ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ₹15,000થી ₹25,000 વચ્ચે પગાર મેળવો છો? EPFO સંબંધિત આ કામમાં મોડું કરશો તો થઈ શકે નુકસાન!

photo-story

10 ફોટો ગેલેરી

કામની વાત / ₹15,000થી ₹25,000 વચ્ચે પગાર મેળવો છો? EPFO સંબંધિત આ કામમાં મોડું કરશો તો થઈ શકે નુકસાન!

Last Updated: 09:34 AM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPFOએ ફરજિયાત સામાજિક સુરક્ષા માટેની પગાર લીમીટ 15,000થી વધારીને 25,000 કરતાં લાખો કર્મચારીઓ માટે PF, પેન્શન અને વીમા કવચના નવા રસ્તા ખૂલ્યા છે. જો તમારો પગાર પણ આ મર્યાદામાં આવે છે તો ચાલો જાણીએ કે તમને આ ફેરફારનો લાભ મળી શકે છે કે નહીં અને કંપનીમાં કઈ પ્રક્રિયા કરવી જરૂરી છે.

1/10

photoStories-logo

1. PF લીમીટ

કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ ફરજિયાત સામાજિક સુરક્ષા કવચ માટેની માસિક પગાર લીમીટ 15,000થી વધારીને 25,000 કરી છે. આ નિર્ણય 17 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવ્યો છે. સરકારના અંદાજ મુજબ આ ફેરફારથી આશરે 51 લાખ વધારાના કર્મચારીઓ EPFOના ફરજિયાત કવરેજ હેઠળ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. Basic Salary

અગાઉ જેમની Basic Salary અને મોંઘવારી ભથ્થું (DA) મળીને 15,000થી વધુ થતું હતું તેઓ માત્ર આ પગાર મર્યાદાના કારણે ફરજિયાત કવરેજની બહાર રહી શકેતા હતા. હવે 15,000થી 25,000 વચ્ચેના સંબંધિત પગાર ધરાવતા કર્મચારીઓ માટે PF, પેન્શન અને વીમા સુરક્ષાના દાયરામાં સામેલ થવાનો માર્ગ ખુલ્યો છે. જોકે અંતિમ પાત્રતા લાગુ નિયમો અને કર્મચારીની સ્થિતિ પર આધારિત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. નવી વેજ લિમિટનો ફાયદો કોને મળશે?

આ ફેરફારનો ખાસ ફાયદો તે કર્મચારીઓને થઈ શકે છે જેમનુ Basic Pay અને મોંઘવારી ભથ્થું મળીને પહેલાં 15,000ની મર્યાદા કરતાં વધુ હોવાને કારણે તેઓ ફરજિયાત EPF કવરેજથી બહાર હતા. હવે 15,000થી 25,000 વચ્ચે વેતન મેળવતા કર્મચારીઓ સંબંધિત નિયમો અને શરતો પૂરી કરે તો યોજનામાં જોડાઈ શકે છે. જો કે માત્ર વેતન મર્યાદામાં હોવું એ પાત્રતાની ગેરંટી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. 25,000 સેલરી વાળાઓનું PF કપાશે?

નવી પગાર મર્યાદા હેઠળ પાત્ર કર્મચારીઓને EPF કવરેજમાં સામેલ કરી શકાય છે. પણ દરેક કર્મચારીની સ્થિતિ એકસરખી નહીં હોય. તે આ બાબત પર આધાર રાખે છે કે કર્મચારી પહેલેથી EPF સભ્ય છે કે નહીં અને યોજનાના કયા નિયમો તેના પર લાગુ થાય છે. આથી પોતાની પાત્રતા જાણવા માટે કંપનીની HR કે પેરોલ ટીમનો સંપર્ક કરવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. EPF, EPS અને EDLIમાં કેવી રીતે નામાંકન કરાવવું?

કર્મચારીએ આ યોજનાઓમાં અલગ-અલગ સીધું અરજી કરવાને બદલે પોતાના નોકરી આપનારા એટલે કે કંપની મારફતે પ્રક્રિયા પૂરી કરાવવી પડશે. સૌપ્રથમ HR કે એકાઉન્ટ્સ ટીમ પાસે પોતાની પાત્રતા ચેક કરાવો. ત્યાર બાદ ઓળખ, રોજગાર, આધાર અને બેંક ખાતા સંબંધિત જરૂરી માહિતી આપો. નામાંકન બાદ સેલરી સ્લિપ અને EPFO પાસબુક જોઈને ખાતરી કરો કે તમારું EPF યોગદાન સાચું નોંધાઈ રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. EPFથી રિટાયરમેન્ટ માટે ફંડ કેવી રીતે બને છે?

કર્મચારી ભવિષ્ય નિધિમાં કર્મચારી અને નોકરીદાતા બંને યોગદાન આપે છે. આ રકમ પર મળતું વ્યાજ સમય સાથે રિટાયરમેન્ટ માટે ફંડ તૈયાર કરવામાં મદદ કરે છે. જો તમે લાંબા સમય સુધી નોકરી કરો અને નિયમિત યોગદાન ચાલુ રહે તો જમા રકમ વધી શકે છે. નવી પગાર મર્યાદા પછી પાત્ર કર્મચારીઓ માટે આ સામાજિક સુરક્ષા યોજનામાં જોડાવાનો રસ્તો ખુલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. EPSથી પેન્શન કેવી રીતે મળે છે?

કર્મચારી પેન્શન યોજના હેઠળ પાત્ર સભ્યોને નિયમો અને જરૂરી સર્વિસ પીરીયડ પૂરી કર્યા બાદ પેન્શન મળી શકે છે. નોકરી આપનારાના યોગદાનનો એક ભાગ નિયમો મુજબ આ યોજનામાં જાય છે. જો કે પેન્શનની પાત્રતા અને રકમ કર્મચારીની સભ્યતા, પેન્શનયોગ્ય વેતન અને સર્વિસ પીરીયડ જેવા પરિબળો પર આધાર રાખે છે. આથી EPFમાં જોડાવાનો અર્થ એ નથી કે દરેક કર્મચારીને તરત પેન્શન મળવા લાગે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. EDLI યોજનામાં શું મળે છે?

એમ્પ્લોઈ ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સે EPF સભ્યતા સાથે જોડાયેલું જીવન વીમા કવર છે. પાત્ર સભ્યના મૃત્યુ બાદ નિયમો મુજબ તેના નોમિની કે પરિવારના પાત્ર સભ્યને ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 7 લાખ રૂપિયા સુધીનો ક્લેમ મળી શકે છે. મૃત્યુની સ્થિતિમાં નોમિની કે કાનૂની વારસદાર ફોર્મ 5 IF મારફતે ક્લેમ કરી શકે છે. આ યોજનાનું પ્રીમિયમ કર્મચારીની સેલરીમાંથી અલગથી નથી કપાતું પણ તેનું પેમેન્ટ નોકરી આપનાર કરે છે. આથી કર્મચારીઓના પરિવારને આર્થિક સુરક્ષા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. નવી વેજ લિમિટથી બધાનું PF વધી જશે ?

જરૂરી નથી કે દરેક કર્મચારીની પીએફ કપાત ઓટોમેટીક વધી જાય. નવી પગાર લીમીટથી પાત્ર કર્મચારીઓ માટે યોગદાનની ગણતરીનો આધાર વધી શકે છે પણ અસલી કપાત લાગુ નિયમો અને વેતનની રચના પર આધાર રાખે છે. કર્મચારીનું મૂળ વેતન, મોંઘવારી ભથ્થું, પહેલેથી EPF સભ્ય હોવાની સ્થિતિ અને લાગુ જોગવાઈઓ આ નક્કી કરવામાં મહત્વની છે કે કેટલું યોગદાન થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. 25,000ની સેલરી પર કેટલું PF કપાશે?

જો કોઈ પાત્ર કર્મચારીના પૂરા 25,000 રૂપિયા વેતન આધાર પર 12% કર્મચારી યોગદાન લાગુ થાય તો દર મહિને પીએફ માટે 3000 કપાશે. નોકરીદાતા પણ નિયમ મુજબ યોગદાન આપે છે. જેમાંથી 3.67 % ભાગ EPF અને 8.33% ભાગ EPSમાં જાય છે. EDLIનું પ્રીમિયમ નોકરીદાતા અલગથી આપે છે. ધ્યાન રાખો આ માત્ર એક ઉદાહરણ છે. જેમાં અસલી યોગદાન લાગુ નિયમો અને કર્મચારીની સ્થિતિ મુજબ અલગ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PF New Rules EPFO Salary Limit EPFO Wage Limit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ