ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં ઠંડીનું જોર હજુ વધશે, હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર! અંબાલાલ પટેલની મોટી આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / ગુજરાતમાં ઠંડીનું જોર હજુ વધશે, હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર! અંબાલાલ પટેલની મોટી આગાહી

Last Updated: 01:47 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પણ રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે.

1/6

photoStories-logo

1. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો વધુ એક રાઉન્ડ!

અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને ઠંડીની મોટી આગાહી કરી છે.તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજથી જ ઠંડીનું જોર વધશે.27 નવેમ્બર આસપાસ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ડિસેમ્બર મહિનામાં પણ ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે.ખાસ કરીને 18 ડિસેમ્બર પછી ઠંડી વધુ વધવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અંબાલાલ પટેલની આગાહી, આજથી વધશે ઠંડી

ગુજરાતમાં શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાનને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજથી જ ઠંડીનું જોર વધશે. આગામી દિવસોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે લોકોને વધુ ઠંડીનો અહેસાસ થશે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ શકે છે. તેથી આગામી દિવસોમાં લોકોને ગરમ કપડાં તૈયાર રાખવા પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં થશે વધારો

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો હજુ વધવાનો છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઠંડા પવનોની અસરને કારણે વહેલી સવારે બહાર નીકળતા લોકોને વધુ ઠંડીનો અનુભવ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 27 નવેમ્બર પછી કેટલાક વિસ્તારોમાં છવાશે વાદળો

ઠંડીની વચ્ચે હવામાનમાં થોડો ફેરફાર પણ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 27 નવેમ્બર આસપાસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. એટલે કે આ સમયગાળા દરમિયાન આકાશમાં વાદળો છવાઈ શકે છે. જોકે આ સ્થિતિ રાજ્યના તમામ વિસ્તારોમાં જોવા મળે તે જરૂરી નથી. અલગ-અલગ વિસ્તારોમાં હવામાનની સ્થિતિ અલગ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ડિસેમ્બર મહિનામાં પણ ઠંડીનું જોર યથાવત્ રહેશે

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે. ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડા પવનોની અસર જોવા મળી શકે છે. રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડીનો અનુભવ વધુ થશે. એટલે નવેમ્બર મહિનો પૂરો થયા પછી પણ લોકોને ઠંડીથી ખાસ રાહત મળવાની શક્યતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 18 ડિસેમ્બર પછી વધશે ઠંડીનો ચમકારો

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 18 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધુ વધશે. ડિસેમ્બરના બીજા ભાગમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે. એટલું જ નહીં, જાન્યુઆરી મહિનામાં પણ ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. આમ, આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગુજરાતના લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Cold Wave Cold Wave Gujarat Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ