ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પત્ની તરીકે રહેતી મહિલાએ અસલી પતિ અને પુત્ર સાથે મળીને આધેડ પતિની હત્યા કરી
Last Updated: 08:49 AM, 26 October 2026
ADVERTISEMENT
સુરતના ડિંડોલીમાં ત્રિકોણીય પ્રેમપ્રકરણમાં એક આધેડની ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે. 50 વર્ષીય આધેડની મોઢા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમજ ગળું દબાવીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. મૃતકની સાથે પત્ની તરીકે રહેતી મહિલા, તેનો અસલી પતિ અને પુત્ર હત્યાને અંજામ આપી રૂમ બહારથી લોક કરી ફરાર થયા હતા.
ADVERTISEMENT
દુર્ગંધ આવતાં મકાનમાલિકે તપાસ કરાવી, તાળું તોડતાં લાશ મળી
ગત 23 ઓક્ટોબરની સવારે ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં મકાનમાલિકને શંકા ગઈ હતી, જેથી તેમણે પરિચિતોને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં રૂમનું તાળું તોડવામાં આવતાં અંદરથી રાજેશ મિશ્રાનો કોહવાયેલી લાશ મળી આવી હતી.
ADVERTISEMENT
મોઢા પર ઘા, ગળા અને છાતી પર કાળા ડાઘ
મૃતક રાજેશના મોઢાના જમણી બાજુના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા મારવામાં આવ્યા હોવાનું અને લોહી જામી ગયેલું જોવા મળ્યું હતું. આ ઉપરાંત ગળા તથા છાતીના ઉપરના ભાગે કાળા નિશાન દેખાતા હોવાથી હથિયારના ઘા મારવાની સાથે ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા ગઈ. 20 ઓક્ટોબરની રાત્રે રૂમમાંથી ઝઘડાનો અવાજ આવ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : આજે 13 રાજ્યોમાં પડશે વરસાદ, 90 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
ઘરમાં કોણ કોણ રહેતું હતું?
ADVERTISEMENT
રાજેશ મિશ્રા જ્યારે ભાડે રહેવા આવ્યો, ત્યારે તેની સાથે રહેતી રાજાબાઈ ઉર્ફે રાણી નામની મહિલાને પોતાની પત્ની તરીકે ઓળખાવી હતી. આ રૂમમાં તેમની સાથે રામપ્રસાદ અને ગોલુ નામના બે વ્યક્તિ પણ રહેતા હતા. જોકે સમગ્ર મામલાની અંદરની હકીકત એવી બહાર આવી કે રાજાબાઈ અને રાજેશ વચ્ચે અનૈતિક પ્રેમસંબંધ હતો, જ્યારે સાથે રહેતો રામપ્રસાદ હકીકતમાં રાજાબાઈનો કાયદેસરનો પતિ અને ગોલુ તેમનો પુત્ર હતો. એક જ છત નીચે પ્રેમી, પ્રેમિકા, અસલી પતિ અને પુત્ર રહેતા હોવાથી અવારનવાર ઝગડા થતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.