ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છતાંય PG કેમ સીલ ના કર્યા? ટિપ્પણી સાથે AMCને HCની નોટિસ

લાલઘૂમ / સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છતાંય PG કેમ સીલ ના કર્યા? ટિપ્પણી સાથે AMCને HCની નોટિસ

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 12:15 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગણજના ગ્રીન વુડ્સમાં 20થી વધુ બંગલોમાં ચાલતા PG મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપાને આકરા સવાલો કર્યા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છતાં કાર્યવાહી ન કરવા બદલ AMCને નોટિસ.

ADVERTISEMENT

અમદાવાદ: શહેરના ઓગણજ વિસ્તારમાં આવેલા ગ્રીન વુડ્સમાં ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) અંગે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. PG સામે કાર્યવાહી અને સીલિંગના મુદ્દે હાઈકોર્ટે AMCને આકરા સવાલો પૂછતાં કામગીરી નહીં કરવા બદલ નોટિસ પણ પાઠવી છે.

મળતી માહિતી મુજબ, ઓગણજના ગ્રીન વુડ્સ વિસ્તારમાં 20થી વધુ બંગલાઓમાં PG ધમધમી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ PGને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છતાં કાર્યવાહી કેમ નહીં?

આ મામલે હાઈકોર્ટે AMCને સવાલ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં PG સામે સીલિંગ સહિતની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? PG સંચાલન સામે યોગ્ય પગલાં લેવામાં ન આવતાં સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓ વધી રહી હોવાની રજૂઆત પણ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

સ્થાનિકોની અરજી બાદ કોર્ટનું કડક વલણ

ગ્રીન વુડ્સ વિસ્તારમાં PGના સંચાલનથી પરેશાન સ્થાનિકોએ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. રહેણાક વિસ્તારમાં મોટી સંખ્યામાં PG ચાલતા હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો મુદ્દો અરજીમાં ઉઠાવવામાં આવ્યો હતો. હવે આ મામલે હાઈકોર્ટે AMCને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. PG સામેની કાર્યવાહી અંગે મ્યુનિસિપલ તંત્ર શું જવાબ આપે છે અને આગળ કેવાં પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Municipal Corporation AMC Gujarat High Court

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ