ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરવલ્લીમાંથી સળગેલી કારમાંથી માનવ કંકાલ મળ્યું, લાશ ભિલોડા પોલીસ સ્ટેશનના ASIની હોવાની શંકા

ચકચાર / અરવલ્લીમાંથી સળગેલી કારમાંથી માનવ કંકાલ મળ્યું, લાશ ભિલોડા પોલીસ સ્ટેશનના ASIની હોવાની શંકા

Published By: Hiralal Parmar
Reported By: Rakesh Ode

Last Updated: 07:45 PM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં સળગેલી કારમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચાર મચી હતી.

ADVERTISEMENT

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં સળગેલી કારમાંથી માનવ કંકાલ (લાશ) મળી આવવાની ઘટના બની છે. મૃતદેહ ઝીંઝોડી ગામના 45 વર્ષીય અશ્વિનભાઈ તબિયાડનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેઓ ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કાર સંપૂર્ણપણે સળગેલી હાલતમાં

ભિલોડા તાલુકાના પાદરા ગામ નજીક હાથમતી નદીની સ્લીપ પાસે એક અર્ટિગા કાર સંપૂર્ણપણે સળગેલી હાલતમાં મળી આવી હતી. સ્થાનિક લોકોએ શંકાસ્પદ હાલતમાં કાર જોતા તપાસ કરતા અંદરથી બળી ગયેલું માનવ કંકાલ મળી આવ્યું હતું. મળી આવેલું કંકાલ ઝીંઝોડી ગામના 45 વર્ષીય અશ્વિનભાઈ તબિયાડનું હોવાનું અનુમાન છે. તેઓ 8 નવેમ્બરની રાત્રે નોકરી પર જવા માટે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા.

પોલીસના કાફલો ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ST સ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધી..., દિવાળી નિમિત્તે વતન જવા મુસાફરોનું કીડિયારું ઊભરાયું

રહસ્યમય ઘટનાને પગલે જિલ્લામાં ચર્ચા

ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. કારમાં આગ કેવી રીતે લાગી, વ્યક્તિનું મોત કયા સંજોગોમાં થયું અને આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. માનવ કંકાલની ઓળખ માટે જરૂરી તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

arvalli news arvalli crime arvalli crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ