બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

VTV / વિશ્વ / પૃથ્વીથી બમણો ગ્રહ, તેમાં પણ મળ્યું વાયુમંડળ, જેમ્સ વેબ ટેલિસ્કોપથી મળી તગડી નિશાની

સૌરમંડળ / પૃથ્વીથી બમણો ગ્રહ, તેમાં પણ મળ્યું વાયુમંડળ, જેમ્સ વેબ ટેલિસ્કોપથી મળી તગડી નિશાની

Last Updated: 12:55 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Super Earth NASA Latest News : અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ટેલિસ્કોપે 55 Cancri e પર વાતાવરણ શોધી કાઢ્યું, 'સુપર અર્થ' નામનો આ ગ્રહ પૃથ્વી કરતા બમણો છે પરંતુ ઘનતા થોડી ઓછી

Super Earth NASA : વૈજ્ઞાનિકોએ પૃથ્વીની બહારના જીવનની શોધ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ શોધ કરી છે. વાત જાણે એમ છે કે, વૈજ્ઞાનિકોને સૌરમંડળની બહાર એક ગ્રહ મળ્યો છે જ્યાં વાતાવરણ છે. 55 Cancri e નામનો આ એક્સોપ્લેનેટ પૃથ્વીથી 41 પ્રકાશ વર્ષ દૂર સ્થિત છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ટેલિસ્કોપે 55 Cancri e પર વાતાવરણ શોધી કાઢ્યું છે. 'સુપર અર્થ' નામનો આ ગ્રહ પૃથ્વી કરતા બમણો છે પરંતુ ઘનતા થોડી ઓછી છે.

55 Cancri e એ પાંચ જાણીતા ગ્રહોમાંથી એક છે જે કર્ક રાશિમાં સૂર્ય જેવા તારાની પરિક્રમા કરે છે. નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર 55 Cancri e ના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું જાડું પડ હાજર છે. કયા ગેસનો જથ્થો કેટલો છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. પૃથ્વીનું વાતાવરણ નાઈટ્રોજન, ઓક્સિજન, આર્ગોન અને અન્ય વાયુઓનું બનેલું છે.

અહીં જીવનની કોઈ શક્યતા છે ?

એસ્ટ્રોફિઝિસ્ટ્સે 55 Cancri eને સુપર અર્થની શ્રેણીમાં મૂક્યા છે. આનો અર્થ એ થયો કે 55 Cancri e પૃથ્વી કરતાં મોટી છે પરંતુ નેપ્ચ્યુન કરતાં નાની છે. 55 Cancri e ની રચના આપણા સૌરમંડળના ગ્રહોની રચના જેવી જ છે. આ ગ્રહનું તાપમાન અત્યંત ઊંચું છે જે 2,300 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. મતલબ કે અહીં જીવનની કોઈ શક્યતા નથી. વૈજ્ઞાનિકોના મતે જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા કરવામાં આવેલી આ શોધથી આશા જાગી છે કે, જાડા વાતાવરણવાળા અન્ય ખડકાળ ગ્રહો પણ અસ્તિત્વમાં હોઈ શકે છે જે જીવન માટે વધુ અનુકૂળ હોઈ શકે છે.

વધુ વાંચો : કોણ છે આ 24 વર્ષનો ભારતવંશી? જેને અમેરિકામાં ચૂંટણી લડવા 2.80 લાખ ડોલર ભેગા કર્યા, બાઈડનનો ટેકો

મેગ્મા મહાસાગરથી ઢંકાયેલી છે ગ્રહની સપાટી

55 Cancri e નું દળ પૃથ્વી કરતા આઠ ગણું છે. આ એક્ઝોપ્લેનેટ તેના તારાની એટલી નજીકથી પરિભ્રમણ કરે છે કે ત્યાં કાયમી દિવસો અને રાત હોય છે. વૈજ્ઞાનિકોના મતે ગ્રહની સપાટી મેગ્મા મહાસાગરથી ઢંકાયેલી છે. તેના વાતાવરણને શોધવા માટે જેમ્સ વેબ ટેલિસ્કોપે તારાને પાર કરતા પહેલા અને પછી ગ્રહનું નિરીક્ષણ કર્યું. ગ્રહ અને તારા દ્વારા ઉત્સર્જિત પ્રકાશની સરખામણી કરવામાં આવી હતી અને તે ડેટા પરથી ગ્રહના તાપમાનની ગણતરી કરવામાં આવી હતી. પુરાવા એ પણ મળ્યા છે કે, ગ્રહની ગરમી તેની સપાટી પર સમાનરૂપે ફેલાયેલી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, સુપર અર્થનો અભ્યાસ કરીને આપણે જાણી શકીશું કે પૃથ્વી અને મંગળની રચના કેવી રીતે થઈ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ