ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાના ધારેવાડામાં 20 વર્ષથી મીઠા પાણીની રાહ, ખારું પાણી પીવા મજબૂર ગ્રામજનો

ગુજરાત / બનાસકાંઠાના ધારેવાડામાં 20 વર્ષથી મીઠા પાણીની રાહ, ખારું પાણી પીવા મજબૂર ગ્રામજનો

Published By: Nidhi Panchal
Reported By: Mogji Chaudhry

Last Updated: 10:51 AM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ધારેવાડા ગામમાં છેલ્લા 20 વર્ષથી લોકો પીવાના મીઠા પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. 600 ફૂટ ઊંડે પણ ખારું પાણી મળતાં ગ્રામજનોના સ્વાસ્થ્યની સાથે ખેતી અને પશુપાલન પર પણ ગંભીર અસર પડી રહી છે.

ADVERTISEMENT

એક તરફ સરકાર દ્વારા ગામેગામ શુદ્ધ પાણી પહોંચાડવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ બનાસકાંઠાનું એક એવું ગામ છે જ્યાં લોકો છેલ્લા 20 વર્ષથી ખારું પાણી પીવા મજબૂર છે. અહીં જમીનમાં 500થી 600 ફૂટ ઊંડે બોર કરવામાં આવે તો પણ મીઠા પાણીના બદલે ક્ષારયુક્ત પાણી જ મળે છે. વાત છે બનાસકાંઠાના ધારેવાડા ગામની, જ્યાં પીવાના પાણીની સમસ્યા હવે લોકોના સ્વાસ્થ્યથી લઈને રોજગાર સુધી પહોંચી ગઈ છે. ગામમાં પાણીનું TDS 1800થી 2000 સુધી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. બીજી તરફ નર્મદાનું પાણી પણ નિયમિત મળતું ન હોવાની ફરિયાદ છે. વર્ષોથી રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

BSK-2

ધારેવાડા ગામની વસ્તી આશરે 1700 જેટલી છે અને ગામના 90 ટકા લોકો ખેતી તથા પશુપાલન પર નિર્ભર છે. ગામમાં ગ્રામપંચાયતના 3 બોર આવેલા છે, પરંતુ ત્રણેય બોરમાંથી ખારું અને ક્ષારયુક્ત પાણી મળે છે. ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં બનાવવામાં આવેલા બોરમાંથી પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. પાણીના તળ 500થી 600 ફૂટ નીચે હોવા છતાં મીઠું પાણી મળતું નથી. ખારા પાણીના કારણે ખેતી કરવી પણ મુશ્કેલ બની રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ટપક અને ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવે ત્યારે પાઇપોમાં ક્ષાર જમા થઈ જાય છે અને પાઇપો બ્લોક થઈ જાય છે. આ ઉપરાંત ખારું પાણી પાકને માફક ન આવતાં ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. પાણીની આ સમસ્યાને કારણે ખેતીની સાથે પશુપાલન કરનારા પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

પાણીમાં TDSની માત્રા 1800થી 2000 સુધી

ગામમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પાણીમાં TDSની માત્રા 1800થી 2000 સુધી છે. ગામના ઘણા લોકો પથરી, કમરના દુખાવા અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ છે.

BSK-3

આ અંગે પાલનપુરના યુરોલોજિસ્ટ ડૉ. અશ્વીન ગામીએ જણાવ્યું કે સામાન્ય રીતે 200 TDS આસપાસનું પાણી સારું ગણાય છે, જ્યારે 600 કે તેથી વધુ TDS ધરાવતા પાણીમાં ઓગળેલા તત્ત્વોનું પ્રમાણ વધારે હોય છે. તેમના જણાવ્યા મુજબ વધુ TDSવાળું પાણી લાંબા સમય સુધી પીવાથી પેટની સમસ્યાઓ, પથરી અને સાંધાના દુખાવા જેવી તકલીફો થવાની શક્યતા રહે છે. જોકે માત્ર TDSના આધારે કોઈ ચોક્કસ બીમારીનું કારણ નક્કી કરી શકાય નહીં. ડૉક્ટરે પાણીની ગુણવત્તા તપાસીને યોગ્ય શુદ્ધિકરણ કરવાની સલાહ આપી છે.

Doctor

ડૉ. અશ્વીન ગામી

ડૉ. અશ્વીન ગામીએ વધુમાં જણાવ્યું કે વધુ TDSવાળા પાણીનો ઉપયોગ કરતા લોકોએ પીવાના પાણીની ગુણવત્તા સુધારવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તેમના જણાવ્યા પ્રમાણે RO મશીનનો ઉપયોગ કરીને પાણીનું TDS આશરે 200 સુધી લાવી શકાય છે. આ ઉપરાંત સપાટીનું પાણી, ધરોઈની નહેરનું પાણી અથવા યોગ્ય રીતે સંગ્રહ અને શુદ્ધ કરેલું વરસાદી પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય છે. ધારેવાડા જેવા ગામમાં જ્યાં ભૂગર્ભજળમાં ક્ષારનું પ્રમાણ વધારે છે, ત્યાં પીવાના શુદ્ધ પાણીની વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી બની છે. પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે યોગ્ય પાણી પુરવઠો અને પાણીની ગુણવત્તાની નિયમિત તપાસ મહત્વપૂર્ણ છે.
BSK
આ અંગે ધારેવાડા ગામના રહેવાસી વાઘુભા જાદવે જણાવ્યું કે વર્ષોથી ગામમાં ખારું અને બગડેલું પાણી આવે છે. નર્મદાનું પાણી આપવામાં આવે છે, પરંતુ તે પણ સમયસર મળતું નથી. ક્યારેક બે દિવસે તો ક્યારેક ત્રણ દિવસે પાણી આવે છે, પરંતુ તેનો કોઈ ચોક્કસ સમય નથી. તેમણે કહ્યું કે ગામના મોટાભાગના લોકો ખેતરોમાં કામ કરવા જતા હોય છે, ત્યારે અચાનક પાણી આવે તો ઘરે પાણી ભરવા માટે કોઈ હોતું નથી.
BSK-2

પરિણામે લોકોને જરૂરિયાત મુજબ પાણી મળતું નથી. વાઘુભા જાદવના જણાવ્યા મુજબ ગામમાં કમરના દુખાવા અને પથરી જેવી સમસ્યાઓથી અનેક લોકો પરેશાન છે. ગ્રામજનો દ્વારા પંચાયતના તેમજ ખાનગી બોર બનાવવામાં આવ્યા, પરંતુ ખારા પાણીની સમસ્યામાં કોઈ ફેરફાર થયો નથી.

આ પણ વાંચો : હાઈરાઈઝ બિલ્ડિંગથી લઈને હોટલ અને હોસ્પિટલ સુધી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત

વાઘુભા જાદવે વધુમાં જણાવ્યું કે પાણીની સમસ્યા અંગે ગ્રામજનોએ અનેક વર્ષોથી સરકાર સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી પરિણામ મળ્યું નથી. સરકાર દ્વારા નર્મદાનું પાણી પૂરું પાડવાની વાત કરવામાં આવે છે, પરંતુ પાણીનો પુરવઠો અનિયમિત હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડે છે.

ગામના લોકોની માગ

ગામના લોકોની માગ છે કે અન્ય ગામોની જેમ ધારેવાડામાં પણ પૂરતા પ્રમાણમાં મીઠું અને શુદ્ધ પાણી નિયમિત આપવામાં આવે. એક તરફ ખારા પાણીના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન છે. ત્યારે હવે સવાલ એ છે કે છેલ્લા 20 વર્ષથી મીઠા પાણીની રાહ જોઈ રહેલા ધારેવાડાના 1700 લોકોને આખરે ક્યારે રાહત મળશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salty Drinking Water Dharewada Village Banaskantha Water Crisis

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ