ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / દુષ્કાળને લઈ કુંવરજી બાવળિયાનું નિવેદન, ખેડૂતોની આશા અધ્ઘરતાલ

રાજકોટ / દુષ્કાળને લઈ કુંવરજી બાવળિયાનું નિવેદન, ખેડૂતોની આશા અધ્ઘરતાલ

Published By: Vishal Khamar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 06:37 PM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઓછા વરસાદની સ્થિતિ મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં ભવિષ્યમાં જ્યાં જરૂર લાગશે ત્યાં સરકાર દુષ્કાળ જાહેર કરશે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. જોકે સરકારના કેબિનેટ મંત્રી દ્વારા દુષ્કાળ મામલી નિવેદન આપવામાં આવતા ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

આ વર્ષે ગુજરાતમાં સરેરાશ વરસાદ જોઈએ તેટલો પડ્યો નથી. એમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પાછો ખેંચાયો છે. વરસાદ ન આવવાના કારણે પશુ પાલકો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

એવામાં આ મામલે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં મંત્રી કુંવરજી બાવળીયા એ કહ્યું હતું કે

રાજ્યમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સરકાર દ્વારા સર્વે કરાવવામાં આવ્યો છે. જે વિસ્તારમાં ઓછો વરસાદ છે ત્યાં સરકારે સર્વે કરાવવી લીધો છે. તેમજ જ્યાં પાણીની જરૂરિયાત છે ત્યાં પાણી આપવામાં આવી રહ્યું છે. જો ભવિષ્યમાં જરૂર લાગશે ત્યાં સરકાર દુષ્કાળ પણ જાહેર કરશે.

જોકે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા હજુ કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન દુષ્કાળ મામલે જાહેર કર્યું નથી એવામાં કેબિનેટ મંત્રી દ્વારા જરૂર જણાવશે તો દુષ્કાળ જાહેર કરવાની વાત કરવામાં આવી છે, જેને લઈ સૌરાષ્ટ્રના ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

સ્પષ્ટ જોઈ શકાય છે સૌરાષ્ટ્રમાં નહિવત વરસાદ પડ્યો છે, ઘાંસચારાની અછતને કારણે લોકો પોતાના ઢોર તરછોડવા મજબૂર બન્યા છે, તેવામાં મંત્રીએ આપેલા નિવેદન "જરૂર જણાશે તો દુષ્કાળ જાહેર કરશું" સૌરાષ્ટ્રવાસીઓની ચિંતા વધારી રહ્યું છે. આંકડાઓ સામે છે, સર્વે થઈ ગયો છે છતાં સરકારે હજી દુષ્કાળગ્રસ્ત જાહેર કેમ નથી કરી રહી? આ સવાલ પણ ઉઠી રહ્યો છે. ત્યારે માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ પણ સરકારને રાહત પેકેજ આપવા માટે અપીલ કરી છે.

રણજીત મુંધવા, માલધારી સમાજના આગેવાન

જ્યાં જ્યાં ઓછો વરસાદ થયો છે ત્યાં મકાઈ અને લીલાચારા ની અછત છે. રાજ્ય સરકાર આ વિસ્તારોમાં સસ્તા કે રાહત ભાવે પશુઓ માટે ચારો ઉપલબ્ધ કરાવે. તેમજ સરકાર દ્વારા તાત્કાલિક કેટલ કેમ્પની પણ વ્યવસ્થા શરૂ કરવામાં આવે જેના કારણે પશુપાલકો ને થોડી રાહત મળી રહે. હાલમાં અબોલ પશુઓ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતું નથી પરંતુ અબોલ પશુઓ માટે કોઈપણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી નથી.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, રાજ્યમાં પાણીની અછત દૂર કરાશે

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું ખૂબ નબળું ગયું છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની આવક નહિવત જોવા મળી રહી છે. બીજી તરફ જે પાણી ડેમોમાં છે તે પીવા માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું નથી. એવામાં કોંગ્રેસ દ્વારા વારંવાર સરકાર પાસે રજૂઆત કરવામાં આવી રહી છે કે રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવામાં આવે. જોકે સરકાર દ્વારા દુષ્કાળ મામલે કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. એવામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના નિવેદન બાદ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat drought declaration Saurashtra rainfall shortage Kunvarji Bavaliya statement

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ