ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / બોલિવૂડમાં ધામધૂમથી ઉજવાઈ દિવાળી: અક્ષય કુમારે કરી પૂજા, તો સોનમ-સોનાક્ષીએ પતિ સાથે મનાવ્યો ઉત્સવ

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / બોલિવૂડમાં ધામધૂમથી ઉજવાઈ દિવાળી: અક્ષય કુમારે કરી પૂજા, તો સોનમ-સોનાક્ષીએ પતિ સાથે મનાવ્યો ઉત્સવ

Last Updated: 12:53 AM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડના દિગ્ગજ સિતારાઓએ અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને સોનાક્ષી સિંહા સહિત પોતાના પરિવાર સાથે ખૂબ જ ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરી છે.

1/9

photoStories-logo

1. બોલિવૂડમાં ધામધૂમથી ઉજવાઈ દિવાળી: અક્ષય કુમારે કરી પૂજા, તો સોનમ-સોનાક્ષીએ પતિ સાથે મનાવ્યો ઉત્સવ

રોશની અને ઉત્સવનો પાવન મહાપર્વ દિવાળી સમગ્ર દેશમાં અત્યંત હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવાઈ રહી છે. ચારેય બાજુ દીવાઓની ઝળહળતી રોશની અને રંગબેરંગી લાઈટોનો પ્રકાશ જોવા મળી રહ્યો છે. આ તરફ બોલિવૂડના નામી સિતારાઓ પણ પોતાના પરિવારજનો અને કરીબીઓ સાથે પૂરા જોશ અને ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સની દિવાળી સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો અત્યારે ભારે વાયરલ થઈ રહ્યા છે. ચાલો જાણીએ કે આ વખતે કયા સ્ટારે કઈ રીતે પોતાની દિવાળીની ઉજવણી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. અક્ષય કુમારનો એકદમ ખાસ અને પરંપરાગત અંદાજ જોવા મળ્યો

દિવાળીના ખાસ અવસરે બોલિવૂડના ખેલાડી એટલે કે એક્શન કિંગ અક્ષય કુમારનો એકદમ ખાસ અને પરંપરાગત અંદાજ જોવા મળ્યો. અક્ષય કુમારે દિવાળીના પર્વ પર વિધિવત પૂજા-અર્ચના કરી હતી. તેમણે પોતાના વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, દિવાળી એ ખુશીઓ વહેંચવાનો, પોતાના સ્વજનો સાથે ઉત્તમ સમય વિતાવવાનો અને જીવનની નાની-નાની ખુશીઓ મનાવવાનો તહેવાર છે. આ અત્યંત સુંદર તહેવાર દરેકના ઘરમાં ખુશહાલી, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિ લઈને આવે. આપ સૌને અને તમારા પરિવારને મારી તથા મારા પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. સોનાક્ષી સિંહા અને જહીર ઇકબાલે મનાવી દિવાળી

બોલિવૂડના લોકપ્રિય યુગલ સોનાક્ષી સિંહા અને જહીર ઇકબાલ દ્વારા ખૂબ જ અલગ અંદાજમાં દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ દંપતીએ પોતાના ચાહકોને પણ દિવાળીની ખૂબ-ખૂબ વધામણી પાઠવી હતી. દિવાળી સેલિબ્રેશનની સુંદર તસવીરો શેર કરતાં સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું હતું કે, પ્રેમ અને રોશનીથી ભરેલી આ દિવાળી અમારી તો આવી જ રહી છે. અમને સંપૂર્ણ આશા છે કે તમારી દિવાળી પણ ખૂબ જ અદભુત રહી હશે. બધાને અઢળક પ્રેમ અને મિત્રોને દિવાળીની શુભકામનાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. પ્રિયંકા ચોપરા વિદેશમાં ઉજવી દિવાળી

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા વિદેશમાં વસવાટ કરવા છતાં ભારતના દરેક તહેવારને પૂરા ઉત્સાહ અને પરંપરા સાથે ઉજવે છે. દિવાળી પર પણ તેમણે ખાસ અંદાજમાં જશ્ન મનાવ્યો હતો. પ્રિયંકાએ પોતાની દિવાળી પાર્ટીની આકર્ષક તસવીરો શેર કરીને ચાહકોને દીપોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રિયંકાની સાથે તેમના પતિ નિક જોનસ અને વ્હાલી દીકરી માલતી પણ દિવાળીના રંગોમાં રંગાયેલા નજરે પડ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. વરુણ ધવનની દિવાળીની ઉજવણી સંપૂર્ણપણે પરિવારને સમર્પિત રહી

અભિનેતા વરુણ ધવનની દિવાળીની ઉજવણી સંપૂર્ણપણે પરિવારને સમર્પિત રહી હતી. અભિનેતાએ પોતાની પત્ની નતાશા દલાલ અને નાની દીકરી લારા સાથે મળીને પર્વની ઉજવણી કરી હતી. વરુણ દ્વારા પત્ની અને દીકરી સાથેની કેટલીક મનમોહક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. સોનમ કપૂરનો અનોખો અંદાજ જોવા મળ્યો

દિવાળીના પાવન અવસરે સોનમ કપૂરનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો, જ્યાં તે પોતાના પતિ સાથે રોમેન્ટિક ક્ષણો માણતી નજરે પડી હતી. ટ્રેડિશનલ સૂટમાં સોનમનો લૂક પણ જોવાલાયક હતો. અભિનેત્રીએ દિવાળી સેલિબ્રેશનની તસવીરો શેર કરતા લખ્યું હતું કે, દિવાળીની ઝળહળતી રોશની, થોડોક સ્પાર્કલ અને તે ખાસ વ્યક્તિ... જે આજે પણ મારા ગાલ પર શરમની લાલી લાવી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. મહીપે પોતાના સમગ્ર પરિવાર સાથે ઘરમાં જ દિવાળીની વિધિવત પૂજા કરી

શનાયા કપૂરના માતા મહીપ કપૂર દ્વારા પણ દિવાળી સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે. મહીપ પોતાના સમગ્ર પરિવાર સાથે ઘરમાં જ દિવાળીની વિધિવત પૂજા કરતી નજરે પડી હતી. તેમણે આ અવસરે સૌ કોઈને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. સારા અલી ખાને દિવાળી સેલિબ્રેશનની સુંદર ઝાંખી ચાહકો સાથે શેર કરી

સારા અલી ખાન દ્વારા પણ પોતાના દિવાળી સેલિબ્રેશનની સુંદર ઝાંખી ચાહકો સાથે શેર કરવામાં આવી છે. સારાએ દિવાળીના દિવસે પોતાની માતા અમૃતા સિંહ, ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને મિત્રો સાથે જબરદસ્ત પાર્ટી કરી હતી. દિવાળી પાર્ટી દરમિયાન સારા અને ઇબ્રાહિમે મિત્રો સાથે ખૂબ મસ્તી કરી હતી અને અનેક રમતો પણ રમી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. કરીના કપૂરે દિવાળીની ઉજવણી કરી

કરીના કપૂરે પોતાના દિવાળી સેલિબ્રેશનની અ અનેક તસવીરો પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. કપૂર સિસ્ટર્સ કરીના અને કરિશ્મા પોતાની માતા બબીતા કપૂર અને પિતા રણધીર કપૂર સાથે એકદમ આનંદિત મુદ્રામાં નજરે પડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SonakshiSinha BollywoodDiwali AkshayKumar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ