ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / મહેસાણાના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં તોડફોડ અને ગાર્ડ પર હુમલો, 7 સગીરો સામે ફરિયાદ નોંધાઈ
Last Updated: 12:18 PM, 25 October 2026
ADVERTISEMENT
મહેસાણાના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં તોડફોડ અને ગાર્ડ સાથે મારામારીના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં સાત સગીર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઓબ્ઝર્વેશન હોમના અધિકારીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT

પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રિના સમયે એક શખ્સ સામાન આપવા માટે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ખાતે આવ્યો હતો. જોકે, તેને રોકવામાં આવતાં સગીરોએ હંગામો મચાવ્યો હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન ગાર્ડ સાથે મારામારી કરવામાં આવી હતી તેમજ ઓબ્ઝર્વેશન હોમના કાચ તોડીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ ઉપરાંત, આપઘાત કરવાની ધમકી આપવા અને ખોટા કેસમાં ફસાવી દેવાની વાતને લઈને પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચોઃ રાણીપની સોસાયટીમાં મેન્ટેનન્સના વિવાદમાં મારામારી, CCTV ફૂટેજ સામે આવ્યા
ADVERTISEMENT
સમગ્ર મામલે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમના અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સાત સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે ઓબ્ઝર્વેશન હોમમાં બનેલી તોડફોડ અને ગાર્ડ સાથેની મારામારીનો મામલો ચર્ચામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.