ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીના સરા ગામમાં 7 વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો, માતાએ બૂમાબૂમ કરતાં જીવ બચ્યો
Last Updated: 11:12 PM, 11 November 2026
ADVERTISEMENT
નવસારીના સરા ગામમાં 7 વર્ષના માસૂમ બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. સરા કમદી ફળિયામાં સની કુકડા માતા અને ભાઈ-બહેન સાથે તાપવા માટે બેઠો હતો તે સમયે ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો. અને તેણે બાળકને ગળા અને જમણા ખભાથી પકડીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. માતાની સમયસૂચકતા અને બૂમાબૂમથી બચ્યો માસૂમનો જીવ બચ્યો હતો. ઘટના બાદ તરત જ ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેની હાલત સ્થિર છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની તજવીજ શરૂ કરાઈ હતી.
ADVERTISEMENT
ચીખલી તાલુકાના સરેયા ગામમાં પણ દીપડાના આંટાફેરા
નવસારીના ચીખલી તાલુકાના સરેયા ગામે દીપડો ખુલ્લેઆમ રસ્તા પર અને વસ્તીવાળા વિસ્તારમાં આંટાફેરા કરતો નજરે પડ્યો હતો. સરેયા ગામે સતત દીપડાના દર્શન થવાથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ફફડાટ અને ડરનો માહોલ છે। વહેલી સવારે કે મોડી સાંજ ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે. તાજેતરમાં જ નવસારીના વાંસદા તાલુકાના ભીનાર ગામે ઘરના આંગણામાં રમતા ૩ વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : 'અમને ગોળી વાગી, જલદી આવો', કુલગામમાં CRPF આતંકી હુમલાનો વીડિયો આવ્યો સામે
જૂનાગઢના મેંદરડામાં પણ દીપડાનો આતંક
ADVERTISEMENT
જૂનાગઢના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે દીપડાના હુમલાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના સાત વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો હતો. શોધખોળ દરમિયાન બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. એટલું જ નહીં, બાળકના મૃતદેહની શોધખોળ દરમિયાન દીપડાએ બે રાહદારીઓ પર પણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે આઠ જેટલાં પાંજરાં ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.