બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / ગુજરાતી યુવકે અમેરિકાની મહિલા સાથે કરી 1.48 લાખ ડોલરની ઠગાઈ, ફિશિંગ મેલ મોકલીને કરી છેતરપિંડી
Last Updated: 02:48 PM, 19 May 2024
અમેરિકા અને ગુજરાતમાં એક નામ અત્યારે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે અને એ છે લિગ્નેશ પટેલ. એક રિપોર્ટ અનુસાર અમેરિકાના ઈલિનોયમાં રહેતા લિગ્નેશ પટેલ નામના આ ગુજરાતી યુવકની ઠગાઈના કેસમાં ત્યાંની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
લિગ્નેશ સામે 1.48 લાખ ડોલરના ગોલ્ડ સ્કેમ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 9 માર્ચના રોજ આ ગુજરાતી યુવકે 73 વર્ષની વૃદ્ધા પાસેથી 1.48 લાખ ડોલરના ગોલ્ડ કોઈન્સ પડાવ્યા હતા. આ વિશે મહિલાએ 2 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. 13 મેના રોજ લિગ્નેશ પટેલ સામે કોર્ટમાં સબૂત રજૂ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
એ વૃદ્ધાનો આરોપ છે કે તેણીને એક જાણીતી કંપનીના નામ કર એક ફિશિંગ મેલ મોકલવામાં આવ્યો હતો જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે તેણીનું રિટાયર્મેન્ટ ફંડ જોખમમાં છે અને આ માટે એક કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યો હતો. સાથે જ મેલમાં એમ કહેવામાં આવ્યું હતું કે આ રિટાયર્મેન્ટ ફંડના નાણાંને સુરક્ષિત રાખવા તુરંત ગોલ્ડ કોઇનમાં કન્વર્ટ કરી નાખવા જોઈએ. એ બાદ ફોનમાં તેણીને કહેવામાં આવ્યું કે આ ગોલ્ડ કોઈન ગવર્મેન્ટ પાસે સુરક્ષિત રહેશે અને તેને લેવા માટે એક વ્યક્તિ તેણીના ઘર આવશે. એ બાદ લિગ્નેશ પટેલ આ ગોલ્ડ કોઈન્સ લેવા માટે પહોંચ્યો હતો.
વૃદ્ધાનિ ફરિયાદ બાદ હાલ ઠગાઈના કેસમાં લિગ્નેશ પોલીસ કસ્ટડીમાં છે, જ્યાં તેને આ ગોલ્ડ કોઈન્સ વૃદ્ધા મહિલા પાસેથી લીધા હતા એ વાત સ્વીકારી હતી. હાલ પોલીસનું કહેવું છે કે લિગ્નેશ એકલો નહીં આ કામ કોઈ ગેંગનું છે અને આ ગુજરાતી યુવકનું કામ ફક્ત ગોલ્ડ કોઇન્સ લઈને આગળ પહોંચાડવાનું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.