ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:18 AM, 9 November 2026
ADVERTISEMENT
અમદાવાદમાં આજે વિકાસકાર્યોને લઈને અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શહેરી સુવિધાઓના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. એસજી હાઈવે પર ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીનો નવનિર્મિત ફ્લાયઓવર વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ઉપરાંત જોધપુરમાં નોલેજ હબ અને ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ થશે. રામાપીરના ટેકરા સહિત વિવિધ વિસ્તારોમાં તૈયાર થયેલા આવાસના મકાનોનો ડ્રો યોજાશે.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 9 નવેમ્બરે અમદાવાદમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરશે. આ દરમિયાન તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ₹1,024 કરોડનાં વિવિધ 30 વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરવામાં આવશે.આ કાર્યક્રમોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ અને વોટર પ્રોજેક્ટ્સ સહિત શહેરી સુવિધાઓના અનેક કામોનો સમાવેશ થાય છે. સવારે 10:30 વાગ્યાથી કાર્યક્રમોની શરૂઆત થશે.
ADVERTISEMENT
એસજી હાઈવે પર ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના 4.03 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોરનું આજે લોકાર્પણ કરવામાં આવશે. આ ફ્લાયઓવર ખુલ્લો મુકાતા રોજ અહીંથી પસાર થતા અંદાજે 1.5થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે.ખાસ કરીને વાયએમસીએ, પ્રહલાદનગર અને કર્ણાવતી ક્લબ જંક્શન પર વાહનચાલકોને ટ્રાફિકમાં રાહ જોવામાંથી રાહત મળી શકે છે. આ માર્ગ પર વાહનોની અવરજવર સરળ બનશે અને મુસાફરીનો સમય પણ ઘટી શકે છે.
ADVERTISEMENT
આ એલિવેટેડ કોરિડોરની ખાસિયત તેની ‘ઊંધા ટી’ ડિઝાઇન છે. સામાન્ય રીતે ફ્લાયઓવરમાં અનેક પિલર જોવા મળે છે, પરંતુ આ કોરિડોર સિંગલ પિલર પર ઊભો કરવામાં આવ્યો છે.આ ડિઝાઇનને કારણે બ્રિજની નીચે બંને બાજુનો રસ્તો ખુલ્લો અને પહોળો રહેશે. સામાન્ય ફ્લાયઓવરની ઊંચાઈ 7.5 મીટર હોય છે, જ્યારે આ કોરિડોરની ઊંચાઈ 5.5 મીટર રાખવામાં આવી છે. ઊંચાઈમાં 2 મીટરનો ઘટાડો થવાથી બાંધકામના ખર્ચમાં પણ ઘટાડો થયો છે.આ કોરિડોરને એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ કરવાની યોજના છે. ઓવરસ્પીડ વાહનો સામે મેમો સહિતની કાર્યવાહી અને ઇમરજન્સી સેવાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ ઊભી કરવામાં આવશે.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જોધપુર વિસ્તારમાં નોલેજ હબ તૈયાર કરવામાં આવ્યું છે. આજે અમિત શાહના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે.આ નોલેજ હબ ખાસ કરીને GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે. અહીં વિદ્યાર્થીઓને SPIPA જેવી ઉચ્ચ સ્તરની કોચિંગ અને લાઇબ્રેરીની સુવિધા મળી શકશે.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સારી સુવિધા મળે તે હેતુથી આ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ VIDEO : ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના ગોતામાં પી સ્ક્વેર થિયેટરમાં પરિવાર સાથે 'રામાયણ' મૂવી નિહાળી
ADVERTISEMENT
અમદાવાદના ગોતા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનું પણ આજે લોકાર્પણ કરવામાં આવશે. શહેરમાં આરોગ્ય સુવિધાઓ વધારવાના ભાગરૂપે આ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે.આરોગ્ય કેન્દ્ર શરૂ થવાથી આસપાસના વિસ્તારના લોકોને સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓ મેળવવામાં મદદ મળશે.
અમદાવાદમાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા હજારો મકાનોનો ડ્રો યોજાશે. રામાપીરના ટેકરા વિસ્તારમાં તૈયાર થયેલા 1,400 મકાનો સહિત વિવિધ સ્થળોએ બનાવવામાં આવેલા આવાસનો સમાવેશ થાય છે.11 સ્થળોએ તૈયાર થયેલા 7,825 મકાનો માટે કુલ 97,066 અરજીઓ મળી છે. આ મકાનો 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવે છે. ઉપલબ્ધ વિગતો પ્રમાણે રામાપીરના ટેકરા ખાતે સેક્ટર-5માં 1,400 મકાનો અને 16 દુકાનો તૈયાર કરવામાં આવી છે. સેક્ટર-1માં પણ 700 આવાસ તૈયાર થયાં છે.આવાસ યોજનાનો હેતુ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પાકાં મકાનો આપવાનો અને શહેરમાં રહેઠાણની સુવિધા વધારવાનો છે. અમદાવાદમાં હાલમાં 33 હજારથી વધુ મકાનો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.
11 સ્થળોએ તૈયાર થયેલા 7,825 મકાનો માટે 97,066 અરજીઓ મળી છે. મકાનોની ફાળવણી માટે ડ્રો કરવામાં આવશે અને પસંદ થયેલા લાભાર્થીઓને આવાસ આપવામાં આવશે.આ ઉપરાંત ઉપલબ્ધ મકાનોના 50 ટકા જેટલા એટલે કે 3,912 અરજદારોને પ્રતીક્ષાયાદીમાં રાખવામાં આવશે. જો કોઈ પસંદ થયેલો લાભાર્થી જરૂરી પુરાવા રજૂ ન કરી શકે અથવા નક્કી કરેલી રકમ ભરી ન શકે તો વેઇટિંગ લિસ્ટમાં રહેલા લાભાર્થીને મકાન ફાળવવામાં આવશે.
અમિત શાહ વાડજમાં રામાપીરના ટેકરા ખાતે તૈયાર થયેલા આવાસોની મુલાકાત લેશે. ત્યારબાદ રાણીપમાં ડી-માર્ટ સામે આવેલા પ્લોટમાં આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરવામાં આવશે.આ કાર્યક્રમ બાદ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે ફ્લાયઓવર, નોલેજ હબ, આરોગ્ય કેન્દ્ર અને આવાસ યોજનાના કાર્યક્રમો દ્વારા શહેરી સુવિધાઓમાં વધારો થવાની સાથે હજારો લોકોને લાભ મળવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ