બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / 'મારા ફોટો એડલ્ટ સાઈટ પર અપલોડ થયા હતા', અભિનેત્રી જાહ્નવી કપૂરે જણાવી આપવીતી
Last Updated: 11:14 PM, 19 May 2024
બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં જાહ્નવી ફરી એકવાર રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મના ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ દરમિયાન જ્હાન્વીએ કરણ જોહર સાથેની વાતચીત દરમિયાન એક કિસ્સો શેર કર્યો હતો. જેમાં તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે..
ADVERTISEMENT
જ્હાન્વી કપૂરે જણાવ્યું હતું કે, 'જ્યારે હું 12-13 વર્ષની હતી ત્યારે હું મારા માતા-પિતા સાથે ઈવેન્ટમાં ગઈ હતી જ્યાં પાપારાઝીઓએ મારા ખોટા ફોટોગ્રાફ્સ લીધા હતા. ત્યાર બાદ આ જ ફોટા પોર્ન એડલ્ટ સાઇટ્સ પર પોસ્ટ થયા હતા. એ તસવીરો જોઈને સ્કૂલના છોકરાઓ પણ મારી મજાક કરવા લાગ્યા હતા. લોકોની મારી સામે જોવાની નજર બદલાઇ ગઇ હતી. તે સમયે મને ખુબજ તકલીફ થઇ હતી.
ADVERTISEMENT
'જ્હાન્વી કપૂરે વધુમાં જણાવ્યું કે.. હું હવે આ બધી બાબતોથી ઘણી આગળ વધી ગઈ છું. પરંતુ તે સમયે તે પરિસ્થિતિમાંથી બહાર આવવું મારા માટે ખૂબ જ વિચિત્ર હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વીની હાલમાં 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' આવી રહી છે.. જેનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે.. ફિલ્મ 31 મેના રોજ રિલીઝ થવાની છે.. જેમાં જ્હાન્વી અને રાજકુમાર રાવ ઉપરાંત ઝરીના વહાબ, હિમાંશુ જયકર, કુમુદ મિશ્રા, રાજેશ શર્મા, અભિષેક બેનર્જી પણ જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT