ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું ફેટી લિવરની સમસ્યા આગળ જતાં લિવર કેન્સરમાં ફેરવાઈ શકે છે? જાણો ડૉક્ટર શું કહે છે!

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / શું ફેટી લિવરની સમસ્યા આગળ જતાં લિવર કેન્સરમાં ફેરવાઈ શકે છે? જાણો ડૉક્ટર શું કહે છે!

Last Updated: 09:42 AM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં ફેટી લિવરની સમસ્યા ઝડપથી વધી રહી છે. એક સામાન્ય માન્યતા છે કે, શું ફેટી લિવર ધરાવતા લોકોને કેન્સર થવાનું જોખમ રહેલું છે. તો આ વાતમાં શું છે હકીકત આવો જાણીએ એક્સપર્ટ પાસેથી...

1/7

photoStories-logo

1. શું છે ફેટી લિવર ?

ફેટી લિવર નામ જ સ્પષ્ટ કરે છે તેમ, આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે લિવરમાં ચરબી જમા થવા લાગે છે. તે વિવિધ તબક્કાઓ ગ્રેડ 1, ગ્રેડ 2 અને ગ્રેડ 3 માંથી પસાર થાય છે અને અંતે 'લિવર સિરોસિસ' તરફ દોરી શકે છે. જો લિવર સિરોસિસ થાય, તો આ અંગનું સ્વાસ્થ્ય અત્યંત ગંભીર સ્થિતિમાં મુકાઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ફેટી લિવર અને કેન્સર વચ્ચેનો સંબંધ

એક્સપર્ટ સમજાવે છે કે, ફેટી લિવરને કારણે લિવરનું કેન્સર (હેપેટોસેલ્યુલર કાર્સિનોમા) થઈ શકે છે, જોકે આવું દરેક દર્દીમાં થતું નથી. શરૂઆતના તબક્કાનું ફેટી લિવર સીધું કેન્સરનું કારણ બનતું નથી, પરંતુ સમય જતાં જો આ સ્થિતિ વણસે જેનાથી લિવરમાં સોજો આવે અને નુકસાન થાય, પરિણામે સિરોસિસ થાય તો કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કેન્સરનું એક મુખ્ય કારણ

જોકે, 'ફેટી લિવર' હોય તો કેન્સર થશે જ, તેમ કહેવું યોગ્ય નથી. તેમ છતાં, લાંબા સમય સુધી રહેતી સોજો અને કોષોને થતું નુકસાન ચિંતાજનક છે. આ સ્થિતિને MASH તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિ ધરાવતા દર્દીઓને ઓછું તેલ હોય અને ફાઈબર વધુ હોય તેવો આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ફાઈબ્રોસિસ અને સિરોસિસ

જો સોજો લાંબા સમય સુધી રહે, તો તેના કારણે લીવરમાં ડાઘ પડી શકે છે. લીવર સિરોસિસ થવાથી કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. કેન્સર જેવી ગંભીર સ્થિતિઓમાં, કોષોની અંદર અસામાન્ય ફેરફારો થાય છે. જોકે, દરેક વ્યક્તિ માટે પરિસ્થિતિ સમાન હોતી નથી; કેટલાક લોકોમાં સિરોસિસ શરૂ થાય તે પહેલાં જ લિવર કેન્સર વિકસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કોને કેન્સરનું જોખમ વધારે હોય છે?

જેમને સોજા સાથે ગ્રેડ 2 અથવા ગ્રેડ 3 ફેટી લિવર હોય, અથવા જેમને ટાઇપ ૨ ડાયાબિટીસ, લિવર સિરોસિસ, સ્થૂળતા, મેટાબોલિક સિન્ડ્રોમ કે હેપેટાઇટિસ B અથવા C હોય. આવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા વ્યક્તિઓમાં લિવર કેન્સર થવાનું જોખમ વધારે હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ગંભીર બીમારીઓથી કેવી રીતે બચવું

જોકે આહારમાં ફેરફાર કરવાથી તમને કેન્સર નહીં જ થાય તેની ખાતરી આપી શકાતી નથી, પરંતુ તમારી ખાણીપીણીની આદતો અને જીવનશૈલીમાં સુધારા કરવાથી ચોક્કસપણે જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. ફાઈબરયુક્ત શાકભાજીનું સેવન કરવું, દરરોજ ચાલવું કે કસરત કરવી, ડાયાબિટીસ હોય તો તેને નિયંત્રણમાં રાખવું અને વજન વ્યવસ્થાપન પર ધ્યાન આપવું અત્યંત મહત્વપૂર્ણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

cancer diseases fatty liver problem health care tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ