બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન

મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન

Last Updated: 11:33 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે. હવે પોલીસે આ મામલામાં અપહરણનો કેસ નોંધ્યો છે. IPC ની કલમ 365 હેઠળ FIR પણ નોંધવામાં આવી છે.

લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી એટલે કે અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલથી ગાયબ છે. હવે પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે IPC ની કલમ 365 હેઠળ FIR પણ નોંધી છે. પોલીસને CCTV ફૂટેજ મળ્યા છે જેમાં અપહરણનો મામલો સામે આવ્યો છે.

જણાવી દઈએ કે ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું હતું કે- SHOએ મુધેને ફોન કર્યો હતો અને તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તે ગુરચરનને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુરચરણ ઠીક હશે અને તે ખુશ હશે. તે અત્યારે જ્યાં પણ હોય, ભગવાન તેનું ભલું કરે.

sodhi-1

પોલીસને મળ્યા CCTV ફૂટેજ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ 50 વર્ષીય અભિનેતા ગુરચરણ સિંહ છેલ્લા 4 દિવસથી ગુમ છે. અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ગુરચરણ 22 એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યો હતો. તેની દિલ્હી એરપોર્ટથી 8:30 વાગ્યે ફ્લાઈટ હતી, પરંતુ તેણે ફ્લાઈટ લીધી ન હતી અને મુંબઈ નથી પહોંચ્યો.

25 એપ્રિલે બપોરે 3 વાગ્યે અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના હાથે હવે સીસીટીવી ફૂટેજ લાગ્યા છે, જેમાં ગુરચરણ સિંહ ત્યાંથી જતા જોવા મળે છે. અભિનેતાનો ફોન પણ 24 એપ્રિલ સુધી કામ કરતો હતો, પરંતુ હવે તે સ્વીચ ઓફ હોવાનું જણાવી રહ્યું છે. જ્યારે પોલીસે ફોનના ટ્રાન્ઝેક્શન કઢાવ્યા તો તેમને ઘણી અટપટી વસ્તુઓ મળી.

sodhi

અહેવાલો અનુસાર, ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે. તેણી પણ હોસ્પિટલમાં દાખલ હતી. પિતાએ કહ્યું કે હવે તે ઠીક છે અને ઘરે છે. આરામ કરી રહી છે. પરિવાર હાલ ગુરચરણને લઈને ચિંતિત છે. પરંતુ દરેક વ્યક્તિ સકારાત્મક અભિગમ સાથે ચાલી રહ્યા છે. દરેક વ્યક્તિને કાયદો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

જણાવી દઈએ કે ગુરચરણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. એટલું જ નહીં ગુરચરણના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ પણ બન્યા હતા. પછી એક સમય એવો આવ્યો જ્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી દીધો. શોની સાથે તેણે ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કહી દીધું હતું.

વધુ વાંચો: 'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પરથી અમિતાભ બચ્ચનની પહેલી તસવીર સામે આવી, આ તારીખથી રજીસ્ટ્રેશન શરૂ

4 દિવસ પહેલા જ ઉજવ્યો હતો પિતાનો જન્મદિવસ

ગુરચરણ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના પિતા સાથે પ્રેમ ભરેલી ક્ષણો વિતાવતો દેખાયો હતો. ખરેખર, તે દિવસે અભિનેતાના પિતાનો જન્મદિવસ હતો, તેઓ ખૂબ જ ખુશ હતા. આવી સ્થિતિમાં ગુરચરણે એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. પિતા-પુત્ર વચ્ચેનો પ્રેમ જોઈને ચાહકો પણ ખુશ થયા હતા. ગુરચરણની આ છેલ્લી પોસ્ટ હતી જે તેણે ઈન્સ્ટાગ્રામ પર કરી હતી. ત્યારથી ગુરચરણનો કોઈ પત્તો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ