ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ''...તો રિપબ્લિકન પાર્ટીને મોટી જીત મળતી'', ચૂંટણીમાં હાર ભાળતા ટ્રમ્પનું મોટું નિવેદન

નિવેદન / ''...તો રિપબ્લિકન પાર્ટીને મોટી જીત મળતી'', ચૂંટણીમાં હાર ભાળતા ટ્રમ્પનું મોટું નિવેદન

Published By: Jinal Chauhan

Last Updated: 10:34 AM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટી પાછળ રહેતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે દાવો કર્યો કે જો તેઓ ચૂંટણીના બેલેટ પર હોત તો તેમની પાર્ટીને મોટી જીત મળી હોત.

ADVERTISEMENT

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી પાછળ રહેતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનથી રાજકીય ચર્ચા જગાવી છે. ટ્રમ્પે કહ્યું કે ચૂંટણીમાં તેમનું નામ બેલેટ પર નહોતું, નહીં તો પાર્ટી મોટા અંતરથી જીત મેળવી શકી હોત. બીજી તરફ, તેમણે ચૂંટણીના પરિણામો સ્વીકારવાની તૈયારી પણ દર્શાવી છે. ડેમોક્રેટ્સને જીત મળે તો તેમની સાથે મળીને કામ કરવાની વાત પણ ટ્રમ્પે કરી છે. ચૂંટણીના પરિણામો બાદ ટ્રમ્પના આ બેવડા સંદેશને લઈને અમેરિકાના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે.

બેલેટ પર નામ હોત તો મોટી જીત મળતઃ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે તેઓ ચૂંટણીના બેલેટ પર નહોતા અને જો તેમનું નામ બેલેટ પર હોત તો રિપબ્લિકન પાર્ટી મોટા અંતરથી જીત મેળવી શકી હોત. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ‘ઇન અ લેન્ડસ્લાઇડ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો અર્થ મોટા અંતરથી જીત થવો એવો થાય છે. પોસ્ટના અંતમાં તેમણે આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણીમાં પાછળ રહેવા અંગે ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે પોતાના નિવેદનમાં રિપબ્લિકન પાર્ટી પાછળ રહેવાના કારણો અંગે કોઈ સ્પષ્ટ વાત કરી નથી. તેમણે માત્ર એટલો દાવો કર્યો છે કે જો તેઓ પોતે ચૂંટણીના બેલેટ પર હોત તો પાર્ટીનું પરિણામ અલગ હોત. ટ્રમ્પના આ નિવેદનને ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન અંગેની તેમની પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, ચૂંટણીના પરિણામો અંગે તેમણે સીધી રીતે કોઈ જવાબદારી સ્વીકારી નથી.

trump-normal

ચૂંટણીના પરિણામો સ્વીકારવા તૈયારઃ ટ્રમ્પ

ચૂંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટી પાછળ રહેવા અંગે ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં પણ પ્રતિક્રિયા આપી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ચૂંટણીના પરિણામો સ્વીકારશે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ પરિણામો સ્વીકારવા માટે તૈયાર છે. આ નિવેદન તેમના સોશિયલ મીડિયા પરના દાવાથી અલગ હતું. એક તરફ તેમણે પોતાની પાર્ટીની મોટી જીતનો દાવો કર્યો હતો, જ્યારે બીજી તરફ પરિણામો સ્વીકારવાની તૈયારી પણ દર્શાવી હતી.

ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવાની ઇચ્છા

ટ્રમ્પે વિરોધ પક્ષ ડેમોક્રેટ્સ સાથે કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો વિરોધ પક્ષ ચૂંટણીમાં જીતે તો પણ તેમની સાથે મળીને કામ કરવાની આશા રાખે છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે બંને પક્ષો વચ્ચે કોઈ રસ્તો નીકળી શકે છે. ચૂંટણીમાં પાછળ રહેવા છતાં ટ્રમ્પે સહકારની વાત કરી છે. તેમના આ નિવેદનને અમેરિકાના રાજકારણમાં આગળની કામગીરી માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ મૂડ ઓફ અમેરિકા: મિડ-ટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વર્ચસ્વની આજે ખરી અગ્નિપરીક્ષા

મિડટર્મ ચૂંટણીથી ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના બે વર્ષ બાદ મિડટર્મ ચૂંટણી યોજાય છે. આ ચૂંટણીમાં પ્રતિનિધિ સભાની તમામ 435 બેઠકો અને સેનેટની લગભગ એક તૃતીયાંશ બેઠકો માટે મતદાન થાય છે. આ ચૂંટણીના પરિણામો પરથી નક્કી થાય છે કે સંસદના બંને ગૃહોમાં કઈ પાર્ટીનું વર્ચસ્વ રહેશે.

જો ડેમોક્રેટ્સ પ્રતિનિધિ સભામાં બહુમતી મેળવી લે છે તો તેમને વિવિધ સંસદીય સમિતિઓનું નિયંત્રણ મળી શકે છે. આ સમિતિઓ દ્વારા ટ્રમ્પ સરકારના નિર્ણયો અંગે સવાલો ઉઠાવી શકાય છે. સરકારી અધિકારીઓને પૂછપરછ માટે બોલાવી શકાય છે અને જરૂરી દસ્તાવેજો પણ માગી શકાય છે. જરૂર પડે તો સમન્સ પણ જારી થઈ શકે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ સરકાર માટે સંસદમાં પોતાના નિર્ણયો આગળ વધારવાનું મુશ્કેલ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Midterm Election Donald Trump

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ