ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે પણ પારો 40°Cને આંબી શકે! અમદાવાદ-રાજકોટ સહિતનાં શહેરોમાં કેવું રહેશે હવામાન?

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / આજે પણ પારો 40°Cને આંબી શકે! અમદાવાદ-રાજકોટ સહિતનાં શહેરોમાં કેવું રહેશે હવામાન?

Last Updated: 08:19 AM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. રાજકોટમાં તાપમાન 40.4 ડિગ્રી સુધી પહોંચ્યું છે, ત્યારે આગામી 7 દિવસ સુધી ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે.

1/6

photoStories-logo

1. મહિનો પૂરો થવા આવ્યો

ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો છે, છતાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. બપોરે આકરી ગરમી અને વહેલી સવારે તથા રાત્રે આંશિક ઠંડી અનુભવાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મહત્તમ તાપમાન 36થી 40 ડિગ્રી

ગુજરાતમાં મહત્તમ તાપમાન 36થી 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20થી 26 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજકોટમાં સૌથી વધુ 40.4 ડિગ્રી, ભુજમાં 39.6 ડિગ્રી, કંડલા પોર્ટ અને સુરેન્દ્રનગરમાં 39.5 ડિગ્રી, જ્યારે નલિયામાં 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. અમદાવાદમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યના અન્ય શહેરોમાં ડીસામાં 38.8 ડિગ્રી, પોરબંદરમાં 38.6, કેશોદમાં 38.5, વેરાવળમાં 38.3, સુરતમાં 37.8 અને અમદાવાદમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, વડોદરા, ભાવનગર અને મહુવામાં 36.8 ડિગ્રી, અમરેલીમાં 36.7, ઓખામાં 32.8 અને દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. નલિયામાં સૌથી ઓછું 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન

બીજી તરફ નલિયામાં સૌથી ઓછું 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 20.3, મહુવા અને કેશોદમાં 21.3, અમરેલીમાં 21.6, વડોદરામાં 21.8 અને રાજકોટમાં 22.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને સુરતમાં 24.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સ્વચ્છ રહેશે અને તાપમાન 37થી 24 ડિગ્રી

આજે અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 37થી 24 ડિગ્રી વચ્ચે રહી શકે છે. રાજકોટમાં આંશિક વાદળછાયા વાતાવરણ સાથે તાપમાન 40થી 23 ડિગ્રી, સુરતમાં સ્વચ્છ આકાશ સાથે 38થી 24 ડિગ્રી અને વડોદરામાં આંશિક વાદળછાયા વાતાવરણ સાથે 37થી 22 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગાળની ખાડીમાં નવું લૉ-પ્રેશર સર્જાઈ શકે

બીજી તરફ થાઈલેન્ડથી આગળ વધી રહેલી સિસ્ટમને કારણે 23 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં નવું લૉ-પ્રેશર સર્જાઈ શકે છે, જે મજબૂત બની ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. તમિલનાડુના દરિયાકાંઠે પણ લૉ-પ્રેશર સક્રિય થતાં તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને શ્રીલંકામાં વાદળો છવાયા છે. જ્યારે અરબી સમુદ્રની નબળી પડેલી સિસ્ટમ સોમાલિયાના કિનારા તરફ ફંટાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Temperature Today Rajkot Weather Gujarat Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ