બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2'એ રિલીઝ પહેલા જ મચાવી ધમાલ, ધ મોસ્ટ અવેટેડ ફિલ્મના લિસ્ટમાં ટોપ પર પહોંચી

મનોરંજન / અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2'એ રિલીઝ પહેલા જ મચાવી ધમાલ, ધ મોસ્ટ અવેટેડ ફિલ્મના લિસ્ટમાં ટોપ પર પહોંચી

Last Updated: 12:15 AM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2: ધ રૂલ'ની રિલીઝને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મને લઈને લોકોનો ઉત્સાહ જોઈને લાગે છે કે તે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવશે. તેણે ઓરમેક્સ સિનેમેટિક્સની હિન્દી યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત અને સુકુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આ વર્ષે રિલીઝ થનારી તમામ ફિલ્મોમાં દર્શકોની પ્રથમ પસંદગી બની રહી છે. પ્રથમ ભાગ 'પુષ્પા: ધ રાઇઝ' એ મનોરજંનની દુનિયામાં ધૂમ મચાવી હતી અને પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે સિક્વલ 'પુષ્પા 2: ધ રૂલ' બોક્સ ઓફિસ પર ધમાકેદાર સાબિત થવા જઈ રહી છે. જ્યારથી ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી દર્શકો તેને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીઝર, પોસ્ટરો અને વૈશ્વિક સ્તરે લોકપ્રિય ગીત 'પુષ્પા પુષ્પા'એ આ ફિલ્મને લઈને લોકોનો ઉત્સાહ વધારી દીધો છે. આ ફિલ્મ રેન્કિંગમાં ટોપ પર રહે છે એટલું જ નહીં તેણે ઓરમેક્સની 'ધ મોસ્ટ અવેટેડ ફિલ્મ ઓફ 2024'માં પણ ટોપ પર પોતાનું સ્થાન બનાવી લીધું છે.

pushpa-2

ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે

2024માં આવનારી અન્ય ફિલ્મોને પાછળ છોડીને આ ફિલ્મ ફરી હિન્દી ચાર્ટમાં ટોચ પર છે. તે બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવશે. અલ્લુ અર્જુન 'પુષ્પા : ધ રૂલ'ની વિશ્વવ્યાપી રિલીઝની તૈયારી કરી રહ્યો છે. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ પણ છે અને તે 15 ઓગસ્ટ, 2024 ના રોજ થિયેટરોમાં આવશે.

વધુ વાંચો : આલિયા ભટ્ટની મમ્મી સાથે સ્કેમ, ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી, સોશ્યલ મીડિયા પર શેર કરી પોસ્ટ

અલ્લુ અર્જુન 'પુષ્પા'ના કારણે દુનિયાભરમાં લોકપ્રિય

અલ્લુ અર્જુન 'પુષ્પા'ના કારણે દુનિયાભરમાં લોકપ્રિય છે. તે તેલુગુ સિનેમાના સુપરસ્ટાર અને ભારતના સૌથી મોંઘા અભિનેતાઓમાંના એક છે. તે 2014 થી ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં સ્થાન બનાવી રહ્યો છે. એક ઉત્તમ અભિનેતા પણ છે. તેમણે નેશનલ એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીત્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

BoxOffice Pushpa2 HindiList OrmaxCinematics AlluArjun
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ