બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / આકરા તાપમાંથી ઘરે આવો ત્યારે ભૂલથી ન કરતાં આ ત્રણ કામ, તબિયત બરાબરની લથડશે

ઉનાળો / આકરા તાપમાંથી ઘરે આવો ત્યારે ભૂલથી ન કરતાં આ ત્રણ કામ, તબિયત બરાબરની લથડશે

Last Updated: 06:08 PM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાના દિવસો દરમિયાન સૌથી વધુ જોખમ ડિહાઇડ્રેશનને કારણે થાય છે અને ઝાડા અને લૂ લાગવાની સંભાવના રહે છે

ઉનાળામાં તેજ સૂર્યપ્રકાશ અને ગરમ પવનની સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે, જ્યારે તમે આકરા તાપમાંથી પાછા આવો અને કેટલીક ભૂલો કરો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.મે મહિનો અડધાથી વધુ પસાર થઈ ગયો છે અને ઉનાળામાં ગરમીનો પારો પણ આગ ઝરી રહ્યો છે. જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. ગરમ હવા અને તેજ આકરા તાપમાં લોકો બીમાર પડી રહ્યા છે. ઘણા સ્થળોએ થોડા દિવસો માટે ગરમીનો પ્રકોપ જારી રહેવાની સંભાવના પણ છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિશે સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળાના દિવસો દરમિયાન સૌથી વધુ જોખમ ડિહાઇડ્રેશનને કારણે થાય છે અને ઝાડા અને લૂ લાગવાની સંભાવના રહે છે. કેટલીકવાર ઉનાળામાં તેમની પોતાની કેટલીક ભૂલો બીમાર બનાવે છે.

water.jpg

હવામાનના વધતા તાપમાનને જોતા તડકામાં ઘરની અંદર રહેવાનો પ્રયાસ કરો અને જો તમે ક્યાંક જઇ રહ્યા છો, તો પછી છત્રી, કેપ જેવી ચીજો રાખો. આ સમય દરમિયાન આકરા તાપમાંથી ઘરે પાછા આવ્યા પછી કેટલીક બાબતોની સંભાળ રાખવી પણ મહત્વપૂર્ણ છે, નહીં તો આરોગ્યને અસર થઈ શકે છે.

ac-service-final

ગરમીમાંથી આવ્યા પછી એસીમાં બેસવું

બહારથી તેજ તાપમાંથીઆવતા ઠંડી એસીની હવામાં બેસવું પછી ભલે તમે થોડા સમય માટે હળવાશ અનુભવો, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોઈ શકે છે. ઠંડી અને ગરમીને કારણે જુકામ,ખાંસી અને ઉલટીની સમસ્યાઓ થઇ શકે છે. તાપમાંથી આવ્યા પછી શરીરનું તાપમાન થોડા સમય માટે સંતુલિત થવા દો, પછી એસી અથવા કુલરમાં બેસો.

ફ્રીજનું ઠંડી પાણી પીવું

ઘણી વખત લોકો આકરા તાપમાં ચાલતી વખતે રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ ખાય છે અથવા તાપમાંથી ઘરે આવે છે ત્યારે તરત જ ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે. આ ભૂલ તમારા સ્વાસ્થ્યની સ્થિતિને બગાડી શકે છે. આકરા સૂર્યપ્રકાશને લીધે શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે વધે છે, તેથી તરત જ ઠંડી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે.

તાપમાંથી આવી સ્નાન કરવું

ઉનાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરને ઘણી રાહત મળે છે, પરંતુ જો તમે આકરા તાપમાંથી આવ્યા છો, તો તરત જ નહાવાની ભૂલ ન કરો. પહેલા 30 મીનીટ સુધી રૂમના ટેમ્પરેચરમાં રહો.અને ત્યાર પછી સ્નાન કરો. તમારે ખાધા પછી પણ સ્નાન કરવાની ભૂલ ન કરવી જોઈએ.

આ પણ વાંચોઃ દૂધવાળી ચાના શોખીનો ચેતજો! ICMRએ આપી સ્પષ્ટ ચેતવણી, આ રોગો કરશે ઘર

ઉનાળામાં આ વસ્તુઓની વિશેષ કાળજી લો

ઉનાળામાં તંદુરસ્ત રહેવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી પુષ્કળ પાણી પીવા સાથે, તમારા આહારમાં ફળો અને શાકભાજી શામેલ કરો. તેમજ ઠંડક માટે કાર્બોનેટ ડ્રિંક્સ અને આઇસક્રીમ બહાર ખાવાનું ટાળો. ઉનાળામાં તેલયુક્ત અને મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

આકરો તાપ લાઇફ સ્ટાઇલ હેલ્થ કેયર Summer LIfestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ