બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:52 AM, 18 May 2024
ઘણા લોકો વિદેશમાં સેટલ થવા માંગે છે અને એ માટે વર્ક કે સ્ટુડન્ટ વિઝા લઈને બીજા દેશમાં કામ કરવા લાગે છે. ખાસ કરીને ગુજરાતમાં લોકોને કેનેડા જવાની ઘેલછાથી સૌથી વધુ જોવા મળે છે. વિદ્યાર્થીઓ માટે તો કેનેડા હાલમાં હોટ ફેવરિટ બની ગયું છે. કેનેડાના સ્ટુડન્ટ વિઝા લેનારાઓની સંખ્યા ગુજરાતમાં વધી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કેનેડામાં ફક્ત ભારતીયો જ નહીં પરંતુ બીજા વિદેશી સ્ટુડન્ટ સહિત લોકોની સંખ્યા રેકોર્ડ લેવલ પર છે. લોકો સારી કામ શોધવા અને પૈસા કમાવવા માટે ત્યાં જતાં હોય છે પંરતુ હાલ એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે કે કેનેડામાં બેરોજગારીએ ભરડો લીધો છે અને આ કારણે વિદ્યાર્થીઓ પરેશાન થાય છે.
અહેવાલમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે ત્યાં રહેતા સ્ટુડન્ટ્સ આર્થિક રીતે તો સદ્ધર તો નથી જ પણ અત્યારે એવી સ્થિતિ છે એક પૂરતા પ્રમાણમાં રાશન પણ ખરીદી શકતા નથી. બધા આંતરરાષ્ટ્રીય મુદ્દા વચ્ચે હાલ કેનેડામાં વિદેશી સ્ટુડન્ટની હાલત કેવી છે એ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે. અહેવાલ અનુસાર કેનેડામાં ઈમિગ્રેશનમાં આટલો વધારો થયો છે કે હાલ લોકોને ત્યાં પૂરતા પ્રમાણમાં અને એમના ક્વોલિફિકેશન મુજબ જોબ નથી મળી રહી.
કેનેડામાં જે રીતે લોકો વધી રહ્યા છે તેની સામે જોબમાં કે રોજગારીમાં એ પ્રમાણે વધારો નથી થઈ રહ્યો. એવામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાલ ત્યાંની સરકાર ઈમિગ્રન્ટની સંખ્યા પર નિયંત્રણ મૂકવાના પ્રયાસો કરી રહી છે.
હવે કેનેડામાં વિદેશી સ્ટુડન્ટ ફૂલ ટાઈમ કામ કરી શકતા નથી અને તેણી સામે કેનેડાની યુનિવર્સિટી વિદેશી સ્ટુડન્ટ્સ પાસેથી ઊંચા દરે ફી વસૂલે છે એ માટે ભારતીય સ્ટુડન્ટ સહિત દરેક વિદેશ સ્ટુડન્ટ ઓછા પગારે ત્યાં કોઈ જોબ સ્વીકારી લે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમુક સ્ટુડન્ટ એવા છે જેમની પાસે ગ્રોસરી ખરીદી શેક એટલા પણ રૂપિયા નથી. ટૂંકમાં હાલ કેનેડામાં લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, સાથે જ મોંઘવારી પણ વધી રહી છે પણ રોજગારીમાં વધારો નથી થઈ રહ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.