ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO : સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના ધજાગરા, મેયર ગીતા મકવાણાને બગીચામાં મળી દારુની બોટલ
Last Updated: 02:18 PM, 20 November 2026
ADVERTISEMENT
વડોદરા મનપાના બગીચામાં જ દારૂપાર્ટી થઈ છે. મનપા કચેરીમાંથી મેયરના હાથમાં દારૂની બોટલ આવી છે. મેયર ગીતા મકવાણાને પરિસરમાંથી દારૂની બોટલ મળી હતી. બગીચા પાસેથી દારૂની ખાલી બોટલો દેખાતા મેયર સ્તબ્ધ થયા હતા.
ADVERTISEMENT
વડોદરા મનપાના પરિસરમાં દારૂની બોટલો મળી, મેયર ચોંક્યા સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના અમલ સામે સવાલો ઊભા થયા છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના પરિસરમાં સ્વચ્છતાનું નિરીક્ષણ કરવા પહોંચેલા મેયર ગીતા મકવાણાને બગીચા નજીક દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. આ દૃશ્ય જોઈ મેયર ચોંકી ઊઠ્યા હતા. તેમણે સુરક્ષા કર્મચારીઓને કડક કાર્યવાહી કરવા અને કચેરીના પરિસરમાં દારૂની બોટલો કોણ મૂકી જાય છે તેની તપાસ કરવા સૂચના આપી હતી. સાથે જ રાત્રિના સમયે કચેરી પરિસરમાં કોણ અવરજવર કરે છે તેની પણ તપાસના આદેશ આપ્યા છે. જોકે, બોટલો કોણે મૂકી હતી તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. #Vadodara #MunicipalCorporation #LiquorBottles #Mayor #GujaratProhibition #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 20, 2026
દારૂની ખાલી બોટલો, નશાના કાગળો મળ્યાં
ADVERTISEMENT
મેયર ગીતા મકવાણાએ ખંડેરાવ માર્કેટ ગાર્ડનની આકસ્મિક મુલાકાત લીધી હતી, જ્યાં ગાર્ડનની ફરતે આવેલા વિસ્તારમાં (પેરિફેરી) દારૂની ખાલી બોટલો, નશાના કાગળો અને કચરો પડેલો જોવા મળ્યો હતો.
વધુ વાંચો : રાજ્યસભાના પદનામિત સાંસદ અને ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર સતનામ સિંહ સંધુને EDનું સમન્સ
ADVERTISEMENT
તાત્કાલિક સ્થળ પર સફાઈ કરાવવાની સૂચના આપી
પાલિકાની મુખ્ય કચેરીના પટાંગણમાં જ આવી હાલત જોઈને મેયર ચોંકી ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક સ્થળ પર સફાઈ કરાવવાની સૂચના આપી હતી. તાજેતરમાં જ સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાએ મોખરાનું સ્થાન મેળવ્યું હોવાથી, ખુદ મહાનગરપાલિકાના સંકુલમાં જ ગંદકી અને દારૂની બોટલો મળતા તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો