું ટાળવામાં આવે

દિવાળી કોઈની ખરાબ ના થાય તે માટે આડેધડ વાહન પાર્ક કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શક્ય હોય એટલું ટાળવામાં આવે છે. લોકોને નડતરરૂપ હોય તેવા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. દિવાળીમાં થોડી છૂટ આપવામાં આવી છે. એવું નથી કે પોલીસ કાર્યવાહી નથી કરતી, પરંતુ જ્યાં વાહન પાર્કિંગના મામલે ટ્રાિફક જામની સમસ્યા સર્જાય છે ત્યારે જરૂર કાર્યવાહી કરવામાં આવે છે.

■ અશ્વિન ચૌહાણ, ટ્રાફિક જેસીપી

આ પણ વાંચો : ₹ 464 કરોડના ખર્ચે ઈસ્કોનથી સાણંદ સુધીનો એલિવેટેડ કોરિડોર તૈયાર, 9મીએ અમિત શાહના હસ્તે લોકાર્પણ!

જે લોકો દુકાનની આગળ મંડપ બાંધે છે તેઓ કોઈ પરિમશન લેતા નથી. મંડપ બાંધનાર પાસે વહીવટીચાર્જ લેવાય તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. પહેલાં વહીવટીચાર્જ લેવાતો હતો, પરંતુ ધીરે ધીરે તે બંધ થઈ ગયો હતો, જેથી હવે ફરીથી વહીવટીચાર્જ લેવાય તેવી શક્યતા છે.

■ કમલેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Illegal Encroachment Ahmedabad Traffic Jam Diwali Shopping

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ