ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM કિસાનના ₹2,000 હજુ ખાતામાં નથી આવ્યા? 5 દિવસ બાદ પણ પૈસા અટક્યા તો તરત કરો આ કામ
6 ફોટો ગેલેરી
Last Updated: 03:25 PM, 4 November 2026
1/6
દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આર્થિક મદદનો મોટો આધાર છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે કુલ 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ એકસાથે નહીં પરંતુ 2000ના ત્રણ હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
2/6
જેમાં 30 ઓક્ટોબર 2026ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠાથી યોજનાનો 24મો હપ્તો જાહેર કર્યો હતો. આ અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કુલ 18,690 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. પરંતુ હપ્તો જાહેર થયાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં અમુક ખેડૂતોના ખાતામાં હજુ સુધી 2000 જમા થયા નથી. આવી સ્થિતિમાં ખેડૂતોના મનમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે પૈસા ક્યાં અટક્યા છે? શું હવે તેમને આ હપ્તો મળશે કે નહીં? તો ચાલો જાણીએ કે પૈસા ન મળ્યા હોય તો ખેડૂતોએ કયા પગલાં લેવા જોઈએ.
ADVERTISEMENT
3/6
4/6
જો તમારા ખાતામાં હજુ સુધી 2000 નથી આવ્યા તો પહેલા સ્ટેટસ ચેક કરો. એના માટે પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ. પછી Know Your Status વિકલ્પ પર ક્લિક કરો અને તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો કેપ્ચા કોડ ભરો અને મોબાઈલ પર આવેલો OTP નાખો. ત્યારબાદ તમારું સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.
ADVERTISEMENT
5/6
6/6
ઘણા ખેડૂતોને સૌથી મોટો સવાલ એ છે કે જો 24મા હપ્તાની રકમ અટકી ગઈ હોય તો શું હવે આ પૈસા કાયમ માટે નહીં મળે? તો જવાબ છે ના. જો તમે યોજનાની પાત્રતા ધરાવતા હો અને પેમેન્ટ અટકવાનું કારણ દૂર કરી દો, તો બાકી રહેલી રકમ મળવાની શક્યતા રહે છે. આ માટે ખેડૂતો PM કિસાન હેલ્પલાઇન નંબર 155261 પર સંપર્ક કરીને પોતાનો હપ્તો કયા કારણસર અટક્યો છે તેની માહિતી મેળવી શકે છે. ત્યારબાદ જરૂરી સુધારા કરાવી લેવા જોઈએ. બાકી રહેલી રકમ સરકારની પ્રક્રિયા અને પાત્રતાને આધારે આગામી હપ્તા સાથે પણ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ