બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / અમેરિકામાં U Visa માટે ફેક રોબરી રેકેટનો પર્દાફાશ, એક યુવતી સહિત 5 ગુજરાતી સામે નોંધાયો કેસ

NRI ન્યૂઝ / અમેરિકામાં U Visa માટે ફેક રોબરી રેકેટનો પર્દાફાશ, એક યુવતી સહિત 5 ગુજરાતી સામે નોંધાયો કેસ

Last Updated: 01:38 PM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

U વિઝા મેળવવા માટે નકલી રોબરી કરાવવાનું ષડ્યંત્ર રચવાના આરોપમાં એક યુવતી સહિત ચાર ગુજરાતીઓના નામ સામે આવ્યા છે, જેમની સામે શિકાગોની ફેડરલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ગુનેગાર સાબિત થવા પર તેમને ફેડરલ જેલમાં મહત્તમ પાંચ વર્ષની સજા થઈ શકે છે.

ચાર ગુજરાતીઓ સહિત છ વ્યક્તિઓને શિકાગોમાં સશસ્ત્ર લૂંટ ચલાવવા માટે ફેડરલ કોર્ટ દ્વારા આરોપી બનાવવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે શિકાગો, એલ્મવુડ પાર્ક અને લ્યુઇસિયાનામાં રેસ્ટોરન્ટ્સ, ગેસ સ્ટેશનો અને લીકર સ્ટોરમાં થયેલી તબક્કાવાર લૂંટમાં તેઓ સામેલ હતા. મળતી માહિતી અનુસાર, જે લોકોના નામ આ મામલામાં સામે આવ્યા છે એમાં પાર્થ નાઈ (26), કેવોંગ યંગ (31) સિવાય ભીખાભાઈ પટેલ (51), નિલેશ પટેલ (32), રવિના પટેલ (23), અને રજનીકુમાર પટેલ (32) ગુજરાતીઓના નામ સામેલ છે. તેઓ વિઝા ફ્રોડ કરવાના ષડયંત્રના આરોપોનો સામનો કરે છે. રવિના પટેલ પર વિઝા અરજીમાં ખોટું નિવેદન આપવાનો આરોપ પણ છે.

U-વિઝા મેળવવા ઇચ્છતા લોકો માટે એક ચોક્કસ ષડયંત્ર બનાવીને પાર્થ નાઈ અને કેવોંગ યંગ ફેક રોબરીની ગોઠવણ કરી આપતા હતા. આ મામલે ભીખાભાઈ પટેલ, નિલેશ પટેલ, રવિના પટેલ અને રજની કુમાર પટેલના નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે. માહિતી અનુસાર, ચાર મુખ્ય આરોપીઓએ ષડયંત્રનો ભાગ બનવા માટે પાર્થ નાઈને હજારો ડોલર ચૂકવ્યા હતા. ગુજરાતીઓ પર આરોપ છે કે તેઓ આ આખા કાંડમાં સામેલ હતા અને તેમણે ફેક રોબરીના પીડિત બનીને U વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો છે. શિકાગોની ફેડરલ કોર્ટમાં તેમના પર લાગેલા આરોપ મુજબ, ભીખાભાઈ પટેલ, નિલેશ પટેલ, રવિના પટેલ અને રજની કુમાર પટેલે પાર્થ નાઈ અને કેવોંગ યંગ સાથે મળીને લૂંટના "પીડિતો" બનવાની ગોઠવણ કરી હતી જેથી તેઓ યુ નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ (યુ-વિઝા) માટે અરજીઓ સબમિટ કરી શકે.

visa-simple_0

જણાવી દઈએ કે યુ-વિઝા એ વ્યક્તિઓ માટે છે કે જેઓ અમુક ગુનાઓનો ભોગ બન્યા હોય, માનસિક અથવા શારીરિક શોષણ સહન કર્યું હોય અને કાયદા અમલીકરણ અથવા સરકારી અધિકારીઓને તપાસ અથવા કાર્યવાહીમાં મદદ કરી હોય.

માહિતી અનુસાર, ચાર મુખ્ય આરોપીઓએ ફેક રોબરીમાં ભાગ લેવા માટે પાર્થ નાઈને મોટી રકમ ચૂકવી હતી. ફેક લૂંટ દરમિયાન, અપરાધીઓ સશસ્ત્ર લૂંટારુઓ તરીકે આવીને કથિત પીડિતો પાસેથી પૈસા અને સામાનની માંગણી કરતા હતા અને ત્યાંથી ભાગી જતા હતા. પાર્થના જણાવ્યા અનુસાર, કેટલાક કિસ્સાઓમાં લૂંટારુઓ તરીકે આવતા લોકો કથિત પીડિતોને મારતા પણ, જેથી લૂંટ સાચી દેખાઈ શકે. આ પછીથી કથિત પીડિતો સર્ટિફિકેશન મેળવવા માટે સ્થાનિક કાયદાના અમલીકરણને ફોર્મ સબમિટ કરતા કે તેઓ યુ-વિઝા માટે લાયક ઠરેલા ગુનાનો ભોગ બન્યા હતા અને તપાસમાં મદદરૂપ હતા, જેથી તેમને પ્રમાણિત કરવામાં આવે. એ પછી, કેટલાક કથિત પીડિતોએ યુ.એસ. નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓને લૂંટના ભોગ બનેલા કથિત દરજ્જાના અનુમાન મુજબ યુ-વિઝા અરજીઓ સબમિટ કરી હતી.

વધુ વાંચો: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ પર લટકતી તલવાર! ઈમિગ્રેશન રૂલ્સમાં ફેરફારથી અનેકને ડિપોર્ટ કરાયા

આરોપીઓને વિઝા ફ્રોડ કરવાના ષડયંત્રના આરોપમાં ફેડરલ જેલમાં મહત્તમ પાંચ વર્ષની સજા થઈ શકે છે, જ્યારે રવિનાબેન પટેલ વિરુદ્ધ ખોટું નિવેદન આપવાના આરોપમાં નિયમો અનુસાર દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે. પાર્થ નાઈ સહિતના ગુજરાતીઓએ મળીને જે કાવતરું કર્યું, તે માટે તેમણે ડઝનબંધ લૂંટ કરી હતી. આ બધી જ લૂંટ શિકાગો અને આસપાસના વિસ્તારમાં થઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

US Visa Fraud U-Visa NRI News United States
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ