બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકાના પ્રથમ અશ્વેત ઉમેદવારને મળ્યો અંતરિક્ષમાં જવાનો ચાન્સ, માત્ર 10 જ મિનિટની યાત્રા કરીને પરત ફર્યા

બ્લુ ઓરિજિન / અમેરિકાના પ્રથમ અશ્વેત ઉમેદવારને મળ્યો અંતરિક્ષમાં જવાનો ચાન્સ, માત્ર 10 જ મિનિટની યાત્રા કરીને પરત ફર્યા

Last Updated: 08:58 AM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના પ્રથમ અશ્વેત અવકાશયાત્રી ઉમેદવાર જેફ બેઝોસની રોકેટ કંપની સાથે અવકાશમાં ઉડાન ભરી હતી. 90 વર્ષીય એડ ડ્વાઈટ આખરે 60 વર્ષ પછી અવકાશમાં ગયા હતા.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનું બ્લુ ઓરિજિન NS-25 મિશન રવિવારે અમેરિકાના ટેક્સાસથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય મૂળના પાયલોટ ગોપી થોટાકુરા સહિત છ લોકોએ રવિવારે અવકાશની યાત્રા કરી છે. આમાં અમેરિકાના પ્રથમ અશ્વેત અવકાશયાત્રી તરીકે પસંદ કરાયેલા 90 વર્ષીય એડ ડ્વાઈટનો સમાવેશ થાય છે, જેઓ આખરે 60 વર્ષ પછી અવકાશમાં ગયા હતા.

90 વર્ષીય એડ ડ્વાઈટને અવકાશમાં જવાનો મોકો મળ્યો

જ્યારે રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીએ તેમને નાસાના ઉદ્ઘાટન અવકાશયાત્રી કોર્પ્સ ઉમેદવાર તરીકે પસંદ કર્યા ત્યારે એડ ડ્વાઈટ એરફોર્સના પાઈલટ હતા. પરંતુ અવકાશમાં જવાનો તેમનો વારો 1963માં આવ્યો ન હતો. હવે ડ્વાઇટ 90 વર્ષ થઈ ગયા અને એમને આ ઉમરે ફરી એ મોકો મળ્યો હતો. તેઓ બ્લુ ઓરિજિન કેપ્સ્યૂલ પર સવાર અન્ય પાંચ મુસાફરો સાથે અવકાશમાં પહોંચ્યા ત્યારે થોડી મિનિટો માટે શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કર્યો હતો.

આ લોકોએ કરી અવકાશની યાત્રા

ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનનું ન્યૂ શેપર્ડ રોકેટ અને કેપ્સ્યુલ (NS-25) એ તમામ છ અવકાશયાત્રીઓને લઈને અમેરિકાના પશ્ચિમ ટેક્સાસથી રવિવારે સવારે સ્થાનિક સમય અનુસાર સવારે 9.36 કલાકે ઉડાન ભરી હતી. ગોપી થોટાકુરા અને એડ ડ્વાઈટ ઉપરાંત, અવકાશયાત્રીઓમાં મેસન એન્ગલ, ફ્રેન્ચ લિકર કંપની મોન્ટ-બ્લેન્કના સ્થાપક સિલ્વેન ચિરોન, સોફ્ટવેર એન્જિનિયર અને કેનેથ એલ. હેયસ અને નિવૃત્ત એકાઉન્ટન્ટ કેરોલ શેલરનો સમાવેશ થાય છે.

લગભગ 10 મિનિટ સુધી અંતરિક્ષમાં રહ્યા

કંપનીએ કહ્યું કે કેપ્સ્યૂલ લગભગ 10 મિનિટ સુધી અંતરિક્ષમાં રહી અને પછી સુરક્ષિત રીતે જમીન પર ઉતારવામાં આવી હતી. તમામ અવકાશયાત્રીઓ સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ છે. આ ફ્લાઇટ સાથે, ડ્વાઇટ સૌથી વૃદ્ધ અવકાશયાત્રી બની ગયા.

વધુ વાંચો : ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, 65 ટીમ રેસ્ક્યુંમાં જોડાઈ

આ પહેલા સૌથી વૃદ્ધ અવકાશયાત્રી હોવાનો રેકોર્ડ સ્ટાર ટ્રેક અભિનેતા વિલિયમ શેટનરના નામે હતો, જેઓ 2021માં અવકાશમાં ગયા હતા. ડ્વાઇટ શેટનર કરતાં લગભગ બે મહિના મોટા છે.

સંકળાયેલા મુદ્દાઓ

America’s first Black astronaut Jeff Bezos Blue Origin Capsule Jeff Bezos Blue Origin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ