ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ખોખરામાં તંત્રની બેદરકારી? 20 દિવસથી હજારો લિટર પાણીનો બગાડ છતાં સમારકામ નહીં!
Last Updated: 12:46 PM, 24 October 2026
ADVERTISEMENT
ઓનલાઈન ફરિયાદો અને રજૂઆતો છતાં સમારકામ ન થતાં સ્થાનિકો પરેશાન છે, જ્યારે રસ્તા પર પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાની ભીતિ પણ વધી છે.
ADVERTISEMENT

શહેરના ખોખરા વોર્ડમાં આવેલા સર્વોદયનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પીવાનાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતાં છેલ્લા આશરે ૨૦ દિવસથી હજારો લિટર પાણી રસ્તા પર વહીને વેડફાઈ રહ્યું હોવાની ફરિયાદ ઊઠી છે. બ્લોક નંબર-૧૬૭ સામે સર્જાયેલી આ સમસ્યાને કારણે વસાહતના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકામાં ઓનલાઈન ફરિયાદો કરવા ઉપરાંત સત્તાધારી પક્ષના કાર્યકરોને પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં લાઈનનું સમારકામ કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
પાણીનો સતત પ્રવાહ માર્ગ પર ફરી વળતાં સ્થાનિક રહેવાસી અને રાહદારીને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાયેલું રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ સ્થાનિકોમાં છે. લાંબા સમયથી સમસ્યા યથાવત્ હોવા છતાં તેનું નિરાકરણ ન આવતાં રહીશોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણીની લાઈનમાં ભંગાણની જાણ મહાનગરપાલિકાને ઓનલાઈન ફરિયાદ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત વસાહતમાં રહેતા સત્તાધારી પક્ષના કાર્યકરોને પણ મૌખિક રજૂઆતો કરીને સમસ્યાથી વાકેફ કરવામાં આવ્યા છે. તેમ છતાં સ્થળ પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી ન હોવાથી પીવાના પાણીનો બગાડ અટક્યો નથી.
ADVERTISEMENT
એક તરફ શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે, તો બીજી તરફ આસપાસનાં રહેણાક મકાનોમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાની ફરિયાદો પણ સામે આવી છે. મુખ્ય લાઈનમાં ભંગાણને કારણે પાણીનાં વિતરણ પર અસર થતી હોવાની સ્થાનિકોની રજૂઆત છે. આથી પાણીનો બગાડ અટકાવવાની સાથે રહેવાસીઓને નિયમિત અને પૂરતા પ્રેશરથી પાણી મળે તે જરૂરી બન્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.