ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વાડીમાંથી અપહરણ કરીને વારાફરતી આખી રાત સગીરાને પીંખી, જસદણના આટકોટમાં નરાધમો ઝડપાયા
Last Updated: 08:12 PM, 25 October 2026
ADVERTISEMENT
જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં છેલ્લા ઘણા સમયથી પરપ્રાંતિય મજૂર પરિવાર ભાગમાં ખેતીવાડી વાવવા રાખી અને પોતાનું ગુજરાત ચલાવે છે છેલ્લા બે વર્ષથી ભોગ બનનાર સગીરા તેમના કાકા અને કાકી સાથે રહેતી હતી ગત તારીખ 21.10 2026 ના રાત્રિના સમયે સગીરા તેના કાકા અને કાકીના પરિવારના સભ્યો સાથે વાડીએ સૂતી હતી ત્યારે મૂળ મધ્યપ્રદેશ ના ઘવાણિયા ગામનો મનસુખ નાનકા ભુરીયા જેને સગીરા સાથે પ્રેમ સંબંધ હતો તે તેના મિત્ર રાકેશ દેવકા સાથે મોટરસાયકલ પર સગીરાની વાડીએ આવી અને મોટરસાયકલ પર બેસાડી સગીરાનુ અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ જઈ બંને નરાધમોએ વારાફરતી આખી રાત સગીરા સાથે દુષ્કર્મ આદર્યું હતું.
ADVERTISEMENT
બે નરાધમોએ આખી રાતે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું
સવારે ઊઠીને સગીરાના કાકી એ જોયું તો સગીરા પથારીમાં ન હતી સગીરાની કાકી અને કાકાએ વાડીમાં શોધ ખોળ કરી પણ સગીરા ન મળી આવતા આજુબાજુના સગા વાલા ની વાડીમાં શોધ ખોળ કરી તેમ છતાં ન મળી આવતા આખો પરિવાર ચિંતાતુર થઈ અને વાડીમાં બેઠા બેઠા વિચાર કરતા કે હવે શું કરવું ત્યાં સગીરાને જોઈને આખા પરિવારના સભ્યો એ રાહતનો શ્વાસ લીધો હતો સગીરાને પુછ્યું તુ કયા ગઇ હતી ત્યારે સગીરા એ રોતા રોતા આપ વીતી જણાવતા કહ્યું કે રાત્રિના સમયે મને મનસુખ ભુરીયા અને તેનો મિત્ર રાકેશ દેવકા જબરજસ્તી મોટરસાયકલ માં બેસાડીને લઈ ગયા હતા દૂર દૂર અવાવરુ જગ્યામાં બંને એ વારાફરતી આખી રાત મારી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું સવાર સુધી દુષ્કર્મ ગુજારીયા બાદ મને એકલી મૂકીને જતા રહ્યા હતા. 3 સગીરાના કાકા દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે મૂળ મધ્યપ્રદેશના ધવાણીયા ગામના મનસુખ નાનકા ભુરીયા અને રાકેશ દેવકાએ મારી સગીર વયની ભત્રીજીનું અપહરણ કરી તેની સાથે અવાવરુ જગ્યાએ વારાફરતી દુષ્કર્મમાં આદર્યું હતું.
ADVERTISEMENT
આરોપીઓની ધરપકડ
આટકોટ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર અને ઇન્ચાર્જ ડીવાયએસપી કેજી ઝાલા દોડી આવ્યા હતા અને તાત્કાલિક આરોપીને પકડવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી એલસીબી એસઓજી અને આટકોટ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી બંને નરાધમોને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આટકોટ પોલીસ દ્વારા વાડી વિસ્તારમાંથી મનસુખ નાનકા ભુરીયા ની ધરપકડ કરી આટકોટ પોલીસ સ્ટેશનને લવાયો હતો રાકેશ દેવકા હજી પોલીસ પકડથી દૂર છે તેને પકડવા માટે એલસીબી એસઓજી અને આટકોટ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સગીરાના કાકા ની ફરિયાદ પરથી આટકોટ પોલીસ દ્વારા બંને નરા ધમો વિરુદ્ધ સામુહિક દુષ્કર્મ અપહરણ અને પોસ્કો સહિત ની કલમો લગાડી આગળની કાર્યવાહી કરેલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો